શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય

દ્રાવિડશૈલીનું શિખર

નાગરશૈલીનું શિખર

છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી તરીકે અને દ્રાવિડશૈલી દક્ષિણ ભારતીય શૈલી તરીકે જ તફાવત જોવા મળે છે. નાગરશૈલીઓનાં શિખરોના મજલાઓને જુદા પાડતાં આધારચિહ્નો લુપ્ત થઈને લાંબી રેખાઓમાં સંક્રમણ પામ્યાં છે; જ્યારે દ્રાવિડશૈલીનાં શિખરોમાં મજલાઓના આવા આધારરૂપ સંકેતો લુપ્ત થતા નથી અને તે સ્પષ્ટ નજરે પડે છે. નાગર-શૈલીનાં શિખરોમાં મુખ્ય શિખર ઉપરાંત ઉરુશૃંગ, પ્રત્યંગ, શૃંગ વગેરે ગૌણ શિખરો હોય છે; જ્યારે દ્રાવિડશૈલીનાં શિખરોમાં આવાં ગૌણ શિખરો હોતાં નથી. નાગરશૈલીના શિખરની ટોચે ગ્રીવા (કંઠ), આમલક અને કળશ મૂકવામાં આવે છે; જ્યારે દ્રાવિડશૈલીનાં શિખરોની ટોચ નળાકાર ઘાટની હોય છે અને તેની ઉપર સ્તૂપીની રચના હોય છે. નાગરશૈલીનાં શિખરો રેખાન્વિત (curvilinear) હોય છે, જેનો સ્પષ્ટ અભાવ દ્રાવિડશૈલીનાં શિખરોમાં જોવા મળે છે. દ્રાવિડશૈલીનાં શિખરો ક્રમે ક્રમે નાનાં થતાં જતાં સમતલ ખંડોનાં બનેલાં હોય છે.

થૉમસ પરમાર