સ્થાપત્યકલા
વિહાર (સ્થાપત્ય)
વિહાર (સ્થાપત્ય) : બૌદ્ધ સાધુઓને રહેવાનું સ્થાન. ચૈત્યગૃહની પાસે બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહાર, મઠ કે સંઘારામની યોજના કરવામાં આવતી. મોટાભાગના બૌદ્ધ વિહારો પર્વતમાંથી કંડારીને બનાવેલા છે. અર્થાત્ તે શૈલોત્કીર્ણ (rock-cut) છે. ઈ. પૂ. 3જીથી 2જી સદી દરમિયાન પર્વતમાંથી કંડારીને વિહાર બનાવવાની પ્રથા શરૂ થઈ. આ પૂર્વેના વિહારો લાકડામાંથી બનાવવામાં…
વધુ વાંચો >વેદિકા
વેદિકા : સ્તૂપ-સ્થાપત્યનું એક અંગ. સામાન્ય રીતે ‘વેદિકા’નો અર્થ કઠેડો (railing) થાય છે. આ શબ્દનું મૂળ વેદકાલીન ‘વેદી’માં રહેલું છે. યજ્ઞના અગ્નિને ફરતું બાંધકામ વેદી તરીકે ઓળખાય છે. આગળ જતાં આ જ સ્વરૂપ કોઈ પણ ધાર્મિક સ્થાપત્યને ફરતી દીવાલને પણ લાગુ પડ્યું; જેમ કે, રામાયણમાં ચૈત્ય-વૃક્ષને ફરતા કઠેડા માટે પણ…
વધુ વાંચો >વેદી
વેદી : યજ્ઞ સાથે સંકળાયેલું સ્થાપત્ય. ભારતમાં છેક વેદકાલથી યજ્ઞની પરંપરા ચાલી આવી છે. યજ્ઞ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ધાર્મિક વિધિ અને સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર વેદીની રચના કરવામાં આવે છે. વેદીની રચના કરીને તેમાં વિધિવત્ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું સ્થાપત્ય વેદી છે. ભારતીય વાસ્તુકલાનો જન્મ યજ્ઞવેદીમાંથી થયો…
વધુ વાંચો >વેન્ચુરી, રૉબર્ટ
વેન્ચુરી, રૉબર્ટ (જ. 1925, ફિલાડૅલ્ફિયા, અમેરિકા) : અનુઆધુનિકતાવાદના જન્મદાતા, પ્રણેતા તથા પ્રથમ અનુઆધુનિક સ્થપતિ. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે પ્રાધ્યાપક જ્યાં લાબાતુ હેઠળ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1954માં તેઓ રોમ ગયા. ત્યાં તેમને સ્થાપત્યક્ષેત્રનો પ્રતિષ્ઠિત ખિતાબ ‘પ્રિ દે રોમા’ મળ્યો. રોમમાં વિરાટકાય ભવ્ય પ્રાચીન રોમન સ્થાપત્યમાં તેમને કોઈ રસ પડ્યો નહિ, પણ…
વધુ વાંચો >વૈકુંઠ પેરુમલ્લનું મંદિર
વૈકુંઠ પેરુમલ્લનું મંદિર : તમિલનાડુમાં કાંચીપુરમ્માં આવેલું પલ્લવશૈલીનું મંદિર. આ મંદિર પલ્લવ રાજા નંદિવર્મન્ બીજા(આશરે 717779)એ બંધાવ્યું હતું. ગર્ભગૃહ પરનું તેનું વિમાન તલમાનમાં સમચોરસ અને 18.3 મીટર (60 ફૂટ) ઊંચું છે. સુંદર થરવાળા ઊંચા અધિષ્ઠાન પર ઊભેલું આ મંદિર ગ્રૅનાઇટ પથ્થરમાંથી બાંધેલું છે. નીચેના તલ ભાગે તે સમચોરસ છે, પરંતુ…
વધુ વાંચો >વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી
વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી (જ. 1857; અ. 1941) : બ્રિટિશ સ્થપતિ. સૌપ્રથમ તેણે સેડોનના હાથ નીચે અને તે પછી 1880થી ડેવેયના હાથ નીચે કામ કર્યું. તેનાથી તેની શરૂઆતની ઇમારતો પર પ્રાદેશિક (vernacular) પદ્ધતિની અસર જોવા મળે છે. 1882થી તેણે સ્વતંત્ર રીતે સ્થપતિ તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. તેને સ્થાપત્યની જેમ ડિઝાઇનમાં…
વધુ વાંચો >વૉલ્ટ (Vault)
વૉલ્ટ (Vault) : પથ્થર કે ઈંટની કમાન આધારિત છત (roof). બાંધકામની ષ્ટિએ વૉલ્ટના જુદા જુદા પ્રકાર પડે છે. જો કમાનને ઊંડે સુધી લંબાવવામાં આવે તો તે ટનલ (tunnel) જેવી લાગે. આ પ્રકારના વૉલ્ટને બૅરલ (barrel) કે વૅગન (waggon) કે ટનલ વૉલ્ટ કહે છે. જેની પર વૉલ્ટ ઊભું કરેલું હોય છે…
વધુ વાંચો >શકુનિકાવિહાર
શકુનિકાવિહાર : પ્રાચીન કાળમાં શ્રીલંકાની રાજકુમારીએ ભરુકચ્છમાં બંધાવેલ જૈનમંદિર. શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધતીર્થમાં ‘શકુનિકાવિહાર’ નામે જૈનમંદિર બંધાવ્યું હતું એવી અનુશ્રુતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથોમાં નોંધાઈ છે, અને એનો નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગનો ચોક્કસ સમય-નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજયે શ્રીલંકામાં વસાહત…
વધુ વાંચો >શત્રુંજય પરનાં મંદિરો
શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…
વધુ વાંચો >શંખેશ્વર
શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે…
વધુ વાંચો >