સિંધી સાહિત્ય

ગુલકંદ (1905)

ગુલકંદ (1905) : કેવલરામ સલામતરાય અડવાણીરચિત ગ્રંથ. શૈક્ષણિક જાગૃતિના પ્રારંભિક તબક્કામાં કેટલાંક પાઠ્યપુસ્તકો સાથે તેમણે સાહિત્યિક પુસ્તકો તથા અનુવાદો પ્રગટ કર્યાં હતાં, તેમાંથી 1869થી 1971 દરમિયાન લખાયેલાં તેમનાં ત્રણ પુસ્તકો : ‘ગુલશકર’, ‘સુખડી’ તથા ‘ગુલકંદ’ ઉલ્લેખનીય બની રહ્યાં છે. ‘ગુલકંદ’માં કહેવતો અને ઉખાણાં સમાવિષ્ટ કરવાની સાથે તેમણે તત્કાલીન સામાજિક વિષયોને…

વધુ વાંચો >

ગુલફૂલ

ગુલફૂલ : પરમાનંદ મેવારામના સાહિત્યિક નિબંધો અને લેખોના સંગ્રહો. 1896માં તેમણે ‘જોતિ’ નામે પાક્ષિકમાં પ્રકાશિત થયેલા સાહિત્યિક નિબંધો અને લેખો ‘ગુલફૂલ’ (ફૂલો) નામે બે સંગ્રહોમાં મૂકેલા છે. 60 નિબંધોનો પ્રથમ ભાગ 1925માં અને 73 નિબંધોનો બીજો ભાગ 1936માં પ્રગટ થયો હતો. ભાષા, સાહિત્ય, કલા, શિક્ષણ, માનવમૂલ્યો, ઇતિહાસ, વિજ્ઞાન, પ્રાણીજગત, ખંડિયેરો,…

વધુ વાંચો >

ગુલરાજાણી, જેઠમલ પરસરામ

ગુલરાજાણી, જેઠમલ પરસરામ (જ. 1886 હૈદરાબાદ (હાલનું સિંધ, પાકિસ્તાન; અ. 1948 મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના સર્જક. તેઓ મધ્યમ વર્ગના આર્થિક રીતે નબળા પરિવારમાં 1886માં જન્મ્યા હતા. તેઓ સૂફીવાદ અને વેદાંતી વિચારધારા ધરાવનાર થિયૉસૉફિસ્ટ ઉદારચરિત હિંદુ હતા. તેઓ તત્વજ્ઞાન અને દર્શનના ઊંડા અભ્યાસી હતા. તેઓ સાહિત્યને મનોરંજનનું સાધન નહિ; પરંતુ…

વધુ વાંચો >

ગુલામ અલી

ગુલામ અલી (જ. 1750;  અ. 1836) : અગ્રિમ સૂફીવાદી સિંધી કવિ. ‘રોહલ’ ફકીરના પુત્ર. તેમને કાવ્યરચનાકૌશલ અને ભક્તિભાવ વારસામાં મળ્યાં હતાં. ગુલામ અલીએ ભારતીય છંદશાસ્ત્ર-આધારિત સિંધી કવિતાની રચના કરી હતી. તેમની કવિતા ઉપર ઇશ્કે હકીકીની સૂફીવાદી પ્રેમપરંપરા તથા વેદાંતની યોગજ્ઞાનની ઊંડી અસર છે. અદ્વૈતના ઉપાસક ગુલામ અલી સર્વે માનવમાં પ્રભુદર્શન…

વધુ વાંચો >

ચીખ (1977)

ચીખ (1977) : કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1978માં પુરસ્કૃત સિંધી કાવ્યસંગ્રહ. તેના રચયિતા હરૂમલ સદારંગાણીનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. અત્યારે પાકિસ્તાનના પ્રદેશનો ભાગ બનેલા શાહદાદપુર ખાતે જન્મેલા (1913–1992) સદારંગાણીનો આ કાવ્યસંગ્રહ લાગણીની સચ્ચાઈ, અર્વાચીન સંવેદના તથા મુક્ત છંદશૈલી પરના પ્રભુત્વને કારણે સિંધી સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરણ ગણાય છે. સમયના બદલાતા જતા…

વધુ વાંચો >

જયસિંઘાણી, શ્યામ

જયસિંઘાણી, શ્યામ [જ. 12 ફેબ્રુઆરી, 1937 ક્વેટા, બલૂચિસ્તાન (હાલ પાકિસ્તાનમાં)] : જાણીતા સિંધી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, કવિ અને સંપાદક. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ઝિલઝિલો’(1998) માટે 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. (ઑનર્સ) થયા. તેમણે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, મુંબઈમાંથી ફોટોગ્રાફીના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

જિંદગી યા મોત (1952)

જિંદગી યા મોત (1952) : સુપ્રસિદ્ધ સિંધી નવલકથા. ભારતના વિભાજનની વિભીષિકા અને વિસ્થાપિતોના પુનર્વસવાટ માટેની સંઘર્ષમય કરુણિકાનું નિરૂપણ કરતી આ નવલકથાના લેખક પ્રો. રામ પંજવાણી (1911–1987) છે. સિંધના વિસ્થાપિત શિક્ષકને રઝળપાટ છતાં કલ્યાણકૅમ્પમાં કોઈ નોકરી મળતી નથી; આથી ઉંમરલાયક પુત્રીની સગાઈ એક રોગિષ્ઠ ધનવાન સાથે કરાવવા તેઓ વિવશ બની જાય…

વધુ વાંચો >

જીઅ-ઝરોકો (1975)

જીઅ-ઝરોકો (1975) : ‘કોમલ’ તખલ્લુસધારી લક્ષ્મણ ભાટિયા (જ. 1936)નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1976માં પારિતોષિક પ્રાપ્ત થયેલ સિંધી કાવ્યસંગ્રહ. તેમાં પ્રણયભાવોને આધુનિક શૈલીમાં નિરૂપવાની સાથે જીવનનાં મૂલ્યોને નવી ર્દષ્ટિથી સમજવાનો અને મૂલવવાનો પ્રયાસ થયો છે. પરંપરાનો વિરોધ કરીને કવિએ નવયુગના પ્રકાશની ઝંખના કરી છે. કવિતા ઉપરાંત તેમણે સિંધીમાં નૃત્ય-નાટિકાઓની રચનાઓ…

વધુ વાંચો >

જીવન ચહચિટા (1957)

જીવન ચહચિટા (1957) : સિંધી એકાંકીસંગ્રહ. રચયિતા પ્રા. મંઘારામ મલકાણી (1896–1980). તે સિંધી ભાષામાં એકાંકીના પિતામહ ગણાય છે. તેમના 7 એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે. 1957માં પ્રકાશિત ‘જીવન ચહચિટા’માં તેમણે સામાજિક દૂષણોનો પ્રતિકાર કરતાં જીવનનાં સાંપ્રત નવ-મૂલ્યો માટે સુધારણાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રીય ભાવનાને લગતા પણ તેમના વિષયો રહ્યા છે. નાટ્યશિલ્પની…

વધુ વાંચો >

જેઠવાણી, હરિકાન્ત

જેઠવાણી, હરિકાન્ત [જ. 1935, જેકોબાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1994] : જાણીતા સિંધી કવિ, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સોચ જૂં સૂરતૂં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. સિંધનાં જુદાં જુદાં નગરોમાં શાળાકીય અભ્યાસ. ભારતના ભાગલા બાદ ભારતમાં સ્થળાંતર અને અજમેર ખાતે સ્થાયી થયા. પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.…

વધુ વાંચો >