સિંધી સાહિત્ય

સોચા જૂન સૂરતૂન (1990)

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોહની–મહિવાલ

સોહની–મહિવાલ : હાસિમ શાહ (1753–1823) રચિત કિસ્સા પ્રકારની અતિશયોક્તિભરી અને અવિશ્વસનીય પ્રણયકથા. દંતકથાઓ લોકકથાઓનો સૌથી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી ભાગ રચે છે. તેમાં મહદંશે પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો અને પીરોની કથાઓનો સમાવેશ થાય છે. એવા પ્રકારની આ એક પ્રણયકથા છે. આ કિસ્સામાં અવનતિને માર્ગે ગયેલ સામાજિક સરંજામશાહી સામે વ્યક્તિગત બંડ…

વધુ વાંચો >

હરિ દિલગિર

હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા. તેમણે સિંધીમાં 20 ગ્રંથો…

વધુ વાંચો >

‘હાસિદ’ અર્જુન

‘હાસિદ’ અર્જુન [જ. 7 જાન્યુઆરી 1930, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી ભાષાના ગઝલકાર. તેમનો જન્મ ઈસરાણી પરિવારમાં થયેલો; પરંતુ તેમનાં નાનીમાને સંતાનમાં પુત્ર ન હોવાથી તેમને ગોદ લેવાથી ‘તનવાણી’ તરીકે ઓળખાયા. ‘હાસિદ’ તેમનું તખલ્લુસ છે. આઝાદી બાદ તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શાળાના અભ્યાસ પછી પોસ્ટ અને…

વધુ વાંચો >

હિમથાણી હરિ

હિમથાણી, હરિ [જ. 13 ફેબ્રુઆરી 1933, હિસાબ, જિ. નવાબશાહ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઉદામંડ અરમાન’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. 1991માં તેઓ રેલવે વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધી ઉપરાંત અંગ્રેજી અને…

વધુ વાંચો >

હીરાનંદાણી પોપટી રામચંદ (કુમારી)

હીરાનંદાણી, પોપટી રામચંદ (કુમારી) [જ. 17 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાનમાં); અ. 17 ડિસેમ્બર 2005, મુંબઈ] : સિંધી સાહિત્યનાં નીડર લેખિકા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. તેઓ કે. સી. કૉલેજ, મુંબઈમાંથી સિંધી વિભાગનાં વડાં તરીકે સેવાનિવૃત્ત થયાં હતાં. 12 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં નબળી આર્થિક…

વધુ વાંચો >

હુજે આતમ જો મૌત (1973)

હુજે આતમ જો મૌત (1973) : સિંધી નવલકથાકાર લાલ પુષ્પ (જ. 1935) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ કૃતિ કથાસાહિત્યમાં એક અસામાન્ય પ્રયોગ ગણાય છે. કારણ તેમાં પરંપરાગત નવલકથાનાં ચીલાચાલુ મૂલ્યો તથા શૈલી સામે લગભગ પડકાર સર્જાયો છે. તેમાં કથાવસ્તુનો લગભગ સદંતર અભાવ…

વધુ વાંચો >