ગુલકંદ (1905) : કેવલરામ સલામતરાય અડવાણીરચિત ગ્રંથ. શૈક્ષણિક જાગૃતિના પ્રારંભિક તબક્કામાં કેટલાંક પાઠ્યપુસ્તકો સાથે તેમણે સાહિત્યિક પુસ્તકો તથા અનુવાદો પ્રગટ કર્યાં હતાં, તેમાંથી 1869થી 1971 દરમિયાન લખાયેલાં તેમનાં ત્રણ પુસ્તકો : ‘ગુલશકર’, ‘સુખડી’ તથા ‘ગુલકંદ’ ઉલ્લેખનીય બની રહ્યાં છે.

‘ગુલકંદ’માં કહેવતો અને ઉખાણાં સમાવિષ્ટ કરવાની સાથે તેમણે તત્કાલીન સામાજિક વિષયોને લઈને પંચતંત્ર પ્રકારે લઘુ નીતિકથાઓનું આલેખન પણ કર્યું હતું, જે જ્ઞાન અને શિક્ષણની સાથે મનોરંજક બની રહી હતી.

પ્રસ્તુત મનોરંજક નીતિકથાઓમાં સચોટતા કેળવવા તેમણે સિંધી ઉપરાંત હિન્દી તથા ફારસી ‘લતીફા’ઓનો તેમજ તુલસી અને નાનકની સાખીઓનો પણ ઉપયોગ કર્યો હતો.

જયંત રેલવાણી