રમતગમત

સુબ્રતો કપ

સુબ્રતો કપ : શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાની ફૂટબૉલ ટ્રૉફી. એની શરૂઆત 1960માં થઈ હતી. તે શરૂ કરવાનું શ્રેય ભારતના હવાઈ દળના પૂર્વ વડા સુવ્રત મુખર્જીને ફાળે જાય છે. આજે તો ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે આ ટ્રૉફી ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે. આ ટ્રૉફીની સરખામણી ભારતમાં 1888માં શરૂ થયેલ…

વધુ વાંચો >

સુરતી રૂસી

સુરતી, રૂસી (જ. 25 મે 1936, સુરત, ગુજરાત) : ભારતની ટેસ્ટ-ક્રિકેટના એક જમાનાના ઑલરાઉન્ડર ખેલાડી. તેઓ રાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધામાં ગુજરાત અને રાજસ્થાન તરફથી રમ્યા હતા. આખું નામ રૂસી ફરમરોઝ સુરતી. રૂસી સુરતી તેઓ ડાબોડી બૅટ્સમૅન અને ડાબોડી મિડિયમ પેસ તથા સ્લો બૉલર હતા. ઘણી વાર ભારત તરફથી તેઓ નવા બૉલથી બૉલિંગનો…

વધુ વાંચો >

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર : પ્રાત:કાળે ઊગતા સૂર્યની ભક્તિભાવપૂર્વક ઉપાસના સાથે કરાતો નમસ્કારનો વ્યાયામ. સૂર્યનમસ્કારના એક આવર્તનમાં 12 યોગાસનોનો સમાવેશ થઈ જાય છે, આમ સૂર્યનમસ્કાર એ 12 આસનોની શ્રેણી છે. દરેક આવર્તન વખતે સાત્ત્વિક ભાવના અને શ્રદ્ધાપૂર્વક સૂર્યનાં જુદાં જુદાં નામો સાથે મંત્રોચ્ચાર કરવાનો હોય છે. શ્વાસોચ્છ્વાસના નિયમન સહિત નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી શરીરનાં…

વધુ વાંચો >

સેજમૅન ફ્રૅન્ક

સેજમૅન, ફ્રૅન્ક (જ. 29 ઑક્ટોબર 1927, માઉન્ટ ઍલ્બર્ટ, વિક્ટૉરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ ખેલાડી. તેઓ 1952માં વિમ્બલ્ડન ખાતે વિજેતા બન્યા. આમ 1933 પછી ઑસ્ટ્રેલિયન સિંગલ્સ ચૅમ્પિયન જીતનાર પ્રથમ ખેલાડી બન્યા. 1952માં ઑલિમ્પિક ખાતેના તેમના છેલ્લા વર્ષમાં તેઓ મૅન્સ અને મિક્સ્ડ ડબલ્સના પણ વિજેતા બન્યા અને એક જ વર્ષમાં ત્રણેત્રણ વિજયપદકો…

વધુ વાંચો >

સેઠી ગીત

સેઠી, ગીત (જ. 17 એપ્રિલ 1961, દિલ્હી) : વિશ્વસ્તરની ખ્યાતિ ધરાવતા, બિલિયર્ડ અને સ્નૂકર રમતના ભારતીય રમતવીર. ભારતમાં બિલિયર્ડની રમતને પ્રચલિત કરવામાં અને ચાર વાર વિશ્વ બિલિયર્ડ પ્રોફેશનલ વિજેતા બનવામાં તેમની સિદ્ધિઓ નોંધપાત્ર રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની લાયોલા હાઈસ્કૂલમાં લીધા પછી અમદાવાદની બી. કે. સ્કૂલ ઑવ્ બિઝનેસ…

વધુ વાંચો >

સેતલવાડ અનંત

સેતલવાડ, અનંત (જ. 29 ઑગસ્ટ 1934, મુંબઈ) : આકાશવાણી પર અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપતા જાણીતા પૂર્વ કૉમેન્ટેટર. આખું નામ અનંત વી. સેતલવાડ. પિતાનું નામ વ્યંકટરાવ અને માતાનું નામ જશુમતી. તેઓ તેમની અસ્ખલિત, શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં ક્રિકેટ મૅચનું બૉલ-ટુ-બૉલ (દડાવાર) વિવરણ આપવા માટે લોકપ્રિય બન્યા હતા. તેમણે મુંબઈની ન્યૂ ઈરા…

વધુ વાંચો >

સેન મિહિર

સેન, મિહિર (જ. 30 નવેમ્બર 1930, પુરુલિયા, પશ્ચિમ બંગાળ; અ. 11 જૂન 1997, કોલકાતા) : સમગ્ર વિશ્વના લાંબા અંતરની સમુદ્રતરણની સ્પર્ધાઓના સર્વશ્રેષ્ઠ ખેલાડી. નાનપણથી જ તેમને તરણમાં રસ હતો. સાતેય સમુદ્રો તરનાર તેઓ એકમાત્ર ભારતીય તરવૈયા હતા; એટલું જ નહિ, પણ 27 ડિસેમ્બર, 1958ના રોજ ઇંગ્લિશ ખાડી તરનાર તેઓ પ્રથમ…

વધુ વાંચો >

સેન્ડો યુજેન

સેન્ડો, યુજેન (જ. 1867, કીનિંગ્સબર્ગ, જર્મની; અ. મે 1925) : શરીર-સૌષ્ઠવ માટે વિશ્વમાં વિખ્યાત બનેલો વ્યાયામવીર. આજે પણ સમગ્ર વિશ્વમાં ‘સેન્ડો’ શબ્દ શક્તિનો પર્યાય ગણાય છે. તેમને આજે પણ ‘આધુનિક યુરોપનો હરક્યુલિસ’ કહેવામાં આવે છે. તેમનું પૂરું નામ ફેડરિક વિલિયમ્સ યુજેન સેન્ડો હતું. બાળપણમાં તેઓ ખૂબ જ નબળા અને નાજુક…

વધુ વાંચો >

સેલેસ મૉનિકા

સેલેસ, મૉનિકા (જ. 2 ડિસેમ્બર 1973, નૉવી સૅડ, યુગોસ્લાવિયા) : યુગોસ્લાવિયામાં જન્મેલ અમેરિકન નાગરિકત્વ ધરાવતી ટેનિસ-ખેલાડી. તેઓ 15 વર્ષની વયનાં હતાં ત્યારે 1989માં ફ્રેન્ચ ઑપનમાં તેઓ બિન-ક્રમાંકિત (unseeded) તરીકે સેમી-ફાઇનલમાં પહોંચી શક્યાં અને પછીના વર્ષે 16 વર્ષ અને 16 દિવસની વયે તેઓએ વિજયપદક જીતનાર સૌથી નાની વયનાં ખેલાડી નીવડ્યાં. 1991માં…

વધુ વાંચો >

સૉબર્ગ પેટ્રિક

સૉબર્ગ પેટ્રિક (જ. 5 જાન્યુઆરી 1965, ગૉટબૉર્ગ, સ્વીડન) : સ્વીડનના એથ્લેટિક્સના ખેલાડી. 1987માં 2.42 મી. ઊંચો કૂદકો લગાવીને તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો. તેમણે એક દશકા ઉપરાંત લગાતાર મહત્વની સફળતા મેળવતા રહેવાનો એક વિક્રમ પણ અંકે કર્યો છે. 1982માં પ્રથમ વિક્રમ સર્જ્યા પછી આ તેમનો બારમો સ્વીડિશ વિક્રમ હતો. નાની વયના ખેલાડી…

વધુ વાંચો >