સાયટો હિટોશી (જ. 2 જાન્યુઆરી 1961, ઓમોરી, જાપાન) : જાપાનના જૂડોના ખેલાડી. ઑલિમ્પિક રમતોત્સવ ખાતે જૂડોની સ્પર્ધામાં 2 સુવર્ણચંદ્રક જીતનાર કેવળ 3 વિજેતાઓ પૈકીના તેઓ એક હતા. તેઓ 1984 અને 1988માં 95 કિગ્રા.ની શ્રેણીમાં 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1983માં તેઓ વિશ્વ ઓપન ચૅમ્પિયન પણ બન્યા. તેમનું વજન 140 કિગ્રા. અને ઊંચાઈ 1.80 મી. હતી. તેઓ કોકુશિકન યુનિવર્સિટીના સ્નાતક છે અને 2002માં ત્યાં અધ્યાપક તરીકે કામ કર્યું હતું.

મહેશ ચોકસી