રમતગમત

અખાડાપ્રવૃત્તિ

અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…

વધુ વાંચો >

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવી રહેલ છે.…

વધુ વાંચો >

અજિતપાલસિંગ

અજિતપાલસિંગ (જ. 1 એપ્રિલ 1947, સંસારપુર, પંજાબ) : ભારતના સુપ્રસિદ્ધ હૉકી ખેલાડી. પિતા સંધુસિંગ, માતા ગુરુબચન. સ્નાતક થયા પછી કૉચિંગનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં તોકિયો ઑલિમ્પિકમાં અને 1975માં કુઆલાલંપુરમાં યોજાયેલ વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતે હૉકી વિજેતાનું પ્રથમ પદક મેળવેલું. તેનો યશ તેના કૅપ્ટન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અજિતપાલસિંગને…

વધુ વાંચો >

અઝહરુદ્દીન મોહમ્મદ

અઝહરુદ્દીન, મોહમ્મદ (જ. 8 ફેબ્રુઆરી 1963, હૈદરાબાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો મજબૂત જમોડી બૅટ્સમૅન, ચપળ ફિલ્ડર અને સફળ સુકાની. ટેસ્ટ-ક્રિકેટમાં મોહમ્મદ અઝહરુદ્દીનનો પ્રવેશ અતિ ભવ્ય ગણાય છે. 1984ના ડિસેમ્બરમાં ડૅવિડ ગાવરની ઇંગ્લૅન્ડની પ્રવાસી ટીમ સામે ખેલતાં કૉલકાતાની પોતાની સર્વપ્રથમ ટેસ્ટમાં અઝહરુદ્દીને 110 રન કર્યા. એ પછીની ચેન્નઈની ટેસ્ટમાં 48 અને…

વધુ વાંચો >

અધિકારી હેમુ

અધિકારી, હેમુ (જ. 31 જુલાઈ 1919, પુણે, મહારાષ્ટ્ર; અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : વિખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી. અભ્યાસ બી.એ. સુધીનો – બરોડા હાઈસ્કૂલ તથા બરોડા કૉલેજમાં. રણજી ટ્રોફી ખેલાડી – ગુજરાત (1936–37), વડોદરા (1937–38થી 1949–50), સર્વિસિઝ (1950–51થી 1956–60, પ્રથમ ત્રણ વર્ષ કપ્તાન); ટેસ્ટ ખેલાડી (1947–48થી 1958–59, 1 વર્ષ…

વધુ વાંચો >

અમરસિંગ

અમરસિંગ (જ. 4 ડિસે. 1910, રાજકોટ; અ. 21 મે 1940, જામનગર) : ભારતીય ક્રિકેટનો ઑલરાઉન્ડર. આખું નામ : અમરસિંગ લધાભાઈ નકુમ. અભ્યાસ : આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ. તે રણજી ટ્રોફી વેસ્ટર્ન ઇંડિયા સ્ટેટ્સ તરફથી (1934-35) અને નવાનગર (1937-38થી 1939-40) તરફથી રમેલો. 1932માં ભારતીય ટીમ તરફથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરેલો. 1936માં લૅન્કેશાયર લીગમાં…

વધુ વાંચો >

અમૃતરાજ વિજય

અમૃતરાજ, વિજય (જ. 14 ડિસેમ્બર 1953, ચેન્નઈ) : ભારતના એક શ્રેષ્ઠ ટેનિસ-ખેલાડી. ઊંચાઈ 190 સેમી., જે ભારતના અત્યાર સુધીના કોઈ પણ ટેનિસ-ખેલાડી કરતાં વધુ છે. વજન 72 કિગ્રા. તે જમણેરી ખેલાડી છે. અનેક વાર તે ભારતીય ટેનિસમાં રાષ્ટ્રીય વિજેતા બન્યા છે. તેમણે ભારતને ડેવિસ કપમાં વિશ્વમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે.…

વધુ વાંચો >

અર્જુન ઍવૉર્ડ

અર્જુન ઍવૉર્ડ : ભારત સરકારે વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનવા માટે 1961માં સ્થાપેલો ઍવૉર્ડ. તે જુદી જુદી રમતોના શ્રેષ્ઠ રમતવીરોને પ્રતિવર્ષ અપાય છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના 300 ઉપરાંત ખેલાડીઓને 34 જેટલી જુદી જુદી રમતોમાં આ ઍવૉર્ડ અપાયો છે. અર્જુન ઍવૉર્ડ મેળવવા માટે ખેલાડીએ 3 વર્ષ સુધી સતત સર્વોચ્ચ દેખાવ…

વધુ વાંચો >

અલ ઓરટર

અલ ઓરટર (જ. 19 સપ્ટેમ્બર 1936. ન્યૂયોર્ક, યુ.એસ.; અ. 1 ઑક્ટોબર 2007, ફ્લોરિડા, યુ.એસ.) : યુ.એસ.નો ચક્રફેંકનો ખેલકૂદવીર. તેણે ચાર ઑલિમ્પિક્સમાં સતત સુવર્ણચંદ્રક જીતીને ઑલિમ્પિક્સનો અમેરિકા માટે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. ન્યૂયૉર્ક સ્ટેટના લૉગ આઇલૅન્ડમાં ઇલેક્ટ્રિક ડેટા પ્રોસેસિંગના સિસ્ટમ એનાલિસ્ટ તરીકે આઠ કલાકની કામગીરી બજાવ્યા પછી શારીરિક ચુસ્તતા માટે વ્યાયામ…

વધુ વાંચો >

અશોકકુમાર (2)

અશોકકુમાર (2) (જ. 1  જૂન 1950, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ભારતના જાણીતા હૉકીવીર. પિતા ધ્યાનચંદની હૉકીથી જાદુઈ લાકડીની જેમ દડાને ખેલાવીને હરીફને હંફાવનાર; રાઇટ-ઇન અને લેફ્ટ-ઇન બંને સ્થાન પર કુશળતાથી તેઓ રમતા. વર્લ્ડ કપ સ્પર્ધા માટે પર્થ રમવા જનાર ભારતીય હૉકી ટુકડીના કૅપ્ટન તરીકે 1978માં તેઓ નિયુક્ત થયા હતા. ઝાંસીમાં શાળાનો…

વધુ વાંચો >