ભૂગોળ

હેલુંગજિયાંગ (Heilungkiang)

હેલુંગજિયાંગ (Heilungkiang) : ચીનના ઈશાન ભાગમાં આવેલું સરહદી રાજ્ય. તે હેલાંગજિયાંગ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 48° 00´ ઉ. અ. અને 128° 00´ પૂ. રે.ની આજુબાજુનો લગભગ 4,63,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ હેલુંગ અને વુ-શુ-લી (wu-su-li) નદીથી અલગ પડતી રશિયાની…

વધુ વાંચો >

હેલ્ગોલૅન્ડ (Helgoland)

હેલ્ગોલૅન્ડ (Helgoland) : ઉત્તર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 12´ ઉ. અ. અને 7° 53´ પૂ. રે.. માત્ર 2 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો આ ટાપુ જર્મનીને હસ્તક છે. તેની વસ્તી 2,200 જેટલી છે. ગ્રેટબ્રિટને આફ્રિકાનું ઝાંઝીબાર લઈને 1890માં તેના બદલામાં જર્મનીને આ ટાપુ સોંપેલો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, તે ઉનાળુ…

વધુ વાંચો >

હૈતી

હૈતી : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 00´થી 20° 00´ ઉ. અ. અને 71° 30´થી 74° 30´ પ. રે.ની વચ્ચેનો 27,750 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 290 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 217 કિમી. છે. દૂરતટીય ટાપુઓની કિનારારેખા સહિત હૈતીના દરિયાકાંઠાની કુલ લંબાઈ…

વધુ વાંચો >

હૈદરાબાદ (ભારત)

હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે. હૈદરાબાદનું…

વધુ વાંચો >

હૈદરાબાદ (પાકિસ્તાન)

હૈદરાબાદ (પાકિસ્તાન) : પાકિસ્તાનના સિંધ પ્રાતમાં, સિંધુ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 22´ ઉ. અ. અને 68° 22´ પૂ. રે.. તે સડકમાર્ગો તેમજ રેલમાર્ગોનું જંક્શન હોઈ, આજુબાજુના પ્રદેશો માટે મહત્વનું વેપારી મથક બની રહેલું છે. અહીંથી એક તરફ પેશાવર સુધી અને બીજી તરફ કરાંચી સુધી રેલમાર્ગ જાય…

વધુ વાંચો >

હૈનાન (Hainan)

હૈનાન (Hainan) : દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલો ચીનનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે આશરે 18°થી 20´ ઉ. અ. અને 108°થી 111´ પૂ. રે. વચ્ચેનો લગભગ 34,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2000 મુજબ, તેની વસ્તી 78,70,000 જેટલી છે. હાઇકોઉ તેનું પાટનગર છે. ઉત્તર તરફ તે…

વધુ વાંચો >

હૈફા

હૈફા : ઈશાન ઇઝરાયલમાં આવેલું શહેર, બંદર, મહત્ત્વનું ઉત્પાદક મથક, સાંસ્કૃતિક કેન્દ્ર તથા હૈફા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 32° 50´ ઉ. અ. અને 35° 00´ પૂ. રે. પર માઉન્ટ કાર્મેલની તળેટીમાં તે વસેલું છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડા ખાતે હૈફાના ઉપસાગર પર પથરાયેલું છે. વિસ્તાર : 854 ચોકિમી..…

વધુ વાંચો >

હૈલાકાંડી (Hailakandi)

હૈલાકાંડી (Hailakandi) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો નાનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 41´ ઉ. અ. અને 92° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1327 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચાર જિલ્લો, પૂર્વમાં કચાર જિલ્લાનો ભાગ અને મિઝોરમ રાજ્ય, દક્ષિણે મિઝોરમ…

વધુ વાંચો >

હો–ચી–મિન્હ (શહેર)

હો–ચી–મિન્હ (શહેર) : વિયેટનામનું મોટામાં મોટું શહેર. જૂનું નામ સાઇગોન. ભૌગોલિક સ્થાન : 10° 58´ ઉ. અ. અને 106° 43´ પૂ. રે. તે વિયેટનામનું પ્રધાન ઔદ્યોગિક તેમજ વ્યાપારી મથક પણ છે. 34,733 (ઈ. સ. 2004 મુજબ) ચોકિમી. વિસ્તાર ધરાવતું આ શહેર દક્ષિણ વિયેટનામમાં મૅકોંગ નદીના ત્રિકોણપ્રદેશ અને દક્ષિણ ચીની સમુદ્રની…

વધુ વાંચો >

હોનાન (Honan)

હોનાન (Honan) : ચીનના ઉત્તર-મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે 34° 00´ ઉ. અ. અને 113° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,66,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શાન્સી અને હોપેહ પ્રાંતો, પૂર્વમાં શાનતુંગ અને આન્વેઈ પ્રાંતો, પશ્ચિમમાં શેન્સી તથા દક્ષિણમાં હુપેહ પ્રાંત આવેલા છે. ચેંગ-ચાઉ (ઝેંગ-ઝાઉ) તેનું પાટનગર છે.…

વધુ વાંચો >