ભૂગોળ
અકોલા
અકોલા : મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 44′ ઉ. અ. અને 770 00′ પૂ. રે. આજુબાજુનો 10,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરે અમરાવતી જિલ્લો, પૂર્વમાં અમરાવતી અને યવતમાળ જિલ્લા, દક્ષિણે યવતમાળ અને પરભણી જિલ્લા…
વધુ વાંચો >અક્ષાંશ–રેખાંશ
અક્ષાંશ–રેખાંશ : અક્ષાંશ એટલે પૃથ્વી ઉપરનું કોઈ ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર આવેલું છે તે પૃથ્વીના ગોળા ઉપર કે નકશામાં દર્શાવવા માટેનું માપ. તે ખૂણાની રીતે મપાતું અંતર (કોણીય અંતર) છે. પૃથ્વી પોતાની ધરી (અક્ષ) ઉપર 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂરું કરે છે, જેને કારણે પૃથ્વી ઉપર દિવસ-રાત થતાં અનુભવાય…
વધુ વાંચો >અગરતલા
અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર.આ શહેર હાઓરા નદીને કિનારે વસેલું છે. ભૌગોલિક સ્થાન અને આબોહવા : 23 50´ ઉ. અ. અને 91 23´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની પૂર્વે આશરે 2 કિમી. દૂર બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ શરેહની ઉત્તરે ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીંની…
વધુ વાંચો >અગ્નિકૃત ખડકો
અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને…
વધુ વાંચો >અચલપુર
અચલપુર : આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લામાં આવેલું છે. આ શહેર એલિચપુર અને ઇલિયાચપુર તરીકે પણ ઓળખાતું હતું. તે વિદર્ભ પ્રદેશમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન, પરિવહન અને વસ્તી : અચલપુર 21 16´ ઉ. અ. અને 77 31´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 35 ચો. કિમી. જેટલો છે. જ્યારે વસ્તી…
વધુ વાંચો >અછિદ્ર ખડકો
અછિદ્ર ખડકો : છિદ્રાળુ ખડકોથી વિરુદ્ધ સખત ઘટ્ટ અને પાસાદાર ખડકો. મુખ્યત્વે આ ખડકોમાં કે પડ ઉપર, દબાણથી કે ગરમીની પ્રક્રિયાથી કે જ્વાળામુખી, ધરતીકંપ યા અંદરની હિલચાલથી વિકૃતીકરણ થાય છે તેથી ખડકો વધુ સખત અને સંગઠિત થાય છે, ઘનતા વધે છે તો કેટલીક વખત છિદ્રો પુરાઈ જાય છે. આવા ખડકોમાં…
વધુ વાંચો >અજમ (ઈરાન)
અજમ (ઈરાન) : અરબ દેશ સિવાય બીજો દેશ, ખાસ કરીને ઈરાન અને તુર્કસ્તાન. અરબી ભાષા ન જાણવાના કારણે ઈરાની લોકો આરબ લોકો સામે ચૂપ રહેતા હતા, તેથી આવાં માણસોને અરબસ્તાનમાં મૂંગાં કે પ્રાણી જેવાં કહેવામાં આવતાં. તેથી ‘અજમી’નો અર્થ જે અરબસ્તાનનો રહીશ ન હોય તે અર્થાત્ ઈરાની કે તુરાની થતો.…
વધુ વાંચો >અજમેર
અજમેર : ભારતના રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ભારતનાં પ્રાચીન શહેરોમાંનું આ એક શહેર છે. આ શહેરને રાજસ્થાનના ‘હૃદય’ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક સ્થાન–પરિવહ–અર્થતંત્ર–પ્રવાસન : આ શહેર 26 45´ ઉ. અ. અને 74 64´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 55 ચો.કિમી. છે. સમુદ્રની સપાટીથી 480 મીટરની ઊંચાઈએ સ્થિત છે.…
વધુ વાંચો >અડિલાબાદ(Adilabad) જિલ્લો
અડિલાબાદ(Adilabad) જિલ્લો :તેલંગણા રાજ્યના 33 જિલ્લામાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા – અર્થતંત્ર : આ જિલ્લો 19 40´ ઉ. અ. અને 78 31´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 16,128 ચો. કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મહારાષ્ટ્રના યવતમાલ અને ચંદ્રપુર જિલ્લા, પૂર્વે કોમરામ ભીમ જિલ્લો, નૈઋત્યે મનચેરિયલ જિલ્લો, દક્ષિણે નિરમલ…
વધુ વાંચો >અડોની
અડોની (Adoni) : આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ શહેર 15 37´ ઉ. અ. અને 77 16´પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રની સપાટીથી 435 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર 38.16 ચો.કિમી. જેટલો છે. વસ્તીની દૃષ્ટિએ આંધ્રપ્રદેશમાં તેનો ક્રમ 13મો છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળામાં…
વધુ વાંચો >