ભૂગોળ

હ્યુરોન

હ્યુરોન : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યના પૂર્વમધ્યભાગમાં આવેલું શહેર તથા બીડલ પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 44° 21´ ઉ. અ. અને 98° 12´ પ. રે.. તે જેમ્સ નદીને કાંઠે વસેલું છે. આ શહેરનું હ્યુરોન નામ હ્યુરોન નામની ઇન્ડિયન જાતિ પરથી પડેલું છે. શિકાગોના વિભાગીય મુખ્યમથક તરીકે તેમજ ત્યાંની નૉર્થ વેસ્ટર્ન…

વધુ વાંચો >

હ્યૂસ્ટન (Houston)

હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે…

વધુ વાંચો >

હવાંગ (Hwange)

હવાંગ (Hwange) : પશ્ચિમ ઝિમ્બાબ્વેના ઉત્તર પ્રાંતનું નગર. જૂના વખતમાં તે વૅન્કલ નામે ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 18° 22´ દ. અ. અને 26° 29´ પૂ. રે.. અહીં નજીકમાં કોલસો મળી આવ્યો હોવાથી 1900ના અરસામાં તે સ્થપાયેલું; એ વખતે ત્યાં વસતા અબાનાન્ઝા લોકોના સરદાર વ્હાંગાના નામ પરથી તેનું નામ પડેલું.…

વધુ વાંચો >

બૉસ્નિયા-હર્ઝગોવિના

બૉસ્નિયા-હર્ઝગોવિના (Bosnia-Herzegovina) : યુગોસ્લા-વિયાથી છૂટો પડેલો અને સ્વતંત્ર બનેલો, મધ્ય યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 42° 30´થી 45° 10´ ઉ. અ. અને 15° 40´થી 19° 30´ પૂ. રે. વચ્ચેનો 15,129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તરે ક્રોએશિયા, પૂર્વે યુગોસ્લાવિયન પ્રજાસત્તાક સર્બિયા, પૂર્વે અને દક્ષિણે…

વધુ વાંચો >