ભૂગોળ
સોવેટો
સોવેટો : દક્ષિણ આફ્રિકામાં આવેલો અશ્વેત લોકોની વસ્તી ધરાવતો વિશાળ નિવાસી વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 15´ દ. અ. અને 27° 52´ પૂ. રે.. આ વિસ્તારમાં આશરે 10.73 લાખ (ઈ. સ. 2000) લોકો વસે છે, તે પૈકીના ઘણાખરા તો નજીકના જોહાનિસબર્ગમાં કામધંધાર્થે અવરજવર કરે છે. 29 પરાં ધરાવતો સોવેટોનો મ્યુનિસિપલ…
વધુ વાંચો >સોસાયટી ટાપુઓ (Society Islands)
સોસાયટી ટાપુઓ (Society Islands) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 17° 00´ દ. અ. અને 150° 00´ પ. રે.. ‘આર્ચિપેલ દ લા સોસાયટી’ના ફ્રેન્ચ નામથી ઓળખાતો ફ્રેન્ચ પૉલિનેશિયન વિસ્તારનો આ દ્વીપસમૂહ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 6760 કિમી. અંતરે તથા ફિજિથી પૂર્વમાં કૂક ટાપુઓ નજીક આવેલો છે.…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર તળ ગુજરાતની પશ્ચિમે આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ.થી 23° 34´ ઉ. અ. અને 68° 57´ પૂ. રે.થી 72° 10´ પૂ. રે. વચ્ચેનો 64,339 ચોકિમી. (ગુજરાત રાજ્યનો 32.8 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છના અખાત સહિતનો ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને…
વધુ વાંચો >સૌવીર દેશ
સૌવીર દેશ : સિંધુ નદી અને જેલમ નદી વચ્ચેનો પ્રદેશ. અત્યારે સિંધ પાસેના જે પ્રદેશને ‘મુલતાન’ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રદેશ ક્ષત્રપકાલમાં ‘સૌવીર દેશ’ તરીકે ઓળખાતો હતો. વૈદિક સમયના રાજા ઉશિનારાના પુત્ર શિબિએ સમગ્ર પંજાબ જીતી લઈને એના પુત્રો દ્વારા જે ચાર રાજ્યોની રચના કરી તેમાંનું એક સૌવીર રાજ્ય…
વધુ વાંચો >સ્કિલીના ટાપુઓ (Scilly Isles of)
સ્કિલીના ટાપુઓ (Scilly, Isles of) : ઍટલૅંટિક મહાસાગરમાં આવેલો ઇંગ્લૅન્ડની માલિકીનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.ની આજુબાજુનો 16 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 50 કરતાં પણ વધુ સંખ્યામાં આવેલા આ ટાપુઓ કૉર્નવૉલની નૈર્ઋત્યમાં કિનારાથી આશરે 40થી 58 કિમી. દૂરના અંતરમાં…
વધુ વાંચો >સ્કૅગર-રૅક
સ્કૅગર-રૅક : ઉત્તર સમુદ્રનો ફાંટો. આ ફાંટો ઉત્તરના નૉર્વે-સ્વીડનને દક્ષિણના ડેન્માર્કથી અલગ પાડી આપે છે. તેની લંબાઈ 209 કિમી. જેટલી છે. તે ઉત્તર સમુદ્ર અને કટીગૅટ વચ્ચે કડીરૂપ હોવાથી તેનું મહત્વ છે. તેની બે ખાડીઓ બાલ્ટિક સમુદ્રમાં જવાના પ્રવેશમાર્ગો બની રહેલી છે. જુટલૅન્ડના કાંઠા પર જહાજો માટે સારું બારું અસ્તિત્વ…
વધુ વાંચો >સ્કૅનકર રે’ગનૅર
સ્કૅનકર રે’ગનૅર (જ. 8 જૂન 1934, સ્ટોરા સ્કેડવી, સ્વીડન) : સ્વીડનના શૂટિંગના ખેલાડી. વ્યવસાયે તેઓ બંદૂકના ઉત્પાદક હતા. ઑલિમ્પિક મેડલિસ્ટ તરીકેનો તેમનો 20 વર્ષનો ગાળો છે. ફ્રી પિસ્તોલમાં તેઓ 1972માં સુવર્ણચન્દ્રક તથા 1984 અને 1988માં રજતચન્દ્રક તેમજ 1992માં કાંસ્યચન્દ્રકના વિજેતા બન્યા. મહત્વના ઑલિમ્પિક વિક્રમમાં ઉમેરણ તરીકે તેઓ આ સ્પર્ધામાં 1976માં…
વધુ વાંચો >સ્કૅન્ડિનેવિયા
સ્કૅન્ડિનેવિયા યુરોપ ભૂમિખંડના વાયવ્ય ભાગમાં સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ, જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ તેમજ તેમને અડીને આવેલા અન્ય ટાપુઓથી રચાતો સમગ્ર ભૂમિપ્રદેશ. તેમાં સામાન્ય રીતે નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણ દેશોને સમાવવામાં આવે છે. ખાસ કરીને તેમનાં સ્થાન, ભૂસ્તરીય રચના, જાતિ અને ભાષાકીય દૃષ્ટિએ જોતાં આ પ્રદેશ એક ભૌગોલિક એકમ રચે…
વધુ વાંચો >સ્કૉટલૅન્ડ
સ્કૉટલૅન્ડ : જુઓ બ્રિટન.
વધુ વાંચો >સ્કૉશિયા સમુદ્ર (scotia sea)
સ્કૉશિયા સમુદ્ર (scotia sea) : દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના જળવિસ્તાર સાથે સંકળાયેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 56° દ. અ. અને 40° પ. રે.ની આજુબાજુનો આશરે 9 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના તળ પર લાવાનાં પ્રસ્ફુટનોથી તૈયાર થતી જતી મધ્ય મહાસાગરીય ડુંગરધારના દક્ષિણ છેડારૂપ હારમાળા આ…
વધુ વાંચો >