ભૂગોળ

સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty)

સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty) : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના સ્વાતંત્ર્યની યાદ અપાવતું, ન્યૂયૉર્ક શહેરમાં આવેલું, ખૂબ જ લોકપ્રિય બનેલું ભૂમિચિહ્ન. ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર ટાવર સમું બની રહેલું તાંબાનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ બનાવે છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને…

વધુ વાંચો >

સ્વિટ્ઝર્લૅન્ડ

સ્વિટ્ઝર્લૅન્ડ યુરોપના મધ્યભાગમાં આવેલો નાનો ભૂમિબંદિસ્ત, સમવાયતંત્રી દેશ. ભૌગોલિક સ્થાન : તે 45° 45´થી 47° 45´ ઉ. અ. અને 6° 00´થી 10° 30´ પૂ. રે. વચ્ચેનો 1,355 ચોકિમી.ના આંતરિક જળવિસ્તાર સહિત કુલ 41,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ તેના ખૂબ જ સુંદર, રમણીય હિમાચ્છાદિત પર્વતો તેમજ સ્વાતંત્ર્યપ્રેમી…

વધુ વાંચો >

સ્વીડન

સ્વીડન : જુઓ સ્કેન્ડિનેવિયા.

વધુ વાંચો >

સ્વેનસિયા (Swansea)

સ્વેનસિયા (Swansea) : સાઉથ વેલ્સમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક મથક અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 51° 35´ ઉ. અ. અને 3° 52´ પ. રે.ની આજુબાજુનો 378 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સ્થાનિક વેલ્શ નામ ઍબરતાવ છે. આ નામ સ્વેનસિયા અખાતને મથાળે ઠલવાતી તાવ નદીમુખ પરથી પડેલું છે.…

વધુ વાંચો >

સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk)

સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk) : રશિયાઈ વિસ્તારના યુરલ પર્વતોમાં આવેલું યંત્રો બનાવતું ઉત્પાદનકેન્દ્ર અને વેપારી મથક. ભૌગોલિક સ્થાન : 56° 51´ ઉ. અ. અને 60° 36´ પૂ. રે.. તે મૉસ્કોથી ઈશાનમાં આશરે 1,930 કિમી.ને અંતરે યુરલ પર્વતોના પૂર્વ ઢોળાવ પર આવેલું છે. આ શહેર યુરલ વિસ્તારનું મોટામાં મોટું શહેર છે. અહીં યાંત્રિક…

વધુ વાંચો >

હજીરા

હજીરા : સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ અને બંદર. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે.. તે તાપી નદીના જમણા કાંઠે આવેલા મુખત્રિકોણપ્રદેશની પંકભૂમિ નજીક વસેલું છે. નદીના ડાબા કાંઠા પર પ્રવાસન-મથક તરીકે જાણીતું ડુમસ આવેલું છે. હજીરાની પૂર્વમાં આશરે 30…

વધુ વાંચો >

હઝારીબાગ

હઝારીબાગ : ઝારખંડ રાજ્યમાં ઉત્તર છોટાનાગપુર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 59´ ઉ. અ. અને 85° 21´ પૂ. રે.ની આજુબાજુનો 5,965 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કોડર્મા, પૂર્વમાં ગિરિદિહ અને બોકારો, દક્ષિણમાં રાંચી તથા પશ્ચિમમાં ચત્રા જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્ય–પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લામથક…

વધુ વાંચો >

હડસન (Hudson)

હડસન (Hudson) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 44´ ઉ. અ. અને 74° 02´ પ. રે.. હડસન નદીના પૂર્વ કાંઠે આવેલું આ શહેર આલ્બેની શહેરથી દક્ષિણે 45 કિમી.ને અંતરે વસેલું છે. આ સ્થળે ડચ પ્રજાએ 1662માં સર્વપ્રથમ વસાહત સ્થાપી હતી. સુગંધીદાર ઘાસના ક્ષેત્રની શોધ…

વધુ વાંચો >

હડસન નદી

હડસન નદી : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલી નદી તથા મહત્વનો વેપારી જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 42° ઉ. અ. અને 74° પ. રે.. તે ઍડિરૉનડૅક પર્વતના 1,317 મીટર ઊંચાઈએ આવેલા ટિયર-ઑવ્-ધ-ક્લાઉડ્ઝ નામના સરોવરમાંથી નીકળે છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ન્યૂયૉર્ક શહેર નજીક આટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે. તેની લંબાઈ…

વધુ વાંચો >

હડસનની સામુદ્રધુની

હડસનની સામુદ્રધુની : આટલાંટિક મહાસાગરમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 62° 30´ ઉ. અ. અને 72° 00´ પ. રે.. આ સામુદ્રધુની બેફિન ટાપુસમૂહ અને ઉત્તર ક્વિબૅક(કૅનેડા)ની મધ્યમાં આવેલી છે. તે હડસનના અખાતને લાબ્રાડોર સમુદ્ર સાથે સાંકળે છે. તેની લંબાઈ 800 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 64–240 કિમી. જેટલી છે. તેની સૌથી…

વધુ વાંચો >