ભૂગોળ
સિલી ટાપુઓ
સિલી ટાપુઓ : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલના છેડા પરના લૅન્ડ્ઝ એન્ડથી પશ્ચિમે આશરે 40 કિમી. અંતરે આવેલા આટલાન્ટિક મહાસાગરના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.. આ ટાપુજૂથમાં આશરે 150 જેટલા ટાપુઓ છે, તે પૈકીના માત્ર પાંચ ટાપુઓ પર જ વસ્તી છે. તેમનો કુલ વિસ્તાર માત્ર…
વધુ વાંચો >સિલેશિયા
સિલેશિયા : નૈર્ઋત્ય પોલૅન્ડમાં આવેલો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 00´ ઉ. અ. અને 16° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 49,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમાં સુદેતીસ પર્વતો અને ઓડર નદીની ઉપલી ખીણનો સમાવેશ થાય છે. સમગ્ર વિસ્તાર આશરે 1 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. આ પ્રદેશમાં…
વધુ વાંચો >સિલ્ચર (Silchar)
સિલ્ચર (Silchar) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 24° 49´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.. આ નગર બાંગ્લાદેશની સરહદ નજીક સુરમા નદીને કાંઠે વસેલું છે. તે કાચાર જિલ્લાનું વહીવટી મથક છે. અહીં સુરમા નદીના ખીણવિસ્તારમાં ડાંગર અને અન્ય કૃષિપેદાશોનું તથા ટેકરીઓના ઢોળાવો પર તૈયાર…
વધુ વાંચો >સિલ્ટ (Silt)
સિલ્ટ (Silt) : એક પ્રકારનો નિક્ષેપ. મિમી.થી મિમી. વ્યાસના પરિમાણવાળા સૂક્ષ્મકણોથી તે બનેલો હોય છે. 80 % કે તેથી વધુ સિલ્ટ હોય અને 12 % કે તેથી ઓછી માટી હોય, એ પ્રકારના ઘટકોના બંધારણવાળી જમીનને પણ સિલ્ટ કહેવાય. પ્રધાનપણે સિલ્ટ-કક્ષાના કણોથી ઘનિષ્ઠ બનેલા, અતિસૂક્ષ્મ દાણાદાર ખડકને સિલ્ટપાષાણ (Siltstone) કહી શકાય.…
વધુ વાંચો >સિલ્ટસ્ટોન
સિલ્ટસ્ટોન : જુઓ સિલ્ટ
વધુ વાંચો >સિસિલી
સિસિલી : ભૂમધ્ય સમુદ્રના મધ્યભાગમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 37° 30´ ઉ. અ. અને 14° 00´ પૂ. રે.. તેનો કુલ વિસ્તાર 25,708 ચોકિમી. જેટલો હોવાથી તે ભૂમધ્ય સમુદ્રનો સૌથી મોટો ટાપુ છે. મેસિનાની સામુદ્રધુનીથી સિસિલી અને ઇટાલીની મુખ્ય ભૂમિ જુદાં પડે છે. ભૂપૃષ્ઠ-આબોહવા : સિસિલીના ભૂપૃષ્ઠનો 85 %થી વધુ…
વધુ વાંચો >સિહોર (Sehore)
સિહોર (Sehore) : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 30´થી 23° 40´ ઉ. અ. અને 76° 30´થી 78° 00´ પૂ. રે. વચ્ચેનો 6,578 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિટિશ હકૂમત વખતે પણ તે ભોપાલના દેશી રાજ્યનો એક અલગ…
વધુ વાંચો >સિંક્યાંગ (Sinkiang)
સિંક્યાંગ (Sinkiang) : ચીનના સૌથી મોટા ગણાતા ચાર સ્વાયત્ત પ્રદેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 35°થી 50´ ઉ. અ. અને 75°થી 95´ પૂ. રે. વચ્ચેનો આશરે 16,46,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, જે ચીનના કુલ ક્ષેત્રફળનો ભાગ ધરાવે છે. તેના ઈશાનમાં મૉંગોલિયા, પૂર્વમાં ગાન્શુ અને કિંઘહાઈ (Qinghai)…
વધુ વાંચો >સિંગાપોર
સિંગાપોર : અગ્નિ એશિયામાં આશરે 01° 17´ ઉ. અ. તથા 103° 51´ પૂ. રે. પર મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ દેશ. તેનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી લગભગ 129 કિમી. ઉત્તરમાં છે. સિંગાપોરની ઉત્તરમાં મલેશિયા અને દક્ષિણમાં ઇન્ડોનેશિયા દેશોની જલસીમાઓ આવેલી છે, જ્યારે તેની પશ્ચિમ બાજુએ મલાક્કાની સામુદ્રધુની અને પૂર્વ બાજુએ…
વધુ વાંચો >સિંઘભૂમ
સિંઘભૂમ : ઝારખંડ રાજ્યમાં આવેલા બે જિલ્લા : (1) પશ્ચિમ સિંઘભૂમ અને (2) પૂર્વ સિંઘભૂમ. પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો (1) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો : ઝારખંડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 34´ ઉ. અ. અને 85° 49´ પૂ. રે.ની આજુબાજુનો 5,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…
વધુ વાંચો >