ભૂગોળ

સિંધુદુર્ગ

સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા…

વધુ વાંચો >

સીએટલ (Seattle)

સીએટલ (Seattle) : યુ.એસ.ના વાયવ્ય છેડા પરના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલું મોટું શહેર, વેપારીમથક અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 40´ ઉ. અ. અને 122° 18´ પ. રે.. આ શહેર પૅસિફિક મહાસાગરથી આશરે 200 કિમી. અંતરે પજેટના અખાતના પૂર્વ કાંઠે જુઆન દ ફુકાની સામુદ્રધુની પર આવેલું છે. સીએટલના મોકાના સ્થાનને કારણે…

વધુ વાંચો >

સીતાપુર

સીતાપુર : ઉત્તરપ્રદેશના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 06´થી 27° 54´ ઉ. અ. અને 80° 18´થી 81° 24´ પૂ. રે. વચ્ચેનો 5,743 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સીતાપુર તેની ઉત્તરે ખેરી જિલ્લો, પૂર્વ તરફ બહરૈચ જિલ્લો, અગ્નિ તરફ બારાબંકી…

વધુ વાંચો >

સીતામઢી (Sitamadhi)

સીતામઢી (Sitamadhi) : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો સરહદી જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 36´ ઉ. અ. અને 85° 29´ પૂ. રે.ની આજુબાજુનો 2627.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વે મધુબની, અગ્નિ તરફ દરભંગા, દક્ષિણે મુઝફ્ફરપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

સીમા-સરહદ (Boundary Frontier)

સીમા-સરહદ (Boundary Frontier) : પાસપાસે આવેલા કોઈ પણ બે પડોશી દેશો કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ હેઠળના વિસ્તારો વચ્ચે નિયત કરેલી રેખા. સીમા એ રીતે રેખીય લક્ષણ બને છે. સીમાને સ્પર્શીને આવેલા જે તે દેશનો આંતરિક વિસ્તાર તે દેશની લશ્કરી દેખરેખ હેઠળ જળવાતો હોય છે, જેને સરહદ કહેવાય છે. આ જ રીતે…

વધુ વાંચો >

સીમા સુરક્ષા દળ

સીમા સુરક્ષા દળ (Border Security Force) : સીમા સુરક્ષા દળ (BSF) નામ અનુસાર ભારતીય સીમાઓનું રક્ષણ કરે છે. આ દળની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ થઈ હતી. તેનું સૂત્ર છે –‘जीवन पर्यन्त कर्तव्य.’તેના પ્રથમ ડિરેક્ટર જનરલ (DG)કે એફ રુસ્મતજી હતાં અને હાલ ડિરેક્ટર જનરલ સુજૉય લાલ થાઓસેન છે. ડીજી તરીકે…

વધુ વાંચો >

સીર દરિયા

સીર દરિયા : ઉઝબેક, તાજિક અને કઝાખ દેશોમાંથી વહેતી નદી. તે પૂર્વ ફરઘાના ખીણપ્રદેશમાં નાર્યન અને કારા દરિયા નદીઓના સંગમથી બને છે અને તેનાં પાણી અરલ સમુદ્રમાં ઠલવાય છે. તેનો મુખપ્રદેશ 46° ઉ. અ. અને 61° પૂ. રે. પર આવેલો છે. સીર દરિયા નદીની પોતાની લંબાઈ 2212 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

સીરિયા

સીરિયા : ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો અરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 32° 30´થી 37° 30´ ઉ. અ. અને 36°થી 42° 30´ પૂ. રે. વચ્ચેનો 1,85,180 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 829 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 748 કિમી. છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં…

વધુ વાંચો >

સુએઝ (અખાત)

સુએઝ (અખાત) : ઉત્તર આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગ અને ઇજિપ્તની પૂર્વ તરફ આવેલા સિનાઈ દ્વીપકલ્પ વચ્ચેનો રાતા સમુદ્રનો નૈર્ઋત્ય ફાંટો. જબલની સામુદ્રધુની ખાતેના તેના મુખભાગથી સુએઝ શહેર સુધીની અખાતની લંબાઈ 314 કિમી. જેટલી છે. આ અખાત સુએઝની નહેર મારફતે ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાય છે. આ અખાતને કાંઠે આવેલી વસાહતો મુખ્યત્વે…

વધુ વાંચો >

સુએઝ (શહેર)

સુએઝ (શહેર) : સુએઝના અખાતમાં સુએઝ નહેરના દક્ષિણ છેડાના પ્રવેશસ્થાને આવેલું ઇજિપ્તનું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 29° 58´ ઉ. અ. અને 32° 33´ પૂ. રે.. સુએઝ એક બંદર તરીકે પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે. આ સ્થળનું બંદર તરીકે તો ઘણું મહત્વ છે, તેમ છતાં 1869માં સુએઝ નહેરનું…

વધુ વાંચો >