બળદેવભાઈ કનીજિયા
મહેતા, નરેશ
મહેતા, નરેશ [જ. 15 ફેબ્રુઆરી 1922, શાજાપુર (માળવા), મધ્યપ્રદેશ; અ. 22 નવેમ્બર 2000, ભોપાલ] : હિંદી ભાષાના કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. તેમનું મૂળ નામ પૂર્ણશંકર શુક્લ હતું. સંપન્ન વૈષ્ણવ પરિવારમાં જન્મ. મૂળ ગુજરાતના, પરંતુ પેઢીઓથી તેમના પૂર્વજો મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરણ્ય’ માટે 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…
વધુ વાંચો >મહેતા, મુ.
મહેતા, મુ. (જ. 1945, પેરિયકુળમ્, જિ. તેની, તમિળનાડુ) : તમિળ કવિ અને વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘આકાયતુક્કુ અડુત્તવીડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તમિળ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ પૂર્ણકાલીન લેખક છે. અત્યાર સુધીમાં તેમણે 33 ગ્રંથો આપ્યા છે. 1974માં…
વધુ વાંચો >મહેતા, રમા
મહેતા, રમા (જ. 1923, નૈનિતાલ, ઉ. પ્ર.; અ. 1978) : પ્રખ્યાત ભારતીય અંગ્રેજી નવલકથાકાર અને સમાજશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઇન્સાઇડ ધ હવેલી’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે લખનૌની ઇસાબેલા થૉબર્ન કૉલેજમાંથી બી.એ. થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકામાં મિશિગન…
વધુ વાંચો >મહેશ ચંપકલાલ (ડૉ.)
મહેશ ચંપકલાલ (ડૉ.) (જ. 25 ઑક્ટોબર 1951, મ્બાલે, પૂર્વ આફ્રિકા) : નાટ્યવિદ, અભિનેતા અને દિગ્દર્શક. તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી 1987માં ‘ભરત મુનિનો અભિનયસિદ્ધાંત’ વિશે સંશોધન કરી નાટકમાં પીએચ.ડી.ની ડિગ્રી તથા 1996માં ‘નાટકમાં ભાષા’ અંગે સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1973થી 1981 દરમિયાન તેઓ મુંબઈની વ્યાવસાયિક…
વધુ વાંચો >મંગેશકર, સુમન
મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી,…
વધુ વાંચો >મંચલેખા
મંચલેખા : 1468થી 1967 સુધીના આસામી થિયેટર વિશેની વ્યાપક તવારીખનો ગ્રંથ. આ ગ્રંથને 1969ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1468થી 1967 સુધીના ગાળાના આસામી રંગમંચના અભ્યાસને શક્ય તેટલો સર્વગ્રાહી બનાવવા વિસ્તૃત સામગ્રી એકત્રિત કરવામાં લેખક અતુલચંદ્ર હઝારિકા(જ. 1906)એ ખંત અને કાળજીપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ગ્રંથમાં…
વધુ વાંચો >માડગૂળકર, ગ. દિ.
માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા. 1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ…
વધુ વાંચો >માડગૂળકર, વ્યંકટેશ દિગંબર
માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું.…
વધુ વાંચો >માતાનો મઢ
માતાનો મઢ : કચ્છના પશ્ચિમ કિનારે ભુજથી 100 કિમી. દૂર આવેલું કચ્છના રાજવીઓનાં કુળદેવી મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા એ મહાલક્ષ્મી-મહાકાળી-મહાસરસ્વતીનું સ્વરૂપ છે. ભાવિકોનો એક વર્ગ તેમને આઈ આવળનું સ્વરૂપ માને છે. એક કિંવદંતી અનુસાર, 1,500 વર્ષ પહેલાં મારવાડનો દેવચંદ વેપારી તેની વણજાર સાથે હાલના મઢના સ્થાનકે નવરાત્રિ કરવા રોકાયેલો.…
વધુ વાંચો >માથુર, ગિરિજાકુમાર
માથુર, ગિરિજાકુમાર (જ. 1919, અશોકનગર, જિ. ગુના, મધ્યપ્રદેશ) : હિંદી ભાષાના પ્રયોગશીલ કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મૈં વક્ત કે હૂં સામને’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. એ. અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત વકીલાતનો વ્યવસાય કર્યા બાદ 1943માં આકાશવાણીમાં…
વધુ વાંચો >