પ્રાણીશાસ્ત્ર

લીશ્મનિયા (Leishmania)

લીશ્મનિયા (Leishmania) : રેતીમાખી (phlebotomus) વડે રક્ત ચૂસવાથી માનવશરીરનાં અંતરંગોમાં પ્રવેશીને હાનિ પહોંચાડતો પરોપજીવી ઉપદ્રવી પ્રજીવ (protozoon). પ્રજીવ સમુદાયના કશાધારી (mastigophera) વર્ગના આ સૂક્ષ્મજીવનો સમાવેશ Leishmaniadae કુળમાં થયેલો છે. કશા (flagellum) વડે પ્રચલન કરી તે માનવશરીરના વિવિધ ભાગોમાં પ્રસ્થાપિત થઈને ચેપ લગાડે છે અને નુકસાન કરે છે. આ પ્રજીવની L.…

વધુ વાંચો >

લૉરેન્ઝ, કૉનરૅડ

લૉરેન્ઝ, કૉનરૅડ (જ. 7 નવેમ્બર 1903, વિયેના; અ. 27 ફેબ્રુઆરી 1989, ઑલ્ટેનબર્ગ) : આધુનિક પ્રાણી-વર્તનવિજ્ઞાનના સ્થાપક, નોબેલ પુરસ્કાર-વિજેતા અને ઑસ્ટ્રિયન પ્રાણીશાસ્ત્રી. તેઓ અસ્થિચિકિત્સક (orthopaedic surgeon) પ્રા. ઍડૉલ્ફ લૉરેન્ઝના પુત્ર હતા. પિતાશ્રીની ઇચ્છાને માન આપી 1922માં આયુર્વિજ્ઞાનના અભ્યાસાર્થે કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં જોડાયા; પરંતુ વિયેના પાછા આવી વિયેના યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ ચાલુ…

વધુ વાંચો >

લોંકડી (Indian fox or Bengal fox)

લોંકડી (Indian fox or Bengal fox) : ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળતું નાના કદનું પ્રાણી. તેનું કુળ કેનિડિસ અને શાસ્ત્રીય નામ Vulpes bengalensis છે. તે સ્થાનિક રીતે બંગાળી લોંકડી, લોંકડી, લોમડી અને લોકરી નામથી ઓળખાય છે. તેની લંબાઈ 80 સેમી. અને ઊંચાઈ 30 સેમી. જેટલી હોય છે. તેનું વજન 6…

વધુ વાંચો >

વણિયર (civet)

વણિયર (civet) : રુવાંટી જેવા વાળ ધરાવતું એક નિશાચારી સસ્તન પ્રાણી. વણિયરનો સમાવેશ માંસાહારી (Carnivora) શ્રેણીના Viverridae કુળમાં થાય છે. ભારતમાં તેની બે જાતો લગભગ સર્વત્ર વસે છે. ભારતીય વણિયર (Indian civet) નામે ઓળખાતી જાતનું શાસ્ત્રીય નામ છે Viverra zibetha. તાડી વણિયર નામે ઓળખાતી બીજી જાતનું શાસ્ત્રીય નામ છે Pavadoxuru…

વધુ વાંચો >

વન્ય જીવો

વન્ય જીવો : સંરક્ષણ અને વ્યવસ્થાપન : વન કે અન્ય પ્રાકૃતિક પર્યાવરણમાં ઊછરતા, પાંગરતા અને વિચરતા પ્રાણીજીવો (wild life). સામાન્ય રીતે મનુષ્યના સહવાસમાં રહેતાં પાળેલાં પશુપંખીઓ સિવાયનાં જંગલી પ્રાણીઓને વન્ય પ્રાણી કે જીવો ગણવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક કાળમાં મનુષ્યજાતિ પણ એક વન્યજીવ હતો. આજે પણ ઍમેઝોન અને કૉંગોનાં ગાઢ જંગલોમાં…

વધુ વાંચો >

વરુ (wolf)

વરુ (wolf) : માંસાહારી (carnivora) શ્રેણીના કૅનિડે કુળનું માંસાહારી સસ્તન પ્રાણી. વૈજ્ઞાનિક નામ canis lupus pallipses છે. સ્થાનિક નામ નાર, ભાગડ, લાગડ છે. આ એક વન્ય પ્રાણી છે. તેની લંબાઈ 100 સેમી.થી 140 સેમી.ની હોય છે. જ્યારે ઊંચાઈ 65 સેમી. અને વજન 18 કિગ્રા.થી 27 કિગ્રા. જેટલું હોય છે. આયુષ્ય…

વધુ વાંચો >

વર્ગીકરણ (જીવવિજ્ઞાન)

વર્ગીકરણ (જીવવિજ્ઞાન) : સમાન લાક્ષણિકતાઓના આધારે સજીવોનું વિવિધ સમૂહોમાં કરવામાં આવતું વિભાગીકરણ. સજીવોના વર્ગીકરણના સૌથી મોટા એકમોને જીવસૃદૃષ્ટિ (kingdom) તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જીવસૃદૃષ્ટિનું વિભાજન સમુદાયો (phylum) / વિભાગો(division)માં કરવામાં આવે છે. સમુદાયો/વિભાગોનું વર્ગ(class)માં, વર્ગનું શ્રેણી(order)માં, શ્રેણીનું કુળ(family)માં, કુળનું પ્રજાતિ(genus)માં અને પ્રજાતિનું જાતિ(species)માં કરવામાં આવે છે. અગાઉ સજીવોનું વિભાજન…

વધુ વાંચો >

વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર)

વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીઓ દ્વારા આદરવામાં આવતી કોઈ પણ પ્રકારની સક્રિયતા. બધાં પ્રાણીઓ એક યા બીજી રીતે સતત સક્રિય રહે છે. તેમનું આ વર્તન ફરજિયાત, મરજિયાત અથવા સ્વયંસ્ફુરિત હોઈ શકે છે. ભક્ષકોથી સાવધ રહેવું તે એક ફરજિયાત પ્રક્રિયા રહે છે; જ્યારે કોઈ એકાદ ઘટના કે વ્યક્તિ પ્રત્યે અણગમો…

વધુ વાંચો >

વહેલ (whale)

વહેલ (whale) : માછલી જેવા આકારનું, કદમાં મોટું એવું એક દરિયાઈ સસ્તન પ્રાણી. જોકે થોડીક વહેલ નદીઓમાં પણ વસતી હોય છે. દુનિયામાં વસતા સૌથી મોટા કદનું પ્રાણી વાદળી વહેલ (Blue whale), 30 મીટર જેટલું લાંબું અને 200 ટન વજનવાળું હોય છે; પરંતુ બેલુગૅસ વહેલની લંબાઈ માત્ર 3થી 5 મીટર જેટલી…

વધુ વાંચો >

વાગોળ

વાગોળ : ઉડ્ડયન કરવા અનુકૂલન પામેલું એક સસ્તન પ્રાણી; જેના અગ્રપાદ પાંખમાં રૂપાંતર પામેલા છે. હસ્ત-પાંખ (Chiro-ptera) શ્રેણીનાં આ પ્રાણીઓ મોટે ભાગે નિશાચર જીવન પસાર કરતાં હોય છે અને દિવસ દરમિયાન તેઓ ગુફાઓ, તિરાડ, ઝાડની બખોલો જેવાં સ્થળોએ ઊંધી રીતે લટકીને વિશ્રાંતિ લેતાં હોય છે; જ્યારે રાત્રે ક્રિયાશીલ બને છે.…

વધુ વાંચો >