પ્રાણીશાસ્ત્ર

રીંછ (Bear)

રીંછ (Bear) : ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના…

વધુ વાંચો >

રૂપાંતરણ (metamorphosis) (પ્રાણીશાસ્ત્ર)

રૂપાંતરણ (metamorphosis) (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીના જન્મથી પુખ્ત અવસ્થા સુધીના વર્ધનકાલ દરમિયાન વિવિધ કક્ષાઓમાંથી પસાર થઈને તદ્દન ભિન્ન સ્વરૂપ પ્રાપ્ત કરવાની પરિવર્તન-ક્રિયા. બળદ, ઘોડા કે માનવી જેવા ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓનાં સંતાનો જન્મથી જ દેખાવમાં પુખ્ત પ્રાણીઓ જેવાં હોય છે; જ્યારે જમીન પર વસતા મોટાભાગના કીટકો, તેમજ દરિયામાં વસતા ઘણાં પ્રાણીઓનાં સંતાનો…

વધુ વાંચો >

રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ

રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા…

વધુ વાંચો >

રે માછલી

રે માછલી : જુઓ કાસ્થિ મત્સ્યો.

વધુ વાંચો >

રોમર, આલ્ફ્રેડ શેરવુડ

રોમર, આલ્ફ્રેડ શેરવુડ (જ. 5 ડિસેમ્બર 1894, વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક; અ. 5 નવેમ્બર 1973, કેમ્બ્રિજ) : પૃષ્ઠવંશી પ્રાણીઓની ઉત્ક્રાંતિનો સ્પષ્ટ ખ્યાલ આપનાર એક ખ્યાતનામ જીવાવશેષવિજ્ઞાની (palaeontologist). તેમણે તુલનાત્મક શારીરિકી (comparative anatomy) અને ગર્ભવિજ્ઞાન(embryology)ના સચોટ પુરાવાઓને આધારે  પૃષ્ઠવંશી પ્રાણીઓના જીવાવશેષવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આલ્ફ્રેડ રોમરનો જન્મ એક ગરીબ…

વધુ વાંચો >

લક્કડખોદ (wood-pecker)

લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે. વૈશિષ્ટ્યપૂર્ણ…

વધુ વાંચો >

લાઇપિડ

લાઇપિડ : જુઓ જૈવિક એકમો.

વધુ વાંચો >

લિનિયસ, કૅરોલસ

લિનિયસ, કૅરોલસ (જ. 27 મે 1707, રાશુલ્ટ; અ. 10 જાન્યુ. 1778, ઉપસાલા) : સ્વીડનના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને વર્ગીકરણવિજ્ઞાની. તેમણે સજીવોની પ્રજાતિ (genera) અને જાતિ(species)ને વ્યાખ્યાયિત કરવા માટેના સૌપ્રથમ વાર સિદ્ધાંતો આપ્યા અને તેમનું નામકરણ કરવા દ્વિનામી-નામકરણ (binomial nomenclature) પદ્ધતિ આપી. તેઓ નીલ્સ લિનિયસ નામના ખ્રિસ્તી પાદરીના પુત્ર હતા. તેઓ આઠ…

વધુ વાંચો >

લિંગ-દ્વિરૂપતા

લિંગ-દ્વિરૂપતા : સજીવની એક જ જાતિના નર અને માદા વચ્ચે રંગ, આકાર, કદ અને રચનામાં જોવા મળતા તફાવતો. આ તફાવતો જનીનિક દ્રવ્યમાં રહેલી એક અથવા બીજી લિંગી ભાત (sexual pattern) આનુવંશિક બનતાં ઉત્પન્ન થાય છે. આ તફાવતો ઘણા મોટા હોઈ શકે; દા.ત., લિંગી પસંદગી (sexual selection) માટેના અનુકૂલન (adaptation) સ્વરૂપે…

વધુ વાંચો >

લીશ્મનિયા (Leishmania)

લીશ્મનિયા (Leishmania) : રેતીમાખી (phlebotomus) વડે રક્ત ચૂસવાથી માનવશરીરનાં અંતરંગોમાં પ્રવેશીને હાનિ પહોંચાડતો પરોપજીવી ઉપદ્રવી પ્રજીવ (protozoon). પ્રજીવ સમુદાયના કશાધારી (mastigophera) વર્ગના આ સૂક્ષ્મજીવનો સમાવેશ Leishmaniadae કુળમાં થયેલો છે. કશા (flagellum) વડે પ્રચલન કરી તે માનવશરીરના વિવિધ ભાગોમાં પ્રસ્થાપિત થઈને ચેપ લગાડે છે અને નુકસાન કરે છે. આ પ્રજીવની L.…

વધુ વાંચો >