પ્રાણીશાસ્ત્ર
હીકેલ અર્ન્સ્ટ (Haeckel Ernst)
હીકેલ, અર્ન્સ્ટ (Haeckel Ernst) (જ. 16 ફેબ્રુઆરી 1834, પોટ્સડેમ, પ્રુસિયા; અ. 9 ઑગસ્ટ 1919, જેના, જર્મની) : જર્મન પ્રાણીશાસ્ત્રી અને પુનર્જન્માન્તરવાદ(theory of recapitulation)-ના પુરસ્કર્તા. આ વાદ મુજબ દરેક પ્રાણીના ગર્ભવિકાસના તબક્કામાં તેના સમૂહના વિકાસનું પુનરાવર્તન થાય છે (ontogeny recapitulates phylogeny). તેઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રખર પુરસ્કર્તા તરીકે જાણીતા છે. કાર્લ…
વધુ વાંચો >હૃદય
હૃદય : લોહીના પરિભ્રમણ માટે શરીરમાં સ્વયંસંચાલિત પંપનું કાર્ય કરતું અંગ. તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓ (મનુષ્ય સહિત) અને ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં (higher invertebrates) રુધિરના પરિભ્રમણ માટે વિવિધ રચના ધરાવતાં હૃદય જોવા મળે છે. તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં…
વધુ વાંચો >હોરા સુંદરલાલ
હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…
વધુ વાંચો >હોલો
હોલો : કબૂતરના વર્ગનું, કબૂતર કરતાં નાનું પરંતુ કાબર કરતાં મોટું ઘર-આંગણાનું નિર્દોષ ભડકણ પક્ષી. વર્ગીકરણમાં કબૂતર અને હોલાનો કોલુમ્બિડી શ્રેણીમાં સમાવેશ થાય છે. કબૂતર અને હોલામાં ખૂબ મળતાપણું છે. કબૂતરની પ્રજાતિ કોલુમ્બા છે, જેમાં 51 જાતિઓ (species) મળી આવે છે. હોલા કે ડવની પ્રજાતિ સ્ટ્રેપ્ટોપેલિયા છે. નર હોલો –…
વધુ વાંચો >