પુરાતત્વ

અક્કેડીઅન સંસ્કૃતિ

અક્કેડીઅન સંસ્કૃતિ : પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં અક્કડના નામથી ઓળખાતા બેબિલોનિયાના ઉત્તર ભાગમાં ઈ. સ. પૂ. 3000ના ગાળામાં વસેલી અક્કેડીઅન પ્રજાની સંસ્કૃતિ. ઈ. સ. પૂ. 2750ની આસપાસ સારગોન પહેલાએ આ પ્રદેશનાં નગરોને એકત્રિત કર્યાં. પછી આ પ્રદેશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. સારગોને સુમેરિયનો ઉપર વિજય મેળવી પોતાની સત્તા ઈરાની…

વધુ વાંચો >

અત્રંજી ખેડા

અત્રંજી ખેડા : આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળનો સંસ્કૃતિદર્શક ટીંબો. તે ઉત્તરપ્રદેશના ઇટાવાથી 16 કિમી. ઉત્તરે કાળી નદીના જમણા કાંઠે આવેલો છે. તે 1,200 × 400 × 6થી 12 મીટર માપનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રો. નૂરુલ હસન અને પ્રો. ગૌર દ્વારા 1961થી 1967 સુધી ઉત્ખનિત. તેના કુલ છ સાંસ્કૃતિક તબક્કાઓ…

વધુ વાંચો >

અત્રિ છોટુભાઈ મકનજી

અત્રિ છોટુભાઈ મકનજી (જ. 4 જાન્યુઆરી 1931, જામખંભાળિયા, જિ. જામનગર) : ગુજરાતના એક પુરાતત્વવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન ખંભાળિયામાં. સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે સ્નાતક 1957માં. 1959માં સંસ્કૃત-ગુજરાતી સાથે એમ.એ.. 1959થી 1967 સુધી જૂનાગઢ સંગ્રહાલયમાં ક્યુરેટર. 1963થી 1965 સુધી દિલ્હી પુરાતત્વ ડિપ્લોમાના અભ્યાસમાં. 1967થી 1974 અધીક્ષક, પુરાતત્વવિદ, પશ્ર્ચિમ વર્તુળ,…

વધુ વાંચો >

અપરાજિતપૃચ્છા

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અભિલેખ

અભિલેખ : કોતરેલું લખાણ. શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. એ મુદ્રા, શૈલ, ફલક, તકતી, સ્તંભ, યષ્ટિ, પાળિયા, ભાણ્ડ, મંજૂષા, સમુદગક, ગુફાભિત્તિ કે પ્રતિમા રૂપે હોય છે. માટી, ઈંટ-મુદ્રાંક, મૃદભાણ્ડ, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરાં; સિક્કા,…

વધુ વાંચો >

અભિલેખવિદ્યા

અભિલેખવિદ્યા : અભિલેખ(કોતરેલા લખાણ)ને લગતી વિદ્યા. એના અભ્યાસીને તે તે દેશ કે પ્રદેશની તે તે કાળની લિપિ તથા ભાષાની જાણકારી હોવી જોઈએ. પ્રાચીન અભિલેખો વાંચવા માટે પ્રાચીન લિપિવિદ્યા જાણવી અનિવાર્ય છે. અભિલેખના સંપાદનમાં લેખનું લિપ્યંતર તથા તેનું ભાષાંતર કે તેનો સાર, વિવેચન તથા મૂળ લેખની છાપ કે છબી સાથે આપવામાં…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અવન્તીપુર

અવન્તીપુર : કાશ્મીરના રાજા અવન્તિવર્માએ શ્રીનગરના અગ્નિખૂણે આશરે 29 કિમી. દૂર જેલમ નદીને કિનારે બાંધેલી રાજધાની. આ રાજધાનીના ભગ્નાવશેષોની વ્યવસ્થિત તપાસ બાકી છે. તેમાં દેખાતા અવન્તેશ્વરના શિવમંદિર તથા અવન્તીસ્વામીના વૈષ્ણવ મંદિરના ભગ્નાવશેષોને લીધે આ સ્થળ જાણીતું છે. અવન્તેશ્વરનું શિવાલય ઘણું તૂટી ગયું છે. તે મૂળ શિવપંચાયતન હોવાનું સમજાય છે. તેના…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >