પુરાતત્વ

સૉધબી લિલામઘર

સૉધબી લિલામઘર : પુરાવસ્તુ (antique) કલાકૃતિઓનું વિશ્વભરનું સૌથી મોટું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું લિલામઘર. તે લંડનની ન્યૂ બૉન્ડ સ્ટ્રીટમાં આવેલું છે. કૉવેન્ટ ગાર્ડન બુકસેલર સેમ્યુઅલ બેકરે 1744માં તેની સ્થાપના કરી અને 1778 સુધી ફક્ત પુસ્તકો, હસ્તપ્રતો અને ચિત્રોનું લિલામ ચાલુ રાખ્યું. ત્યાર પછી તેનો ભત્રીજો જોન સૉધબી 1780માં તે પેઢીનો…

વધુ વાંચો >

સોપારા

સોપારા : પ્રાચીન ભારતનું એક બંદર. મુંબઈ પાસેના વસઈથી આઠ કિલોમીટર દૂર થાણા જિલ્લામાં સોપારા આવેલું છે. તેનું પ્રાચીન નામ સૂર્પારક (કે શૂર્પારક) હતું. મહાભારત અને જૈનબૌદ્ધ સાહિત્યમાં સોપારા વિશેના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતના સભાપર્વમાં સોપારાના ગણરાજ્યનો ઉલ્લેખ છે. સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના વિજયનું વર્ણન છે, જેમાં સૂર્પારકના ગણરાજ્યને…

વધુ વાંચો >

સ્ટૂગઝ ધ થ્રી

સ્ટૂગઝ, ધ થ્રી : હાસ્ય અભિનેતાની ત્રિપુટી. એમાં હાઉત્ઝ ભાઈઓ એટલે કે સૅમ્યુઅલ (જ. 1895) તથા મૉઝિઝ (જ. 1897) અને ત્રીજા અભિનેતા તે જૅરૉમ (જૅરી) (જ. 1911)નો સમાવેશ થાય છે. આ ત્રિપુટીનાં અનુક્રમે શૅમ્પ, મૉ અને કર્લી હેડ (માથે ટાલ હોવા છતાં) ઉપનામો હતાં. પ્રારંભમાં હાસ્યઅભિનેતા ટેડ હિલી સાથે તેમણે…

વધુ વાંચો >

સ્ટેઇન એરૂલ (Stein Sir Aurel)

સ્ટેઇન, એરૂલ (Stein, Sir Aurel) (જ. 26 નવેમ્બર 1862, બુડાપેસ્ટ; અ. 26 ઑક્ટોબર 1943, કાબુલ, અફઘાનિસ્તાન) : હંગેરિયન બ્રિટિશ પુરાતત્વવિદ અને ભૂગોળવિદ. મધ્ય એશિયાના ખાસ કરીને ચીન અને તુર્કસ્તાનનાં તેમનાં પ્રવાસો અને સંશોધનોએ ઇતિહાસમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓ 1888–99 દરમિયાન ઑરિયેન્ટલ કૉલેજ, લાહોર(હાલ પાકિસ્તાનમાં)ના આચાર્ય હતા. 1892માં તેમણે કલ્હણકૃત…

વધુ વાંચો >

હડપ્પા

હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને…

વધુ વાંચો >

હમ્પી

હમ્પી : ઐતિહાસિક મહત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું એક નગર. તે વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. 14મી સદીમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સમૃદ્ધ નગર હતું. આજે તે ફક્ત વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ માત્ર…

વધુ વાંચો >

હર્ષ સંવત

હર્ષ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

હીરોગ્લીફિક

હીરોગ્લીફિક : જુઓ લિપિ.

વધુ વાંચો >

હ્યૂગો વિન્ક્લર (Hugo Winckler)

હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર. વિન્ક્લર હ્યૂગો પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ…

વધુ વાંચો >