પુરાતત્વ

અશ્મ ઓજારો

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અહિચ્છત્રા

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્ત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આમરી

આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે. આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો…

વધુ વાંચો >

આહડ

આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ…

વધુ વાંચો >

ઇનામગાંવ

ઇનામગાંવ : મહારાષ્ટ્રના જિલ્લા મથક પુણેથી પૂર્વમાં 80 કિમી. દૂર ઘોડ નદીના જમણા કાંઠા ઉપર આવેલું ગામ. અહીં 1970-84 દરમિયાન મધ્ય પાષાણયુગથી માંડીને ઈ. સ. પૂ. 700 સુધીના વિવિધ અવશેષો મળી આવ્યા છે. મધ્ય પાષાણયુગ અને આદ્ય પાષાણયુગનાં ફળાં, રંદા, પતરીઓ, છીણી વગેરે તથા કાચબાની પીઠના અશ્મીભૂત ટુકડા અને લઘુપાષાણયુગના…

વધુ વાંચો >

ઈસ્ટર ટાપુ

ઈસ્ટર ટાપુ : પૅસિફિક મહાસાગરના અગ્નિ ખૂણે આવેલો નવાશ્મયુગીન અવશેષો ધરાવતો પુરાતત્વની ર્દષ્ટિએ મહત્વનો ટાપુ. તે રાપાનુઈ તથા સ્પૅનિશ પાસ્કા નામથી પણ ઓળખાય છે. 18 કિમી. લંબાઈ તથા 24 કિમી. પહોળાઈ ધરાવતો અને લાવાનો બનેલો આ ત્રિકોણાકાર ટાપુ ચિલીની પશ્ચિમે 3,700 કિમી. અંતરે આવેલો છે. તે ત્રણ નિષ્ક્રિય જ્વાળામુખીઓ તથા…

વધુ વાંચો >

ઉત્ખનન

ઉત્ખનન : અતીતની જ્ઞાનપ્રાપ્તિ માટે દ્રવ્યગત સાધનોનો ઉપયોગ દર્શાવતી પુરાતત્વની મુખ્ય પદ્ધતિ. પુરાવસ્તુઓ આકસ્મિક રીતે અથવા વ્યવસ્થિત તપાસ દ્વારા મળે છે. તેની મદદથી શક્ય તેટલું માનવીય પ્રવૃત્તિનું તથા નૈસર્ગિક પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનાં બે અંગો છે : સર્વેક્ષણ અને ઉત્ખનન. સર્વેક્ષણથી પુરાવસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનો શોધીને તે સ્થળે દેખાતી વિવિધ માનવકૃત…

વધુ વાંચો >

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…

વધુ વાંચો >