ધર્મ-પુરાણ
સાક્ષી ગોપાલ
સાક્ષી ગોપાલ : જગન્નાથપુરીથી 20 કિમી. દૂર આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ગોપાલની મોટી મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. નિકટમાં રાધિકાજીનું મંદિર છે. સાક્ષી ગોપાલ મંદિરને લગતી એક કથા પ્રચલિત છે. એક વૃદ્ધે યાત્રા પ્રસંગે એક યુવાનની સેવા લીધી અને યુવાનની સેવાથી પ્રસન્ન થઈ એને પોતાની દીકરી સાથે…
વધુ વાંચો >સાધના
સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના…
વધુ વાંચો >સામાયિક
સામાયિક : જૈનોની છ આવશ્યકોમાંની એક આવશ્યક ક્રિયા. આ સામાયિક ક્રિયાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. આત્માને કષાયનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય તે માટે સામાયિક કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકા તે સમયે સર્વ પ્રકારની સંસાર-ભાવના છોડીને આ ક્રિયા કરે છે. શુદ્ધ, પવિત્ર અને જ્ઞાનાદિ ગુણોના વાતાવરણવાળા સ્થળે બે…
વધુ વાંચો >સામુદ્રિક તિલક
સામુદ્રિક તિલક : સમુદ્રે ઉપદેશેલાં સ્ત્રી-પુરુષનાં લક્ષણોનો શાસ્ત્રીય ગ્રંથ. વેંકટેશ્વર પ્રેસ દ્વારા પ્રગટ થયેલો મૂળ ગ્રંથ અને તેનો હિન્દી અનુવાદ આજે ઉપલબ્ધ નથી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધને મરાઠી ભાષા સાથે તેનું સંપાદન કર્યું છે. હિમ્મતરામ મહાશંકર જાની વડે સંપાદિત ગ્રંથ સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ. 1947માં જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોમાં પ્રકાશિત…
વધુ વાંચો >સાલબેગ
સાલબેગ (16મી-17મી સદી) : ઓરિસાના સંત. તેઓ જન્મે પઠાણ હતા. તેમના પિતા સૂબેદાર જહાંગીર કુલીખાન અથવા લાલબેગ હતા અને માતા પુરી જિલ્લાના ડંડા મુકુંદપુર ગામનાં હિંદુ વિધવા હતાં. સાલબેગની નાની વયે લાલબેગનું અવસાન થતાં તેમનાં માતાએ તેમને ઉછેર્યા. સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો સોંપેલો અને તે હિંદુ ધર્મસ્થાનોનો…
વધુ વાંચો >સાવોનારોલા જિરોલામો
સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી. પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના…
વધુ વાંચો >સાંઈબાબા
સાંઈબાબા (જ. ? ; અ. 15 ઑક્ટોબર 1918, શિરડી) : ભારતની અગ્રણી આધ્યાત્મિક વિભૂતિ, સમાજસેવક અને માનવતાવાદી સત્પુરુષ. તેમના જીવન વિશે નક્કર અને પ્રમાણભૂત માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પરંતુ દાસગણુ-કૃત ‘સંતકથામૃત’ શીર્ષક હેઠળના તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખિત કેટલીક છૂટીછવાઈ માહિતી તથા તેમના કેટલાક અગ્રણી શિષ્યોને તેમણે પોતે કહેલી માહિતીને આધારે…
વધુ વાંચો >સાંખ્યદર્શન
સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું…
વધુ વાંચો >સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)
સિલ્વેસ્ટર–1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી…
વધુ વાંચો >સિંહનાદ
સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન…
વધુ વાંચો >