ધર્મ-પુરાણ

અવતાર અને અવતારવાદ

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત રૂદ્દ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

આનંદતીર્થ

આનંદતીર્થ : જુઓ, મધ્વાચાર્ય.

વધુ વાંચો >

આન્વીક્ષિકી

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે. ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન…

વધુ વાંચો >

આપ

આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે…

વધુ વાંચો >

આપદ્-ધર્મ

આપદ્-ધર્મ : સામાન્ય સંજોગોમાં શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું છતાં આપત્તિના સમયમાં અપવાદ તરીકે સંમતિને પાત્ર ગણાતું આચરણ. ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં ચારે વર્ણના લોકો માટે વિશુદ્ધ આચરણ અંગે શાસ્ત્રોએ દિશાસૂચન કરેલું છે અને તે મુજબ વર્તન કરવું એ દરેક માટે કર્તવ્યનો ભાગ ગણાવ્યો છે. પરંતુ આચરણ અંગેના નિયમો સામાન્ય સંજોગોમાં…

વધુ વાંચો >

આપસ્તંબ કલ્પસૂત્ર

આપસ્તંબ કલ્પસૂત્ર : જુઓ કલ્પ

વધુ વાંચો >

આપસ્તંબ ધર્મસૂત્ર

આપસ્તંબ ધર્મસૂત્ર : જુઓ, ધર્મસૂત્ર

વધુ વાંચો >

આપસ્તંબ પરિભાષાસૂત્ર

આપસ્તંબ પરિભાષાસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

આપસ્તંબ શ્રૌતસૂત્ર

આપસ્તંબ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

આભાસવાદ

આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવર્દષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય…

વધુ વાંચો >