દિનકર ભોજક

દેશી નાટક સમાજ

દેશી નાટક સમાજ (1889થી 1980) : ગુજરાતની વ્યવસાયી નાટકમંડળી. 1889માં અધ્યાપક કેશવલાલ શિવરામે જૈન કથા-સાહિત્યમાંથી એક હૃદયસ્પર્શી ગતિશીલ કથાને કેવળ ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટ્યસ્વરૂપ આપ્યું. આ નાટકે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીને આકર્ષ્યા. લેખક સાથે કરાર કરી એમણે અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરી. આ પૂર્વે ગુજરાતી રંગમંચ પર…

વધુ વાંચો >

દ્વિવેદી, પ્રભુલાલ

દ્વિવેદી, પ્રભુલાલ (જ. 15 નવેમ્બર 1892, વીરપુર (સૌરાષ્ટ્ર); અ. 31 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. પિતાનું નામ દયારામ. માતાનું નામ ફૂલબાઈ. બચપણમાં પિતા પાસેથી એમણે શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાંથી કથાઓ સાંભળી હતી. ચાર ચોપડી તેઓ જેતપુરમાં ભણ્યા અને ત્યાંથી સત્તરમે વર્ષે તેઓ કરાંચી ગયા. ડૉક વર્કશૉપમાં ઍન્જિનિયરિંગ શીખવા…

વધુ વાંચો >

નરસિંહ મહેતો

નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…

વધુ વાંચો >

નવલશા હીરજી

નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત…

વધુ વાંચો >

નાગડા, ચાંપશીભાઈ

નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાપંશીભાઈએ 1960ના દસકામાં જ્યારે ગુજરાતી ચલચિત્રોનું…

વધુ વાંચો >

નાયક, બાપુલાલ ભભલદાસ

નાયક, બાપુલાલ ભભલદાસ (જ. 25 માર્ચ 1879, ગેરિતા, જિ. મહેસાણા; અ. 4 ડિસેમ્બર 1947, વડોદરા) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની બહુમુખી પ્રતિભા. એમનાં માતાનું નામ નરભીબહેન અને પિતાનું નામ ભભલદાસ હતું. એમણે વતન ઊંઢાઈમાં લખતાં-વાંચતાં આવડે એટલું શિક્ષણ લીધું હતું. ખેતી અને ભવાઈના એમના વ્યવસાયને છોડીને એમણે 1890માં માત્ર 11 વર્ષની…

વધુ વાંચો >

પટેલ, બરજોર

પટેલ, બરજોર (જ. 17 ઑગસ્ટ 1930, મુંબઈ) : નવી રંગભૂમિના સફળ નટદિગ્દર્શક. મુંબઈમાં પ્રારંભમાં ભરડા હાઈસ્કૂલ અને પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી. હસમુખા અને વિનોદી સ્વભાવને કારણે તેઓ મિત્રવૃંદમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી શક્યા હતા. અભ્યાસ દરમિયાન એમને નાટ્યકલાનો રંગ લાગેલો. એમની અભિનય-કારકિર્દી(1949-66)ના વિકાસમાં અદી મર્ઝબાન,…

વધુ વાંચો >

પારસી રંગભૂમિ

પારસી રંગભૂમિ : મુખ્યત્વે પારસીઓ દ્વારા ચાલતી રંગભૂમિ, નાટ્ય-પ્રવૃત્તિ. તે દ્વારા પારસીઓ દ્વારા સંચાલિત નાટક-મંડળીઓ અને નાટ્યગૃહો ઉપરાંત પારસી દિગ્દર્શકો, અભિનેતા તથા અભિનેત્રીઓ, પારસી નાટ્યકારો તથા નાટકો અને તેનાં સંગીત-વેશભૂષા-રંગસજ્જા જેવાં અનેક અંગોનો સંદર્ભ સૂચવાય છે. પારસી રંગભૂમિના ઉત્થાન અને વિકાસમાં પારસીઓનું જ મહત્વપૂર્ણ પ્રદાન રહેલું હોવા છતાં અન્ય કોમના…

વધુ વાંચો >

બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી

બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી (જ. 2 જૂન 1853, મુંબઈ; અ. 17 સપ્ટેમ્બર 1913, મુંબઈ) : જૂની રંગભૂમિના જાણીતા પારસી નટ અને દિગ્દર્શક. એમણે 12 વર્ષની વયે જરૂર પૂરતું અંગ્રેજી અને ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી પોતાના કુટુંબને આર્થિક સહાય મળે એ માટે માસિક 5 રૂપિયાના પગારે ‘ધ ટેલિગ્રાફ ઍન્ડ કુરિયર’…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, રઘુનાથ

બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં…

વધુ વાંચો >