તમિળ સાહિત્ય

માધવી

માધવી (જ. 1872, ચેન્નાઈ; અ. 1925, ચેન્નાઈ) : તમિળ ભાષાના ત્રણ શ્રેષ્ઠ નવલકથાકારો પૈકીના એક. તેઓ મદ્રાસની મિલર કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ આબકારી ખાતામાં અધિકારી તરીકે જોડાયા હતા; લેખનકાર્ય તેમના શોખનો વિષય હતો. તેમણે તમિળ તેમજ અંગ્રેજી એ બંને ભાષાઓમાં ઘણી નવલકથાઓ લખી છે. તેમણે 24 વર્ષની વયે ‘પદ્માવતીચરિત્રમ્’…

વધુ વાંચો >

મીરાન, તોપ્પિલ મોહમ્મદ

મીરાન, તોપ્પિલ મોહમ્મદ (જ. 26 સપ્ટેમ્બર 1944, નાગરકોઈલ, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર. તેમને ‘ચાયવુ નારકાલિ’ નવલકથા માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વ્યવસાયી લેખકે ચાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તે માટે તેમને તમિળનાડુ રાજ્ય પુરસ્કાર, ઇલક્કિય ચિંતામણિ પુરસ્કાર વગેરે પુરસ્કારોનું સન્માન સાંપડ્યું…

વધુ વાંચો >

રઘુનાથન્, ચિદંબર

રઘુનાથન્, ચિદંબર (જ. 1923, તિરુનેલવેલી, તમિળનાડુ) : તમિળ સાહિત્યકાર. સતત સાહિત્યિક પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્ર સમા તિરુનેલવેલીમાં તમિળ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક વર્ષોમાં તેઓ ડાબેરી નેતાઓ તથા અગ્રણી લેખકોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની નવલકથા ‘પંજુમ પસિયમ’ (‘કૉટન ઍન્ડ હંગર’) 1953માં પ્રગટ થઈ ત્યારે તેને તમિળનાડુના સમાજવાદી વાસ્તવવાદના આદર્શ…

વધુ વાંચો >

રાઘવ આયંગર, એમ.

રાઘવ આયંગર, એમ. (જ. 1878, આરિયકુડી, તામિલનાડુ; અ. 1960) : તમિળ ભાષા-સાહિત્યના વિદ્વાન લેખક. તમિળ શિષ્યવૃત્તિ માટે જાણીતા પરિવારમાં જન્મ. 1901માં મદુરાઈ તમિળ સંઘમ્(તમિળ અકાદમી)માં તેમની નિમણૂક અધ્યાપક તરીકે કરવામાં આવી હતી. અકાદમીના મુખપત્ર ‘સેનતમિળ’ના મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. પાછળથી તેઓ સામયિકના સંપાદક પદે 8 વર્ષ સુધી રહ્યા. તેમણે…

વધુ વાંચો >

રાજનારાયણન્, કિ.

રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.…

વધુ વાંચો >

રાજમ આયર, બી. આર.

રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે…

વધુ વાંચો >

રાજમ કૃષ્ણન્, (શ્રીમતી)

રાજમ કૃષ્ણન્, (શ્રીમતી) કે. મિત્ર (જ. 5 નવેમ્બર 1925, મુસિરી; જિ. ત્રિચિનાપલ્લી, ત્રિવેન્દ્રમ) : તમિળ ભાષાનાં મહિલા-નવલકથાકાર. નાનપણથી જ તેમના પિતાએ તેમની લેખનકુશળતાને પ્રોત્સાહન આપ્યું. હાઈસ્કૂલમાં કેવળ 5 ધોરણનો જ અભ્યાસ કરી શકવા છતાં સ્વયંશિક્ષણ અને ધગશને પરિણામે તેમણે અંગ્રેજી તેમ તમિળ નવલકથાકારોનો ઊંડો અભ્યાસ કર્યો. 1946થી તેમની ટૂંકી વાર્તાઓ…

વધુ વાંચો >

રામલિંગમ્, એમ.

રામલિંગમ્, એમ. (જ. 1939, તિરુતુરેઇપુંડી, જિ. તાંજોર, તામિલનાડુ) : તમિળ ભાષાના વિવેચક. તેમના વિવેચનસંગ્રહ ‘પુતિય ઉરૈ નદૈ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1963માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સર્વોચ્ચ ક્રમાંક સાથે તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1975માં તેમને તમિળ સાહિત્યમાં ડૉક્ટરેટ ડિગ્રીનું સન્માન અપાયું. 1964માં તેઓ તમિલનાડુ શિક્ષણ-સેવામાં જોડાયા. ત્યારબાદ…

વધુ વાંચો >

લક્ષ્મી

લક્ષ્મી (જ. 1921, જિલ્લો તિરુચિરાપલ્લી, તામિલનાડુ; અ. 1987) : તમિળ ભાષાનાં નવલકથાકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ ત્રિપુરસુંદરી હતું. તેમનું શરૂઆતનું શિક્ષણ હોલી ક્રૉસ કૉલેજ ખાતે થયું. તે પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી તેમણે એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી. તેમને તેમની નવલકથા ‘ઓરુ કાવેરિયે પોલ’ માટે 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય…

વધુ વાંચો >

લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી

લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી (જ. 7 મે 1947, તાંજાવુર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, રેડિયો-પ્રોગ્રામર, નિર્માત્રી અને લેખિકા. તેઓ તમિલનાડુ કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1976થી) અને ઇન્ડિયન કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1978થી) સભ્ય રહ્યાં છે. તેમણે 4 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અગ્નિ અંબુગલ’ (1992); ‘વિદિયાલુક્કુ વેગુ તૂરામિલ્લઈ’ (1998)  તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે;…

વધુ વાંચો >