તમિળ સાહિત્ય

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં…

વધુ વાંચો >

વિન્દન્

વિન્દન્ (જ. 1916, મેલાચ્ચેટ્ટુપ્પાટ્ટુ, તામિલનાડુ; અ. 1975) : તમિળ નવલકથાકાર અને કટાક્ષલેખક. તેમનું સાચું નામ ‘કોવિન્દન્’ હતું. સામાન્ય કુટુંબમાં જન્મ થવાથી વિધિસર શિક્ષણથી વંચિત રહ્યા. બીબાં ગોઠવનાર તરીકે જીવનની શરૂઆત કરીને 1942માં તમિળ અઠવાડિક ‘કલ્કિ’માં પ્રૂફવાચક તરીકે જોડાયા. તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિને પારખીને સંપાદક જે લોકપ્રિય લેખક હતા તેમણે તેમને…

વધુ વાંચો >

વિમલા રામાણી

વિમલા રામાણી (જ. 7 ફેબ્રુઆરી 1935, ડિંડિગલ, જિ. અન્ના; તમિલનાડુ) : તમિળ લેખિકા અને નાટ્યકાર. તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં બી.એ.; ડી.બી. હિંદી પ્રચાર સભાની ‘પ્રવીણ’ની પદવી મેળવી હતી. તેમણે ‘મલાર માલિગાઈ ઑવ્ કુમુદમ્’નું સંપાદન તથા લેખનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમનાં નોંધપાત્ર વાર્તાસંગ્રહો…

વધુ વાંચો >

વિવેકનાથન્, એમ.

વિવેકનાથન્, એમ. (જ. 23 ફેબ્રુઆરી 1951, પિન્નાલુર, જિ. વલ્લલાર, તામિલનાડુ) :  તમિળ લેખક. તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.જી. એલ.; બી.એલ. અને એમ.એ.ની પદવીઓ મેળવી. તેમણે તામિલનાડુ વહીવટી પંચમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી અને 1993-97 દરમિયાન ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના જૉઇન્ટ સેક્રેટરી રહ્યા. તેમણે તમિળ અને અંગ્રેજીમાં…

વધુ વાંચો >

વિશ્વનાથન્, સીની

વિશ્વનાથન્, સીની (જ. 22 નવેમ્બર 1934, વેલુર, જિ. સાલેમ, તામિલનાડુ) : તમિળ વિવેચક. તાંજાવુર તમિળ યુનિવર્સિટીમાં ‘ભારતીઝ પોએટિક વકર્સ’ના મુખ્ય સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં 40 ગ્રંથો આપ્યા છે. ‘ચક્રવર્ધિની’ (1979); ‘ભારતીચીન ‘ઇન્ડિયા’ કટ્ટુરાઇકલ’ (1985); ‘અરવિંદોઝ માકિમાઇ’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મહાકવિ ભારતી : નૂલ પિયર કોવઇ’ (1981) ગ્રંથસૂચિ;…

વધુ વાંચો >

વીરમ મુનિવર

વીરમ મુનિવર (જ. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; અ. 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

વીરાસામી, વી.

વીરાસામી, વી. (જ. 1 ફેબ્રુઆરી 1931, ધારપુરમ્, જિ. પરિયર, તામિલનાડુ) : તમિળ પંડિત. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારતીદાસન્ યુનિવર્સિટીના ભારતીદાસન્ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ 1988-92 દરમિયાન તમિળ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય અને 1994માં જ્ઞાનપીઠ…

વધુ વાંચો >

વીળિનાથન્, રામસ્વામી

વીળિનાથન્, રામસ્વામી (જ. 15 મે 1920, વિષ્ણુપુરમ્, જિ. એન. કે. એમ., તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. રાષ્ટ્રભાષા-પ્રવીણ; વિદ્વાન. 1938-1943 દરમિયાન તેમણે હિંદી પ્રચારકાર્ય કર્યું અને હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1943-45 દરમિયાન તેઓ ભારત સરકારના સુરક્ષા વિભાગમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે રહ્યા. 32 વર્ષ સુધી તેમણે તમિળ અઠવાડિક ‘કલ્કિ’નું તથા તમિળ માસિક…

વધુ વાંચો >

વેલ્લઇ પારવઇ

વેલ્લઇ પારવઇ (1967) : એ. શ્રીનિવાસ રાઘવન્(જ. 1905)નો જાણીતો ઊર્મિકાવ્યોનો સંગ્રહ. આ સંગ્રહ કુલ 107 કાવ્યોનો છે. તેમાં હિંદુ દેવો, કીર્તિમંદિરો, બુદ્ધ, કંબન, ભારતી, રાજનીતિશાસ્ત્ર, સ્ત્રીઓની મુક્તિ અને કાવ્ય જેવા વિષયોને વૈવિધ્યપૂર્ણ રીતે વ્યક્ત કરાયા છે. તેમણે જીવનના જુદા જુદા સમયગાળામાં આ કાવ્યો રચ્યાં હતાં અને જુદાં જુદાં તમિળ સામયિકોમાં…

વધુ વાંચો >

વેળા વેન્દન, કા

વેળા વેન્દન, કા (જ. 5 મે 1936, કરાની, જિ. ચેંગલપટ્ટુ, તમિલનાડુ) : તમિળ કવિ અને નિબંધકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી બી.એ. અને બી.એલ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ સક્રિય રાજકારણી, સામાજિક કાર્યકર તેમજ લેખક રહ્યા છે. તમિલનાડુ સરકારમાં તેઓ 10 વર્ષ સુધી ધારાસભ્ય તથા મંત્રી રહ્યા તેમજ તમિળ લેખક મંડળના…

વધુ વાંચો >