તમિળ સાહિત્ય

પુરમ્

પુરમ્ : પ્રાચીન તમિળ સાહિત્યનો પ્રકાર. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે : એક અલમ્ ને બીજું પુરમ્. પુરમ્ સાહિત્યમાં સામૂહિક જનજીવનનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ હોય છે. એમાં મુખ્યત: નાયકની વીરતા, દાનવીરતા વગેરે ગુણોનું તેમજ યુદ્ધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે. એના સાત પ્રકારો છે : વૈઙ્ચિ, વંજી, ઉલિલૈ,…

વધુ વાંચો >

પૂરુ-નાનુરુ

પૂરુ–નાનુરુ (ઈ. સ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી શતાબ્દી સુધી) : તમિળ ગ્રંથ. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વિભાજિત છે : અહમ્ અને પુરમ્. અહમમાં વ્યક્તિગત જીવનનું અને પુરમ્ સાહિત્યમાં સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. ‘પૂરુ-નાનુરુ’ પુરમ્ સાહિત્યનો ગ્રંથ છે. એ ગ્રંથમાં 400 પદો છે, જે ચારણો તથા…

વધુ વાંચો >

પ્રપંચન

પ્રપંચન (જ. 1945, પુદુચેરી, તમિળનાડુ) : તમિળ સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘વાનમ વસપ્પડુમ’ માટે તેમને 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ તમિળ સાહિત્યમાં પુલાવરની પદવી ધરાવે છે. માત્ર 17 વર્ષની વયે તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. આજ સુધીમાં તેમણે ટૂંકી વાર્તાના 18 સંગ્રહો, 14…

વધુ વાંચો >

બેસ્કી, કૉન્સ્તાન્ત્સો

બેસ્કી, કૉન્સ્તાન્ત્સો (જ. 1680, કાસ્તિગ્લિયોન, ઇટાલી; અ. 1746, અંબલક્કડ, જિ. તિન્નવેલ્લી) : તમિળ ભાષાને સમૃદ્ધ કરનાર એક ઇટાલિયન મિશનરી અને વિદ્વાન. તેમનું આખું નામ કૉન્સ્તાન્ત્સો જૂઝેપ્પે એઉઝેબ્યો બેસ્કી હતું. તેઓ ખ્રિસ્તી મિશનરી તરીકે તમિળનાડુમાં નિમાયા હતા. તમિળનાડુના તિન્નવેલ્લી જિલ્લાનું વુડકન કુલય તેમનું કેન્દ્ર હતું. ત્યાં રહીને તેમણે સંસ્કૃત તેમજ તમિળ…

વધુ વાંચો >

ભારતીદાસન્

ભારતીદાસન્ (જ. 21 એપ્રિલ 1891, પૉંડિચેરી; અ. 21 એપ્રિલ 1964) : ખ્યાતનામ તમિળ કવિ. મૂળ નામ કનક સુબ્બુરત્નમ્. પૉંડિચેરીમાં અભ્યાસ. 1908માં તમિળ વિદ્વાન પરીક્ષામાં પ્રથમ આવ્યા. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પણ તેઓ જાણતા હતા. તેમણે પૉંચેરીમાં કાલ્વે કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. 1908માં તમિળ કવિ ભારતીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત…

વધુ વાંચો >

ભારતી, સુબ્રમણ્યમ્

ભારતી, સુબ્રમણ્યમ્ (જ. 11 ડિસેમ્બર 1882, એટ્ટયપુરમ્, જિ. તિરુનેલવેલી, તમિલનાડુ; અ. 1921) : વીસમી સદીના પ્રારંભિક કાળના સૌથી મહાન તમિળ કવિ. 1880માં એટ્ટયપુરમ્ ખાતે પ્રથમ કાપડ-મિલના સ્થાપક અને પશ્ચિમી તકનીકના હિમાયતી વિદ્વાન બ્રાહ્મણ ચિન્નાસ્વામી આયરના પુત્ર. 5 વર્ષની વયે માતાનું અવસાન. 14 વર્ષની વયે લગ્ન થયું. તિરુનેલવેલીની હિન્દુ કૉલેજમાં કેટલુંક…

વધુ વાંચો >

મણિપ્રવાલ

મણિપ્રવાલ : તમિળ ભાષાનું એક શૈલી-સ્વરૂપ. માળામાં જેમ પરવાળાં અને મોતીનું સંયોજન હોય છે તેમ મણિપ્રવાલમાં સંસ્કૃત તથા તમિળ ભાષાનું મિશ્રણ હોય છે. ઈ. સ.ની પાંચમી સદી પછીના પલ્લવ અને પાંડ્ય રાજવીઓના સમયના શિલાલેખો તેમજ તામ્રપત્રોમાં તેનું પગેરું શોધી શકાય છે. પલ્લવ રાજ્યકાળમાં મણિપ્રવાલ ભાષાનો સત્તાવાર સંદેશાવ્યવહાર માટે રાજ્યદરબારની ભાષા…

વધુ વાંચો >

મણિમેખલાઈ

મણિમેખલાઈ : તમિળ મહાકાવ્ય. આ મહાકાવ્ય ચેત્તાન કવિએ 6૦૦માં રચ્યું હતું. ઇલંગો અડિગલ કવિએ રચેલ ‘શિલપ્પદિકારમ્’ના વિષયવસ્તુને અનુસરતી આ કૃતિ જોડિયા-રચના તરીકે પ્રસિદ્ધ છે. બંને કૃતિઓ જોડે મળીને 4 જીવન-મૂલ્યોનું વિવરણ કરવા મથે છે. ‘એરમ’ (સદાચાર), ‘પોરુલ’ (સંપત્તિ), ‘ઇન્પુમ’ (પ્રેમ) અને ‘વિતુ’ (મુક્તિ). પ્રથમ 3 જીવનમૂલ્યોનું વિવરણ ‘શિલપ્પદિકારમ્’માં વિશેષ છે…

વધુ વાંચો >

મનોન્મણિયમ્

મનોન્મણિયમ્ (1891) : તમિળ પદ્યનાટક. રાવબહાદુર પી. સુંદરમ્ પિલ્લઈરચિત આ નાટક 1891માં ચેન્નાઈમાં સૌપ્રથમ પ્રગટ થયું. આ કૃતિથી તમિળ નાટ્યસાહિત્યમાં રેનેસાંનો આરંભ થયો ગણાય છે. આ કૃતિ લૉર્ડ લિટનના ‘લૉસ્ટ ટેલ્સ ઑવ્ મિલિયસ : ધ સીક્રેટ વે’નું પદ્યમાં નાટ્યરૂપાંતર છે, જ્યારે નાટકમાંનું નાટક ‘શિવકામી ચરિતમ્’ ઑલિવર ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’ પર…

વધુ વાંચો >

મહેતા, મુ.

મહેતા, મુ. (જ. 1945, પેરિયકુળમ્, જિ. તેની, તમિળનાડુ) : તમિળ કવિ અને વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘આકાયતુક્કુ અડુત્તવીડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તમિળ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ પૂર્ણકાલીન લેખક છે. અત્યાર સુધીમાં તેમણે 33 ગ્રંથો આપ્યા છે. 1974માં…

વધુ વાંચો >