તમિળ સાહિત્ય

દુહુ

દુહુ : પ્રાચીન તમિળ છંદ. એમાં 2, 4 અને 12 માત્રાની દોઢ પંક્તિઓ હોય છે. ઈસવી સનની બીજી કે ત્રીજી સદીમાં તિરુવલ્લુવરે રચેલો ગ્રંથ તિરુક્કુરળ એ છંદમાં રચાયો છે. એ છંદનું અન્ય નામ વેણ્વા છે. તિરુક્કુરળમાંએ છંદના 1330 દુહુ છે. તિરુતક્કદૈવરનું મહાકાવ્ય ’જિવગ ચિંતામણિ’ પણ આ છંદમાં રચાયું છે. આદિકાળ…

વધુ વાંચો >

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે (જ. 27 જુલાઈ 1876, કન્યાકુમારી; અ. 26 સપ્ટેમ્બર 1954) : તમિળ લેખક. આધુનિક તમિળ સાહિત્યના અગ્રગણ્ય કવિ. વતન તેરુરમાં પ્રાથમિક શિક્ષણ ને કોટ્ટારુમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે પછી તિરુવનંતપુરમમાં તમિળ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત શાંતલિંગ તંપિરાન પાસે પ્રાચીન તમિળ ગ્રંથો તથા સંસ્કૃતનું અધ્યયન કર્યું. તિરુવનંતપુરમમાં પહેલાં શાળાશિક્ષક…

વધુ વાંચો >

નરિણૈ

નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…

વધુ વાંચો >

નારણ, દુરૈક્કણ્ણન

નારણ, દુરૈક્કણ્ણન (જ. 1906, મયિલાનુર, ચેન્નાઈ; અ. 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના…

વધુ વાંચો >

પણિક્કર, શંકર

પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે…

વધુ વાંચો >

પદ્માવતી

પદ્માવતી : તમિળના શરૂઆતના નવલકથાકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. માધવૈયા(1874-1926)ની જાણીતી સામાજિક નવલકથા. આ કૃતિ ‘પદ્માવતી ચરિતિરમ્’ તરીકે પણ ઓળખાય છે. એમાં તમિળનાડુની તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું તથા તે વખતે વ્યાપ્ત ક્રાન્તિની લહરનું  અસરકારક નિરૂપણ છે. એમાં નાગમૈયર, એની પત્ની શાલા, ભાઈ ગોપાલન, પદ્માવતી, સાવિત્રી, સીદૈ અમ્માળ, કલ્યાણી ઇત્યાદિ પુરુષ  તથા નારી…

વધુ વાંચો >

પરિપાડલ

પરિપાડલ (ઈ. સ. પૂ. ત્રીજી સદીથી બીજી સદી) : સમૂહગત રીતે રચાયેલી 8 પૈકીની એક તમિળ કૃતિ. જુદા જુદા કવિઓએ રચેલાં 70 પરિપાડલ પદોના સંકલનમાંથી ફક્ત 24 પદો અત્યારે ઉપલબ્ધ છે. એ પદો 25થી માંડીને 400  પંક્તિઓ સુધીનાં છે. આ પદોમાં વિષ્ણુ અને કાર્તિકેયની સ્તુતિ છે. કેટલાંક પદોમાં દેનૈ નદીનું…

વધુ વાંચો >

પળ્ળૂ

પળ્ળૂ : તમિળ નાટકનું પ્રાચીન સ્વરૂપ. વિદ્વાનોના મત પ્રમાણે ‘પન્નિરુ પાટ્ટિયલ’ નામના વ્યાકરણગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે ઉળત્તિપાટુ (કૃષિગીત) સમય જતાં પળ્ળૂ કહેવાયું. એમાં વિશેષત: ખેડૂતોના સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. એમાંની કથાની રૂપરેખા આવી હોય છે : ખેડૂત સ્ત્રીઓમાં અંદરઅંદર વિખવાદ અને ઉગ્ર બોલાચાલી થાય, જમીનદાર પાસે જઈને…

વધુ વાંચો >

પાર્થસારથિ એન.

પાર્થસારથિ, એન. (જ. 18 ડિસેમ્બર, 1932, નિધિકુડ્ડી, જિ. રામનાથપુરમ્; 13 ડિસેમ્બર, અ. 1988) : તમિળ લેખક. ‘મણિવાનન’, ‘પોનમુડી’, ‘વાલવન’, ‘કોડાલલાકન’ અને ‘હેમુ પૂવનન’ તખલ્લુસથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને પત્રકારત્વવિષયક સાહિત્ય રચ્યું હતું. તેઓ થોડો સમય મદુરાઈ નજીક પાસુમાલાઇની શાળામાં શિક્ષક હતા. તેમની નવલકથા તથા વાર્તાઓની પશ્ર્ચાદ્ભૂ ત્યાંના સામાજિક વાતાવરણે પૂરી…

વધુ વાંચો >

પાંચાલીશપથમ્ (1912)

પાંચાલીશપથમ્ (1912) : તમિળ કૃતિ. વ્યાસના મહાભારતને આધારે દ્રૌપદીની પ્રતિજ્ઞાનો પ્રસંગ તમિળના વિખ્યાત કવિ ભારતીએ વર્ણવેલો છે. કવિએ એમાં સમકાલીન રંગ પૂર્યા છે અને અત્યંત સરળ ભાષાનો પ્રયોગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવી છે. એનો પહેલો ભાગ 1912માં પ્રગટ થયો અને અત્યંત લોકપ્રિય થયો. બીજો ભાગ એમના મૃત્યુ પછી પ્રગટ થયો.…

વધુ વાંચો >