તમિળ સાહિત્ય

જાનકીરામન્

જાનકીરામન્ (જ. 1921) : પહેલી હરોળના તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું; પછી શૈક્ષણિક કાર્યક્રમોના મુખ્ય નિર્માતા તરીકે આકાશવાણીમાં જોડાયા; ટૂંકી વાર્તાના સર્જક કે. પી. રાજગોપાલનના પ્રભાવ હેઠળ સંવેદનભરી વાર્તાઓ લખવાની શરૂઆત કરી. પિતા પાસેથી સંસ્કૃત અને સંગીત બન્ને ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

જી. તિલકવતી

જી. તિલકવતી (જ. 1951, ધર્મપુરી, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કલમરમ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ભારતીય પોલીસસેવા સાથે સંકળાયેલાં છે. તેઓ મલયાળમ, તેલુગુ, ફ્રેન્ચ, હિંદી તથા અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે…

વધુ વાંચો >

જીવગ ચિંતામણિ

જીવગ ચિંતામણિ (ઈ. સ. દશમી શતાબ્દી) : જૈન મુનિ અને તમિળ કવિ તક્કદેવરની કાવ્યરચના. એની ગણના તમિળનાં 5 પ્રસિદ્ધ મહાકાવ્યો જોડે કરવામાં આવે છે. એ 3,145 પદો અને 13 ખંડોમાં વિભાજિત છે. રસપ્રદ કાવ્યનો નાયક રાજકુમાર જીવગ 8 લગ્નો કરે છે તેથી એ ગ્રંથને ‘મણનૂલ’ (વિવાહગ્રંથ) કહેવામાં આવે છે. જીવનનાં…

વધુ વાંચો >

જ્ઞાનસંબંધન, એ. એસ.

જ્ઞાનસંબંધન, એ. એસ. (જ. 10 નવેમ્બર, 1916, ત્રિચિ જિલ્લો, તમિળનાડુ અ. 27 ઑગસ્ટ 2002) : તમિળ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘કંબન-પુટિય પાર્વે’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાલગુડી ખાતેની બૉર્ડ હાઈસ્કૂલમાં થયું. 1940માં તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1941માં તેમણે…

વધુ વાંચો >

તમિળનબન, ઇરોડ

તમિળનબન, ઇરોડ (એન. જગદીશન) (જ. 28 સપ્ટેમ્બર 1933, ચેન્નીમલાઈ, જિ. ઇરોડ, તમિળનાડુ) : તમિળ કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘વણક્કમ વળ્ળુવા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1975થી 1992 દરમિયાન તેઓ ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રમાં સંદેશાવાચક…

વધુ વાંચો >

તમિળ ભાષા અને સાહિત્ય

તમિળ ભાષા અને સાહિત્ય દ્રવિડ ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સર્વાધિક પ્રસિદ્ધ ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત, હિબ્રૂ, પહેલવી, ગ્રીક, લૅટિન વગેરે ભાષાઓની જેમ પ્રાચીન હોવા છતાં આજે પણ તમિળ વિકાસશીલ અને આધુનિક ભાવો તથા વિચારોની અભિવ્યક્તિની ક્ષમતા ધરાવે છે. તમિળ ભાષા તમિળનાડુ તથા ઉત્તરપૂર્વ લંકામાં બોલાય છે. આ પ્રદેશોથી…

વધુ વાંચો >

તરૈ મુરૈહળ

તરૈ મુરૈહળ (1968) : તમિળ સાહિત્યના સ્વાતંત્ર્યોત્તરકાળના પ્રસિદ્ધ નવલકથાકાર નીલ પદ્મનાભનની તમિળ સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા. આ પ્રકારની નવલકથાનો આરંભ ‘તરૈ મુરૈહળ’થી થયો. એમાં તમિળનાડુના ઇરણિયલ નામક શહેરમાં વસતી ચેટ્ટિયાર (વેપારી) જાતિનું સર્વતોમુખી નિરૂપણ છે. એ જાતિના લોકો મોટેભાગે નાનો મોટો ધંધો કરતા હોય છે. એ જાતિના લોકોની રહેણીકરણી, ખાણીપીણી,…

વધુ વાંચો >

તંગતમ્મૈ

તંગતમ્મૈ : ભારતીદાસન નામના તમિળ કવિએ લખેલા દીર્ઘકાવ્ય ‘કુડુંબ વિળકઠુ’નું મુખ્ય પાત્ર. તંગતમ્મૈનું કવિએ આદર્શ ગૃહિણી તરીકે ચિત્ર રજૂ કર્યું છે. આદર્શ કુટુંબ કેવું હોય, એવા કુટુંબમાં તેના સભ્યોનો પરસ્પર વ્યવહાર કેવો હોય અને એ કુટુંબમાં ગૃહિણીનો કેવો મહત્વનો ફાળો હોય તે એ પાત્ર દ્વારા દર્શાવ્યું છે. કાવ્ય પાંચ ભાગમાં…

વધુ વાંચો >

તાયુમાનવર

તાયુમાનવર : દસમી શતાબ્દીના તમિળ સંતકવિ. એમણે રહસ્યવાદી કાવ્યો રચ્યાં છે. તાયુમાનવર ભગવાન શિવનું નામ છે. શિવની કૃપાને લીધે પુત્રજન્મ થયો હોવાને કારણે શિવભક્ત માતાપિતાએ એમનું નામ તાયુમાનવર શિવ રાખ્યું હતું. બાળપણથી જ એમનામાં વૈરાગ્યની ભાવના હતી. તાયુમાનવરની ઇચ્છા ન હોવા છતાં માતાપિતાના અતિઆગ્રહને કારણે અને એમને નારાજ ન કરવા…

વધુ વાંચો >

તોળકાપ્પિયમ્

તોળકાપ્પિયમ્ (ઈ. સ. પૂ. બીજી સદી) : તમિળનો પ્રાચીનતમ  પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ. એના રચયિતા તોળકાપ્પિવર હતા. કેટલાક વિદ્વાનોના મતાનુસાર એ પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય અગસ્ત્યના શિષ્ય હતા. એ ગ્રંથ મુખ્ય તો વ્યાકરણગ્રંથ છે. એમાં તમિળ ભાષાનું સ્વરૂપ,  વ્યાકરણ, નિયમો, અર્થાલંકારો, વિવિધ છંદો, જનપદો અને નગરોનાં વર્ણનો, જીવનપ્રણાલી, સાંસ્કૃતિક વિકાસ, પ્રેમ, સંયોગ, વિયોગ,…

વધુ વાંચો >