ડોગરી સાહિત્ય
મેરી કવિતા, મેરે ગીત
મેરી કવિતા, મેરે ગીત (1969) : ડોગરી કવયિત્રી પદ્મા સચદેવ(1940)નો કાવ્યસંગ્રહ. ડોગરી સાહિત્યનાં અગ્રણી કવયિત્રીનો આ પહેલો કાવ્યસંગ્રહ છે. આશરે 14 વર્ષ દરમિયાન લખાયેલાં કુલ 51 કાવ્યો તથા ગીતો તેમાં સ્થાન પામ્યાં છે. અનેક ઘટનાઓથી ભરેલા આ ગાળા દરમિયાન કવયિત્રીએ અનુભવેલા વિવિધ ભાવો અને વિચારો – તે સાથે સંલગ્ન મન:સ્થિતિઓ…
વધુ વાંચો >મેરે ડોગરી ગીત
મેરે ડોગરી ગીત (1974) : ડોગરી કવિ કૃષ્ણ સ્મેલપુરી(જ. 1900)નો કાવ્યસંગ્રહ. સાહિત્યજગતમાં તે ઉર્દૂ કવિ તરીકે પ્રવેશ્યા, પણ 1950ના દાયકા દરમિયાન તેમને પ્રતીતિ થઈ ચૂકી કે પોતાની માતૃભાષા ડોગરી પોતાની કાવ્યાત્મક અભિવ્યક્તિ માટે સમુચિત અને સબળ માધ્યમ છે. સંગ્રહના શીર્ષક પરથી સૂચવાય છે તે મુજબ તેમાં ગીતો સંગ્રહસ્થ થયાં છે;…
વધુ વાંચો >મેં મેલે રા જનૂન
મેં મેલે રા જનૂન (1976) : ડોગરી કવિ કેહારીસિંગ ‘મધુકર’(જ. 1930)નો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યોમાં ઊર્મિની તીવ્રતા તથા ઉત્કટતાની સાથોસાથ તાર્કિકતા તથા શાણપણનો સમન્વય છે. અનિશ્ચિતતાભર્યા ધૂંધળા વર્તમાનમાં પરિવર્તન લાવી આશાસ્પદ ભાવિ સ્થાપવાની ઝંખનામાં આદર્શવાદ સાથે વાસ્તવવાદનીયે ભૂમિકા જોવા મળે છે.…
વધુ વાંચો >વિકલ, શ્રીવત્સ
વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >વિયોગી કુંવર
વિયોગી કુંવર (જ. 1940, સાંબા, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના કવિ. શરૂઆતમાં વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કર્યો, પણ ઇન્ડિયન ઍરફૉર્સમાં પસંદગી થવાથી અભ્યાસ છોડી દેવો પડ્યો. પાછળથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. કવિ-કારકિર્દીનો કૉલેજ-કાળથી પ્રારંભ. કૉલેજ-મૅગેઝિન તથા ‘યોજના’ અને ‘ત્રિકૂટ’ જેવાં સામયિકોમાં કાવ્યોનું પ્રકાશન. કવિસંમેલનોમાં તેમનાં કાવ્યોને ભારે દાદ મળતી. તેમનાં કાવ્યોમાં વિચાર…
વધુ વાંચો >વેદ, રાહી
વેદ, રાહી (જ. 22 મે 1933, જમ્મુ) : ડોગરી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘આલે’ને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. તેઓ આકાશવાણી સાથે તેમજ અનેક ડોગરી, હિંદી અને ઉર્દૂ સામયિકો સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે પ્રગટ કરેલાં 10 પુસ્તકોમાં 3 મૂળ હિંદીમાં લખાયેલાં…
વધુ વાંચો >શર્મા, ગ્યાનેશ્વર
શર્મા, ગ્યાનેશ્વર (જ. 29 એપ્રિલ 1947, પુરમંડલ, જિ. જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી અને જમ્મુ અને કાશ્મીર સરકારમાં મદદનીશ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેઓ ડોગરી સંસ્થામાં ખજાનચી રહ્યા. તેમણે ડોગરીમાં બે ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચૂગ સોચેં દી’ (1986) અને ‘બદ્દલી…
વધુ વાંચો >સચદેવ, પદ્મા
સચદેવ, પદ્મા (જ. 17 એપ્રિલ 1940, જમ્મુ) : ડોગરી તથા હિંદીનાં લેખિકા. જમ્મુમાં શિક્ષણ મેળવ્યા પછી, મુંબઈના ઑલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયાં. તેઓ ડોગરીનાં સર્વપ્રથમ અને સૌથી નામાંકિત કવયિત્રી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ડોગરી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય અને આવાહક (1993-97), દિલ્હીની પંજાબી એકૅડેમીની નિયામક પરિષદનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીરની…
વધુ વાંચો >સુશીલ, શિવદેવસિંઘ
સુશીલ, શિવદેવસિંઘ (જ. 30 જાન્યુઆરી 1960, ગુઢા કલ્યાણ, જિ. કથુઆ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી વાર્તાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘બખરે બખરે સચ’ બદલ 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ સિવિલ ઇજનેરના વ્યવસાયમાં જોડાયા અને 1977થી લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. તેમણે 2 ટૂંકી વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો,…
વધુ વાંચો >સ્મૈલપુરી કૃષ્ણ
સ્મૈલપુરી, કૃષ્ણ (જ. 1900, સ્મૈલપુરી, જિ. જમ્મુ, જમ્મુ-કાશ્મીર; અ. ?) : ડોગરી કવિ. 18 વર્ષની વયે તેમને ઉર્દૂ કવિ તરીકે ખ્યાતિ સાંપડી. તેમના ઉપર ગાલિબ, ઝૌક, દાગ, અમીર મિનાઈ તથા જોશ મલિહાબાદી જેવા ઉર્દૂ કવિઓનો પ્રભાવ હતો. 1927માં તેમણે ઉર્દૂમાં ‘જન્નત’ નામે સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું. વળી ‘મશિર’ નામના…
વધુ વાંચો >