ડોગરી સાહિત્ય

ઉધમપુરી, જિતેન્દ્ર

ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર…

વધુ વાંચો >

ડોગરા, દેશબંધુ ‘નૂતન’

ડોગરા, દેશબંધુ ‘નૂતન’ (જ. 4 નવેમ્બર 1939, રામનગર, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘કૈદી’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે 1965માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. જોકે 1955થી તેમણે તેમના લેખનકાર્યનો પ્રારંભ…

વધુ વાંચો >

ડોગરી ભાષા અને સાહિત્ય

ડોગરી ભાષા અને સાહિત્ય : પહાડી–કાંગરા ચિત્રશૈલીના કલાકારો તરીકે તેમજ યોદ્ધાઓ તરીકે જાણીતા ડોગરાઓનું ભાષા-સાહિત્ય. ડોગરી અને તેની બોલીઓનો વિસ્તાર તે ડુગ્ગર. અગિયારમી સદીનાં ચમ્બાનાં તામ્રપત્રોમાં મળતા ‘દુર્ગર’ શબ્દ સાથે તેને સંબંધ છે. આ દુગ્ગરમાં ઉધમપુર, રામનગર, ચમ્બા, ધરમશાળા અને કુલ્લુ; કાંગરા, બસોહલી, નૂરપુર, સામ્બા, જમ્મુ અને અખનૂર તથા ગુરુદાસપુર,…

વધુ વાંચો >

દીપ શિવરામ

દીપ શિવરામ (જ. 1945, જમ્મુ) : ડોગરી લેખક. તેમના ગઝલસંગ્રહ ‘ગમલે દે કૅકટ્સ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે ઉર્દૂમાં એમ.એ. તથા ડોગરી ભાષામાં શિરોમણિની ઉપાધિ મેળવી છે. જમ્મુ ખાતેના કાશ્મીર રેડિયો મથકમાં સવેતન કલાકાર (સ્ટાફ આર્ટિસ્ટ) તરીકે થોડોક વખત કામગીરી બજાવ્યા પછી 1970માં તેઓ જમ્મુ-કાશ્મીર એકૅડેમી…

વધુ વાંચો >

દૂધ, લહૂ, ઝહર

દૂધ, લહૂ, ઝહર (1971) : ડોગરી વાર્તાકાર મદનમોહન શર્મા-(જ. 1934)નો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંની બાર વાર્તાઓમાંથી આઠ વાર્તામાં લપાતા-છુપાતા વેશે આવતા મૃત્યુનો વિષાદ છે; બીજી બે વાર્તામાં મૃત્યુથી જન્મતા આઘાતની વાત છે અને બીજી બે હળવી શૈલીમાં લખાઈ છે. એ બધી વાર્તાની વસ્તુમાંડણી કસબપૂર્વક થયેલી છે, પરંતુ એ તમામમાં નૈતિક…

વધુ વાંચો >

નીલા અંબર કાલે બાદલ

નીલા અંબર કાલે બાદલ (1967) : ભારતના ડોગરી વાર્તાકાર નરેન્દ્ર ખજૂરિયા(1933–1970)નો ટૂંકી વાર્તાનો સંગ્રહ. એમાં તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સ્થાન પામી છે. રાષ્ટ્રપ્રેમ તથા પોતાના વતન તેમજ સ્વજન માટે બલિદાન જેવા વિષયોને લગતી ‘નાટક દા હીરો’, ‘મા તૂ લોરી ગા’ જેવી વાર્તાઓમાં લાગણીશીલતાનો અતિરેક જોવા મળે છે. ‘નીલા અંબર કાલે…

વધુ વાંચો >

પંત દિનુભાઈ

પંત, દિનુભાઈ (જ. 1917, પંથલ, જિ. ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : જાણીતા ડોગરી કવિ અને નાટ્યકાર. તેમને તેમના નાટક ‘અયોધ્યા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઔપચારિક શિક્ષણ ખાસ લીધું નહોતું. તેમણે માતાના અવસાન બાદ સ્થાનિક રામલીલા ક્લબ તરફથી ભજવાતાં નાટકોમાં ભાગ લીધો હતો. વળી…

વધુ વાંચો >

પ્રકાશપ્રેમી

પ્રકાશપ્રેમી (જ. 16 ઑગસ્ટ 1943, કસૂરી, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી સાહિત્યસર્જક. તેમની કૃતિ ‘બેદ્દન ધરતી દી’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતનના ગામમાં તથા રામનગરમાં થયું હતું. અને ઉચ્ચ શિક્ષણ તેમણે જમ્મુમાં લીધું હતું. જમ્મુ યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી, સંસ્કૃત તથા ડોગરી ભાષામાં…

વધુ વાંચો >

ફૂલ બિન ડાલી (1971)

ફૂલ બિન ડાલી (1971) : ડોગરી લેખક શ્રીવત્સ વિકલ(1930–1970)-રચિત સર્વપ્રથમ નવલકથા અને તે લેખકના અવસાન પછી પ્રગટ થઈ હોવાથી તે લેખકની છેલ્લી પ્રકાશિત નવલકથા પણ બની રહે છે. આ કૃતિમાં લેખકે ડોગરી પ્રજાની વિવિધ સામાજિક સમસ્યાઓની છણાવટ કરી છે અને રોજબરોજના પ્રશ્નો માટે લોકમાનસની રૂઢિચુસ્તતા કારણભૂત છે એવું નિદાન પણ…

વધુ વાંચો >

બદનામી દી છાન

બદનામી દી છાન (1973) : ડોગરી વાર્તાકાર રામનાથ શાસ્ત્રીનો વાર્તાસંગ્રહ. આમાં તેમની ઉત્તમ વાર્તાઓ પૈકી 6 વાર્તાનો સમાવેશ છે. પ્રસ્તાવનામાં શાસ્ત્રીએ કથાસાહિત્યમાં કલ્પના તથા ટેકનિકનું મહત્ત્વ આંક્યા પછી પ્રેરણાતત્ત્વને સૌથી મહત્ત્વનું લેખ્યું છે; આ વાર્તાઓને એવા પ્રેરણાતત્ત્વે જ જન્મ આપ્યો છે. ચોક્કસ ઉદ્દેશથી લખાયેલી તેમની વાર્તાઓમાં કોઈ વાદ કે વિચારસરણીના…

વધુ વાંચો >