છબીકલા
મહેતા, અશ્વિન
મહેતા, અશ્વિન (જ. 1931) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા ગુજરાતના તસવીરકાર. ભારતના આજના ટોચના તસવીરકારોમાં તેમની ગણના થાય છે. તેમનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો. નાનપણથી તેમને અધ્યાત્મ તરફ આકર્ષણ હતું. તેઓ જે. કૃષ્ણમૂર્તિ, વિનોબા ભાવે, ઉમાશંકર જોશી અને સ્વામી આનંદના પરિચયમાં આવ્યા. સ્વામી આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ સ્થપાયો અને…
વધુ વાંચો >મહેતા, જગન વિ.
મહેતા, જગન વિ. (જ. 21 મે 1909, વિરમગામ; અ. 10 ફેબ્રુઆરી 2003) : ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર છબીકાર. તેમના પિતા વાસુદેવભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને સાણંદમાં વૈદ તરીકે જાણીતા હતા. પિતાની ઇચ્છા તેમને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી, પણ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કળાકાર બનવાની વૃત્તિ…
વધુ વાંચો >મહેતા, ઝવેરીલાલ દલપતરામ
મહેતા, ઝવેરીલાલ દલપતરામ (જ. 7 ઑગસ્ટ 1928, હળવદ; અ. 27 નવેમ્બર 2023, અમદાવાદ) : ગુજરાતના તસવીર-પત્રકાર. ધ્રાંગધ્રામાં મૅટ્રિક સુધી શિક્ષણ લીધું; પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણ લીધું. મુંબઈનિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું. એ અરસામાં અમદાવાદની અરવિંદ મિલમાં…
વધુ વાંચો >માઇક્રોફોટોગ્રાફી
માઇક્રોફોટોગ્રાફી : જુઓ છબીકલા (ફોટોગ્રાફી)
વધુ વાંચો >મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી
મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી (જ. 22 ડિસેમ્બર, 1938, વલસાડ) : ગુજરાતના વન્યજીવન અને કુદરતના અગ્રણી તસવીરકાર. માતા શાંતાબહેન અને પત્ની કુમુદબહેન. એસ.એસ.સી. સુધીના અભ્યાસ પછી તેમણે તસવીરકળાના વ્યવસાયમાં ઝુકાવ્યું. તેમની તસવીરકળાના કેટલાક ઉત્તમ નમૂના ‘નૅશનલ જ્યૉગ્રૉફિક ઑવ્ અમેરિકા’, ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ધી ઇન્ડિયન પૅન્ટ્રી’, ‘ટ્રાવેલ ઍન્ડ લેઝર’ (હૉન્ગકૉન્ગ), ‘ઓગ્ગી નેટુરા’ (ઇટાલી),…
વધુ વાંચો >મિસ્ત્રી, બાબુભાઈ
મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની…
વધુ વાંચો >મૅકલીન, ડૉનાલ્ડ
મૅકલીન, ડૉનાલ્ડ (જ. 9 ઑક્ટોબર 1935 નોર્થ લંડન, ઈંગ્લેન્ડ) : યુદ્ધ-મોરચાના બ્રિટિશ ફોટોગ્રાફર. રવિવારનાં અખબારો માટે તેમણે વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે યુદ્ધકાલીન ખૂનરેજીની ઝડપેલી તાર્દશ અને હૃદયદ્રાવક છબીઓમાં કૉંગો (1967), વિયેટનામ (1968), બાઇફર (1968 તથા 1970) તેમજ કંબોડિયા (1970) ખૂબ નોંધપાત્ર બની છે અને તેમાંથી ધ્વનિત થતો…
વધુ વાંચો >મૉઇબ્રિજ, એડ્વર્ડ
મૉઇબ્રિજ, એડ્વર્ડ (જ. 1830, ગ્રેટર લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1904) : બ્રિટનના ઍક્શન ફોટોગ્રાફીના પ્રણેતા. મૂળ નામ એડ્વર્ડ જેમ્સ મ્યુગરિજ; પણ પોતાના વિચિત્ર સ્વભાવને કારણે નામ તથા જોડણી બદલી કાઢ્યાં. 1852માં તેઓ સ્થળાંતર કરી કૅલિફૉર્નિયા ગયા અને અમેરિકન સરકારના મુખ્ય ફોટોગ્રાફર બન્યા. 1887માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં દોઢથી પંદર મિનિટને અંતરે @ અને…
વધુ વાંચો >મૉહૉઈ-નૉદ્ય લાસ્લો
મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય…
વધુ વાંચો >યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry)
યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry) (જ. 1934, ડેટ્રૉઇટ, અમેરિકા) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ અમેરિકન પરાવાસ્તવવાદી ફોટોગ્રાફર. રૉચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1957માં એમ.એસ.ની પદવી તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1960માં એમ.એફ.(માસ્ટર ઑવ્ ફાઇન આર્ટ)ની પદવી હાંસલ કરી. તે જ વર્ષે ગેઇન્સવાઇલ ખાતે યુનિવર્સિટી ઑવ્ ફ્લૉરિડામાં…
વધુ વાંચો >