મૅકલીન, ડૉનાલ્ડ (જ. 9 ઑક્ટોબર 1935 નોર્થ લંડન, ઈંગ્લેન્ડ) : યુદ્ધ-મોરચાના બ્રિટિશ ફોટોગ્રાફર. રવિવારનાં અખબારો માટે તેમણે વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે યુદ્ધકાલીન ખૂનરેજીની ઝડપેલી તાર્દશ અને હૃદયદ્રાવક છબીઓમાં કૉંગો (1967), વિયેટનામ (1968), બાઇફર (1968 તથા 1970) તેમજ કંબોડિયા (1970) ખૂબ નોંધપાત્ર બની છે અને તેમાંથી ધ્વનિત થતો નિરાશાવાદી સૂર તેમની છબીશૈલીની અનન્ય વિશિષ્ટતા બની રહી છે. તેમની છબીઓનાં અનેક પુસ્તકો તેમણે પ્રગટ કર્યાં છે. તેમાં ‘ડિસ્ટ્રક્શન બિઝનેસ’ ખૂબ નોંધપાત્ર છે.

મહેશ ચોકસી