છબીકલા

લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ

લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ (જ. 1901; અ. 1948) : છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી…

વધુ વાંચો >

લેન્સ (કૅમેરાનો)

લેન્સ (કૅમેરાનો) : કૅમેરામાં ફોટો લેવા માટે વપરાતું અત્યંત મહત્ત્વનું કાચનું ઉપકરણ. તસવીરો ઝડપવા માટે જેમ કૅમેરાની તેમ અત્યંત આકર્ષક તસવીરો ઝડપવા માટે સારા પ્રકારના કૅમેરાના લેન્સની પણ આવદૃશ્યકતા હોય છે. કૅમેરામાં જડેલા લેન્સ ઉપરાંત વિવિધ પ્રકારની તસવીરો ઝડપવા માટે અન્ય વિવિધ લેન્સની પણ આવદૃશ્યકતા રહે છે અને આવા લેન્સ…

વધુ વાંચો >

વિવર્ધન (enlargement)

વિવર્ધન (enlargement) : નાની તસવીર પરથી મોટી તસવીર કરવાની ફોટોગ્રાફીની એક પ્રક્રિયા. કૅમેરાથી તસવીર ઝડપ્યા બાદ તે તસવીર કેવી આવી છે અથવા તે કેવી દેખાય છે તે જોવાની આતુરતા સ્વાભાવિક રીતે જ દરેક તસવીરકારને હોય છે એટલે ફિલ્મ કે ફિલ્મ-રોલને ડેવલપ કર્યા પછી તૈયાર થયેલ નેગેટિવ પરથી વાસ્તવિક ચિત્ર તૈયાર…

વધુ વાંચો >

વ્યારાવાલા, હોમાય

વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…

વધુ વાંચો >

વ્હાઇટ, માઇનૉર

વ્હાઇટ, માઇનૉર (જ. 9 જુલાઈ 1908, મિનિયાપૉલિસ, યુનાઇટેડ સ્ટેટ્સ; અ. 24 જૂન 1976, કેમ્બ્રિજ, યુનાઇટેડ સ્ટેટ્સ) : અમેરિકી છબિકાર અને પત્રકાર. છબિકલા દ્વારા અભિવ્યક્તિનો વ્યાપ વધારવાના તેમના પ્રયત્નોએ તેમને વીસમી સદીના મધ્ય ભાગના સૌથી પ્રભાવી સર્જનશીલ છબિકાર બનાવ્યા. વ્હાઇટે નાની વયથી ચિત્રો પાડવાનો આરંભ કર્યો પણ તે પછી વનસ્પતિશાસ્ત્ર અને…

વધુ વાંચો >

શટર (કૅમેરા)

શટર (કૅમેરા) : કૅમેરામાં પ્રકાશના પ્રવેશને નિયંત્રિત કરવા માટેનું સાધન. મુખ્યત્વે બે પ્રકારનાં શટરનો ઉપયોગ થઈ રહ્યો છે : (1) ‘ટ્વિન લેન્સ’ કૅમેરામાં બે લેન્સ વચ્ચેનું શટર : આમાં બે લેન્સ વચ્ચેના હવાયુક્ત ભાગમાં શટર જડેલું હોય છે. (2) પડદાવાળું શટર : આમાં .35 એમ.એમ.નાં ‘સિંગલ લેન્સ’ અસંખ્ય કૅમેરામાં બે…

વધુ વાંચો >

શર્મન, સિન્ડી

શર્મન, સિન્ડી (જ. 1954, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા ફોટોગ્રાફર. તેમણે બફેલો ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ફોટોગ્રાફીનો અભ્યાસ કરેલો. યુવા તરુણ-તરુણીઓની મૉડલ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. અમેરિકાના પ્રસિદ્ધ પૉપ સામયિક ‘પ્લેબૉય’ના પૂંઠા ઉપર અને અંદર ઘણી વાર તેમણે લીધેલા ફોટોગ્રાફ છપાયા છે. તેમની જાણીતી ફોટો-શ્રેણીઓમાં…

વધુ વાંચો >

શાહ, હેમેન્દ્ર અનુપમલાલ

શાહ, હેમેન્દ્ર અનુપમલાલ (જ. 5 માર્ચ 1936, અમદાવાદ, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના ફોટોગ્રાફર. પુણેમાં મૅટ્રિક, અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ. (1957) થયા. અમદાવાદમાં તથા મુંબઈમાં વીમા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામગીરી કરી. તેમણે 1962માં પથિક આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો, પણ તેમાં જોઈતી સફળતા ન મળી. 1965થી 1984…

વધુ વાંચો >

સંઘવી, વસંત ચુનીલાલ

સંઘવી, વસંત ચુનીલાલ (જ. 8 માર્ચ 1938, માંડવી, કચ્છ-ગુજરાત) : પક્ષી જગતના અચ્છા અને ચિત્રાત્મક (pictorial) શૈલીના તસવીરકાર. વેપારી પરિવારના પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંડવીમાં. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી માંડવીમાં મહેસૂલ ખાતાની સેવામાં જોડાયા. બાળપણથી જ પેઇન્ટિંગનું આકર્ષણ. કાળક્રમે ફોટોગ્રાફી તરફ ઢળ્યા. પિતા ચુનીલાલની નિશ્રામાં પોતાના નિવાસસ્થાને ફોટોગ્રાફી…

વધુ વાંચો >

સાલૉમૉન એરિખ

સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર. સાલૉમૉન એરિખ શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન…

વધુ વાંચો >