છબીકલા

અનાવરક

અનાવરક (shutter) : કૅમેરાના લેન્સમાંથી પસાર થતા પ્રકાશને નિયત સમય સુધી ફિલ્મ ઉપર પડવા દે તેવી યાંત્રિક કરામત. આધુનિક કૅમેરામાં બે પ્રકારના અનાવરકો – પાંખડી અનાવરક (leaf shutter) અને પડદા અનાવરક (focal plane shutter) – પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરેલો હોય છે. પાંખડી અનાવરક (leaf shutter, between lens shutter…

વધુ વાંચો >

આકાશી છબીકલા

આકાશી છબીકલા : જુઓ, છબીકલા

વધુ વાંચો >

ઈસ્ટમૅન, જ્યૉર્જ

ઈસ્ટમૅન, જ્યૉર્જ (જ. 12 જુલાઈ 1854, વૉટરવિલ, ન્યૂયૉર્ક; અ. 14 માર્ચ 1932, ન્યૂયૉર્ક) : છબીકલાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવનાર અમેરિકન શોધક, ઉદ્યોગપતિ અને દાનવીર. રૉચેસ્ટરની નિવાસી શાળામાં અભ્યાસ કરીને બૅન્કના સામાન્ય કારકુન તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. છબીકલાના શોખને કારણે તેમણે તે ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું. એ જમાનામાં છબી પાડવા માટેની…

વધુ વાંચો >

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.; અ. 25 જૂન 1916 ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ…

વધુ વાંચો >

કનિંગહૅમ ઇમોજન

કનિંગહૅમ, ઇમોજન (જ. 12 એપ્રિલ 1883, પૉર્ટલૅન્ડ, ઑરેગોન, અમેરિકા; અ. 24 જૂન 1976, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, અમેરિકા) : છોડવાઓ-ક્ષુપો તથા વ્યક્તિઓને ફોટોગ્રાફી વડે કંડારવા માટે જાણીતી અમેરિકન મહિલા-ફોટોગ્રાફર. પત્રાચારી શિક્ષણપદ્ધતિથી ફોટોગ્રાફી શીખીને તેમણે 1901માં કામ શરૂ કર્યું. તેમની પ્રારંભિક કૃતિઓમાંથી ‘માર્શ ઍટ ડૉન’ (1901) ઉત્તમ ગણાઈ છે, જેમાં ઓગણીસમી સદીની…

વધુ વાંચો >

કનોરિયા રાઘવ

કનોરિયા, રાઘવ (જ. 19 માર્ચ 1936, અનીડાભિલોડીના, જિલ્લો રાજકોટ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી શિલ્પી, ફોટોગ્રાફર અને કલાગુરુ. વડોદરામાં મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં શિલ્પકલાનો અભ્યાસ કર્યો. પ્રા. શંખ ચૌધરી જેવા વિદ્વાન શિક્ષક અને શિલ્પીના હાથ નીચે ઘડાયા. શિલ્પના ડિપ્લોમામાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. બ્રિટિશ ગવર્નમેન્ટની કૉમનવેલ્થ…

વધુ વાંચો >

કર્તિઝ આન્દ્રે 

કર્તિઝ, આન્દ્રે  (જ. 2 જુલાઈ 1894, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1985, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : રોજરોજની સ્વાભાવિક જિંદગીને કૅમેરા દ્વારા દસ્તાવેજી રૂપ આપનાર વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. 1912માં બુડાપેસ્ટ સ્ટૉક એક્સ્ચેન્જમાં કારકુનની નોકરી કરી રહેલા કર્તિઝને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરિયન લશ્કરમાં કર્તિઝે સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધની અમાનવીય યાતનાઓ જોઈ…

વધુ વાંચો >

કામેરોન, જુલિયા માર્ગારેટ

કામેરોન, જુલિયા માર્ગારેટ (જ. 11 જૂન 1815, કોલકાતા, ભારત; અ. 26 જાન્યુઆરી 1879, કાલુતારા, શ્રીલંકા) : બ્રિટિશ ફોટોગ્રાફર, ઓગણીસમી સદીમાં ફોટોગ્રાફીના માધ્યમમાં વ્યક્તિચિત્રો સર્જનારા વિશ્વના શ્રેષ્ઠ કલાકારોમાંનાં એક. બાળપણ ભારતમાં વીત્યું. એક નિવૃત્ત અફસર સાથે લગ્ન થતાં 1848માં કામેરોન પતિ સાથે બ્રિટન ચાલ્યાં ગયાં. 1860માં બંને આઇલ ઑવ્ વીટ પર…

વધુ વાંચો >

કાર્તી-બ્રેસોં, હેન્રી

કાર્તી-બ્રેસોં, હેન્રી (Cartier-Bresson, Henrin) (જ. 22 ઑગસ્ટ 1908, શાન્તેલૂ, ફ્રાંસ; અ. 2004, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ ફોટોગ્રાફર. કોઈ પણ સજીવ તેની કેટલીક પ્રાકટ્યની પળોમાં આંતરમનની અભિવ્યક્તિ શારીરિક અંગભંગિ અને મૌખિક મુદ્રાઓ દ્વારા કરે છે અને તે પળોને કૅમેરા વડે જકડી લેવાનો તેમનો આપેલો સિદ્ધાંત આજે ‘ડિસાઇસિવ મૉમેન્ટ’ (‘Decisive Moment’) નામે…

વધુ વાંચો >

કાર્શ, યુસુફ

કાર્શ, યુસુફ (જ. 23 ડિસેમ્બર 1908, માર્ટિન, તુર્કી) : કૅનેડિયન ફોટોકલાનિષ્ણાત. દુનિયાની વિખ્યાત વ્યક્તિઓનું લાક્ષણિક વ્યક્તિત્વ દર્શાવતી છબીઓ પાડવા માટે જગમશહૂર બનેલા યુસુફ કાર્શને તુર્કીમાં એક આર્મેનિયન તરીકે ઘણા અન્યાયી જુલમો સહન કરવા પડેલા. 16 વર્ષની વયે તે તુર્કી છોડી કૅનેડાના શેરબ્રુકમાં વસેલા તેમના ફોટોગ્રાફર કાકાને ત્યાં ગયા. 1928થી 1931…

વધુ વાંચો >