છબીકલા

પટેલ, સુલેમાન

પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રતિબિંબ

પ્રતિબિંબ : ર્દશ્યનું બિંબ પાછું ફરે ત્યારે એ પરાવૃત્ત બિંબથી ઉત્પન્ન થતું ચિત્ર. છબીકલામાં પ્રતિબિંબ અગત્યનું સ્થાન ધરાવે છે. જે ર્દશ્યની તસવીર ઝડપવાની હોય તે ર્દશ્યનાં પ્રકાશ-કિરણો અને તરંગોના પરાવર્તન દ્વારા જ છબી ઉતારવામાં આવે છે. પ્રતિબિંબો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) લીસી સપાટી પરથી પરાવૃત્ત થતાં અને…

વધુ વાંચો >

ફિલ્ટર

ફિલ્ટર : છબી નરી આંખે જેવી દેખાય તેના કરતાં વધુ આકર્ષક દેખાય તે માટેનું છાયાપ્રકાશ તથા રંગો ગાળીને ઇષ્ટ પરિણામ મેળવવા માટેનું સાધન. છબીકાર સામાન્ય રીતે છબી વધુ આકર્ષક દેખાય એવું ઇચ્છતો હોય છે; પરંતુ એ માટે કુદરતી પ્રકાશની વ્યવસ્થા સાનુકૂળ હોવી જોઈએ. બારીમાંથી બહાર નજર કરીએ તો બહારનો પ્રકાશ…

વધુ વાંચો >

ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey)

ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey) : કોઈ પણ વિસ્તારનો ફોટોગ્રાફ લઈને, સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. ખૂબ ઊંચાઈએથી ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે ભૂમિનો ઘણોબધો વિસ્તાર આવરી લઈ શકાય છે. પહેલા તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી માહિતી મેળવવા માટે ઊંચે ઊડતા વિમાનમાં ખાસ પ્રકારના કૅમેરા ગોઠવીને, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશયુગના પ્રારંભ…

વધુ વાંચો >

ફોટોમાઇક્રૉગ્રાફી

ફોટોમાઇક્રૉગ્રાફી : સૂક્ષ્મ ફોટોગ્રાફી. સાચો શબ્દ ‘ફોટોમાઇક્રૉગ્રાફી’ છે. પરંતુ ઘણા લોકો, ખાસ કરીને બ્રિટન અને અમેરિકાની બહાર વસતા લોકો, ‘માઇક્રૉફોટોગ્રાફી’ શબ્દ પણ વાપરે છે. ફોટોમાઇક્રૉગ્રાફી એક પ્રકારની ક્લોઝઅપ ફોટોગ્રાફી જ છે. પણ જે ર્દશ્ય સામાન્ય લોકો નરી આંખે જોઈ શકતા નથી તે કૅમેરાની અંદર બેસાડેલ સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રૉસ્કૉપિક લેન્સથી…

વધુ વાંચો >

ફોટોમૉન્ટાજ

ફોટોમૉન્ટાજ : છબીકળા અને કલ્પનાશક્તિના સમન્વયથી તૈયાર થયેલ છબી. લેખકો પોતાની કલ્પનાશક્તિથી સાહિત્ય રચે છે, ચિત્રકારો પોતાની કલ્પના મુજબ ચિત્રો દોરે છે, એવી જ રીતે ફોટોમૉન્ટાજમાં છબીકાર પોતાની કલ્પના મુજબ અનેક છબીઓ ભેગી કરીને મૉન્ટાજ કરેલી નવી જ ફોટોકૃતિ તૈયાર કરે છે. ફોટોમૉન્ટાજ એટલે એન્લાર્જરની મદદથી એક કે વધુ નેગૅટિવમાંથી…

વધુ વાંચો >

ફ્રેનેલ લેન્સ

ફ્રેનેલ લેન્સ : અવકાશીય ટેલિસ્કોપમાં વિશિષ્ટ સંરચના ધરાવતો લેન્સ. જુદા જુદા પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ મનુષ્યના રોજિંદા જીવનમાં તથા પ્રયોગશાળાઓમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. અવકાશમાં અતિ દૂરનાં અંતરે રહેલા અવકાશીય પદાર્થોને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે; તેમનાં ચોક્કસ સ્વરૂપ અને લાક્ષણિકતાઓની પૂર્ણ વિગતો મેળવવા માટે ખૂબ જ મોટા પરિઘ ધરાવતા…

વધુ વાંચો >

ફ્લૅશ-ગન

ફ્લૅશ-ગન : છબીકલામાં કૅમેરા સાથેનું એક અગત્યનું ઉપકરણ. દિવસે આપણે જે પ્રકાશ અનુભવીએ છીએ તે સીધા સૂર્યપ્રકાશ તેમજ આકાશ અને નજીકના પદાર્થોના પ્રકાશના પરાવર્તનનું મિશ્રણ છે; જ્યારે રાત્રિના અંધકારમાં ચંદ્ર અને તારાના ઝાંખા પ્રકાશમાં કશું સ્પષ્ટ દેખાતું હોતું નથી અને તેથી અંધકારમાં છબી ખેંચવા માટે શક્તિશાળી કૃત્રિમ પ્રકાશની આવશ્યકતા રહે…

વધુ વાંચો >

બર્ક-વાઇટ, માર્ગારેટ

બર્ક-વાઇટ, માર્ગારેટ (જ. 1906, ન્યૂયૉર્ક સિટી; અ. 1971) : અમેરિકાનાં નામી મહિલા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી ખાતે કર્યો. તે પછી તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના અને સ્થાપત્ય વિષયના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1936માં ‘લાઇફ’ સામયિક શરૂ થયું ત્યારે તેનાં સ્ટાફ-ફોટોગ્રાફર અને સહતંત્રી બન્યાં. ‘લાઇફ’ સામયિક માટે તેમણે બીજા વિશ્વયુદ્ધના વિગત-સમાચાર…

વધુ વાંચો >