કે. કા. શાસ્ત્રી

ભીમ (3)

ભીમ (3) (ઈ.સ.ની 15મી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ અને અનુવાદક. બાણભટ્ટની ‘કાદંબરી’ના ભાલણે મધ્યકાલીન ગુજરાતી ભૂમિકામાં આખ્યાનશૈલીમાં કરેલા અસામાન્ય અનુવાદની પૂર્વે સંસ્કૃત ગ્રંથોનો એવો અનુવાદ આપનારો ભીમ કવિ 1485, 1490ની એની રચેલી બે કૃતિઓ શ્રીમદભાગવતના આખ્યાનાત્મક અનુવાદ ‘હરિલીલાષોડશકલા’ અને અગિયારમી સદીના મગધદેશના કવિ કૃષ્ણના સંસ્કૃત નાટક प्रबोधचंन्द्रोदयની ચોપાઈઓમાં કરેલા…

વધુ વાંચો >

ભ્રમરકાવ્ય

ભ્રમરકાવ્ય : શ્રીમદભાગવતનો દશમ સ્કંધ કેટલાંક સુંદર સંસ્કૃત ગીતો આપે છે; જેવાં કે, ‘વેણુગીત’, ‘ગોપીગીત’, ‘યુગલગીત’, ‘ભ્રમરગીત’ અને ‘મહિષીગીત’. આ ગીતો છેલ્લા ગીત સિવાય વાસ્તવમાં વિરહગીતો છે. આમાંનું ‘ભ્રમરગીત’ એ વિરહગીત તો છે જ, ઉપરાંત એ ‘દૂતકાવ્ય’ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે મથુરા ગયા અને ત્યાં કંસવધ…

વધુ વાંચો >

યાત્રા

યાત્રા : એક ધાર્મિક રિવાજ. પોતાના કાર્ય માટે કે વગર કાર્યે એક સ્થાનથી બીજા સ્થળે જવું એને પ્રવાસ કહેવાય. તે  લાંબા અંતરનો કે ટૂંકા અંતરનો હોઈ શકે છે. જ્યારે યાત્રા પુણ્ય મેળવવા માટે ધાર્મિક, પવિત્ર તીર્થોમાં જવાની પ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા યાત્રિકને હોય છે. નદી,…

વધુ વાંચો >

રથયાત્રા

રથયાત્રા : કૃષ્ણભક્તોનો ઉત્સવ. પૂર્વ ભારતના ઊડિયા-ઓરિસા રાજ્યમાં જગન્નાથપુરી નગરમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરમાં ‘શ્રીકૃષ્ણબલરામનાની બહેન સુભદ્રા’ એ ત્રણ ભાંડુઓની મૂર્તિ બિરાજે છે. ભારતીય ઉપખંડમાં આવેલાં ચાર દિશાઓનાં પવિત્ર તીર્થધામો છે. તેમાં ઉત્તરે શ્રી બદરી–કેદાર, દક્ષિણે શ્રી તિરુપતિના વેંકટબાલાજી, પૂર્વે શ્રી જગન્નાથજી અને પશ્ચિમે દ્વારકામાં આવેલાં છે. આમાંના ઊડિયામાંના શ્રી…

વધુ વાંચો >

રાધા (રાધિકા)

રાધા (રાધિકા) : શ્રીકૃષ્ણની પ્રેયસી અને કૃષ્ણલીલામાં ભાગ લેનાર ગોપીવિશેષ. વૈષ્ણવ ધર્મમાં, ખાસ કરીને ભાગવત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવનારા અને વસુદેવપુત્ર શ્રીકૃષ્ણની સાથે બાલલીલાઓમાં રાધા કેન્દ્રસ્થાને રહેલાં છે. રાધાના ઉલ્લેખો પ્રાચીન લોકસાહિત્યમાં ત્રીજીથી પાંચમી સદીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે; પરંતુ મહાભારત અને અષ્ટાદશ પુરાણો પૈકી પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ ભાગ્યે જ…

વધુ વાંચો >

રાધાવલ્લભીય સંપ્રદાય

રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર…

વધુ વાંચો >

વણીકર, વિ. એ.

વણીકર, વિ. એ. (જ. 16 ડિસેમ્બર 1915, પેટલાદ, જિ. આણંદ; અ. 31 ઑક્ટોબર 1988, ડાંગ પ્રદેશ) : નિષ્ઠાવાન હિંદુત્વવાદી સામાજિક કાર્યકર અને જાણીતા રોગનિદાનશાસ્ત્રજ્ઞ. આખું નામ વિશ્વનાથ અનંત વણીકર. મૂળ વતન નાશિક (મહારાષ્ટ્ર). એમના પિતા મિકૅનિકલ એન્જિનિયર હતા. નાશિકથી અમદાવાદ તેઓ પરિવાર સાથે આવ્યા. વિશ્વનાથનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં…

વધુ વાંચો >

વર્ણાશ્રમ

વર્ણાશ્રમ : પ્રાચીન હિંદુ સમાજની વિશિષ્ટ જીવનવ્યવસ્થા. ભારતીય ઉપખંડમાં એનો પ્રસાર-પ્રચાર ક્યારે શરૂ થયો એ કહી શકીએ એમ નથી. જેમ ભારતીય તત્વજ્ઞાનનાં બીજ ‘ઋગ્વેદ’ના ‘નાસદીય સૂક્ત’ અને ‘પુરુષસૂક્ત’માં છે તેમ ‘વર્ણ’નાં બીજ ‘ઋગ્વેદ’ના ‘પુરુષસૂક્ત’માં જોવા મળે છે, જ્યાં સહસ્રશીર્ષા પુરુષ-પરમાત્મા-પરમેશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બેઉ બાહુઓમાંથી ક્ષત્રિય, બેઉ સાથળોમાંથી વૈદૃશ્ય અને બંને…

વધુ વાંચો >

વલ્લભાચાર્ય મહાપ્રભુજી

વલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ. 14791531) : હિંદુ ધર્મમાં શુદ્ધાદ્વૈત, પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. શ્રીમદભાગવદગીતામાં વૈદિક હિંસાત્મક દ્રવ્યયજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞો ઉત્તમ છે એ અને પછી ભક્તિની મહત્તા બતાવવામાં આવેલ છે. આ સિદ્ધાંત વ્યાપક બનતાં ઈ. પૂ. દસેક સદી પૂર્વે ભક્તિની મહત્તા સ્થાપતો અને વિષ્ણુ-નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના…

વધુ વાંચો >

વિઠ્ઠલનાથ ગુસાંઈજી

વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…

વધુ વાંચો >