કૃષિવિદ્યા

પોડસોલ

પોડસોલ : જમીનનો એક પ્રકાર. જે જમીન રંગવિહીન બની હોય (રંગદ્રવ્યનો સ્રાવ થઈ ગયો હોય), જેમાં લોહ અને ચૂનાનું દ્રવ્ય તદ્દન ઓછું હોય (કે ઓછું થઈ ગયું હોય) એવી જમીનને પોડસોલ કહેવાય છે. આ પ્રકારની જમીન ભેજવાળા અને ઠંડી આબોહવાના સંજોગો હેઠળ તૈયાર થતી હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.)

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.) : સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગત એક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ઑક્ટોબર 1945માં થઈ. તેનું મુખ્ય કાર્યાલય 1951 સુધી વૉશિંગ્ટન ડી. સી. હતું, પરંતુ હવે તે રોમ ખાતે છે. 1943માં તે વખતના અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે હૉટ સ્પ્રિંગ્ઝ–વર્જિનિયા ખાતે અન્ન અને કૃષિ સાથે સંબંધ ધરાવતી સમસ્યાઓની…

વધુ વાંચો >

ફોફળ

ફોફળ : જુઓ સોપારી

વધુ વાંચો >

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર : બાજરી ગુજરાતનો એક મહત્વનો ધાન્યપાક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તે બાજરો નામે ઓળખાય છે. ભૌગોલિક રીતે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં બાજરી મુખ્યત્વે ખરીફ ઋતુમાં લેવાતો અગત્યનો પાક છે. જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઉનાળુ બાજરી પણ લેવામાં આવે છે. ગુજરાતમાં બાજરી એકંદરે 12 લાખ હેક્ટર જેટલા…

વધુ વાંચો >

બાજરો

બાજરો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum typhoides (Burm. F.) Stapt Hubbard syn. P. typhoideum Rich (હિં. બં. बाजरा, लाहरा; મ. ગુ. બાજરી; ત. કંબુ; અં. પર્લમિલેટ, કેટેઇલ મિલેટ) છે. સમગ્ર દુનિયામાં લગભગ 270 લાખ હેક્ટર જમીનમાં બાજરાના પાકનું વાવેતર થાય છે. તે છઠ્ઠા…

વધુ વાંચો >

બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ

બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ : તમાકુનું રોકડિયા પાક તરીકે વિશેષ મહત્વ છે. કૃષિક્ષેત્રે આ પાક સૌથી વધુ જકાત(એક્સાઇઝ)ની આવક તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. વળી આ પાકની ખેતી અને ઉત્પાદનની પશ્ચાદવર્તી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં માનવીને રોજી-રોટી મળે છે. આ અગત્યને ધ્યાનમાં લઈ તમાકુ-સંશોધનની કામગીરી…

વધુ વાંચો >

મકાઈ

મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…

વધુ વાંચો >

મગ

મગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna radiata (Linn.) Wilczek syn. Phaseolus radiatus Linn. P. aureus Roxb. (સં. મુદ્ગ; મ. મૂગ; હિં. મૂંગ; ગુ. મગ; તે. પચ્ચા પેસલુ; તા. પચ્ચો પાયરૂ; ક. હેસરું, મલ. ચેરૂ પાયક; અં. ગ્રીન ગ્રૅમ, ગોલ્ડન ગ્રૅમ) છે.…

વધુ વાંચો >

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

મઠ

મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…

વધુ વાંચો >