કૃષિવિદ્યા

અખરોટ

અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…

વધુ વાંચો >

અજમો

અજમો : દ્વિદળી વર્ગના ઍપિયસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trachyspermum ammi (Linn.) Sprague. syn. T. copticum Link., syn. Carum copticum Hiren. (સં. अजमोद; હિં. अजवायन, आजोवान; ગુ. અજમો; અં. બિશપ્સ વીડ.) છે. તેના સહસભ્યો બ્રાહ્મી, વરિયાળી, પીમ્પીનેલા, હિંગ, સુવા, ધાણા, જીરું અને ગાજર છે. વર્ગીકરણની પદ્ધતિમાં આ કુળને ઍપિયેલ્સ…

વધુ વાંચો >

અડદ

અડદ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિઓનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna mungo (Linn.) Hepper; syn. Phaseolus radiatus Roxb., non Linn.; syn. P. mungo Linn.; non Roxb & auct. (સં. माष, હિં. उडद, उरद; ગુ. અડદ; અં. બ્લૅક ગ્રામ.) છે અને તેને ગુજરાતી નામ મગ સાથે કાંઈ…

વધુ વાંચો >

અનનાસ

અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus  (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે. કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને…

વધુ વાંચો >

અન્ન અને કૃષિ સંસ્થા

અન્ન અને કૃષિ સંસ્થા : જુઓ, ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.).

વધુ વાંચો >

અરડૂસી

અરડૂસી : દ્વિદળી વર્ગની ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adhatoda vasica Nees. (સં. आटरुषक, अटरुष, वासा; હિં. अडुसा, अडुलसा;  મં. અડૂળસા; બં. વાકસ વાસક; ગુ. અરડૂસી; અં. મલબાર નટ ટ્રી) છે. એખરો, કારવી, લીલું કરિયાતું, હરણચરો, કાળી અંઘેડી વગેરે તેનાં સહસભ્યો છે. બહુશાખિત 1.5થી 2.5 મીટર ઊંચા રોપ…

વધુ વાંચો >

અશ્વગંધા

અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा;  હિં.  असगंध. તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું…

વધુ વાંચો >

અળવી

અળવી : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ (olocasia esculenta (Linn.) Schott. syn C. antiquorum Schott. (સં. कचु; બં. આશુકચુ, કચુ, ગુરી; મ. અળુ, અળવી; ગુ. અળવી; અં. Elephant’s ear.) છે. સૂરપણખા, કૅલેડિયમ, સાપનો કંદ, જળશંખલાં, સૂરણ અને અડુની વેલ તેના સહસભ્યો છે. ગુજરાતમાં તેનાં પાન પાતરાં…

વધુ વાંચો >

અળશી

અળશી : દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ. Linum usitatissimum Linn. (સં. अतसी; હિં. अलसी; બં. મસિના, તિસી; મ. અળશી, જ્વસ; અં. Linseed) છે. અળશીના છોડવાઓ 3૦થી 6૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવે છે. અદંડી, સાદાં પર્ણો, એકાંતરિત, પીળાં, કક્ષીય, એકાકી…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર (IITA) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશન દ્વારા કઠોળ, મૂળ, કંદ અને ખાદ્ય શિંબી વર્ગના પાકોની સુધારણાના મુખ્ય હેતુથી ઇબાડાન- (નાઇજિરિયા)માં 1968માં સ્થપાયેલું કેન્દ્ર. અહીં મકાઈ અને ચોખાની સુધારણા માટે પણ CIMMYT અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સંશોધન કરવામાં આવે છે. આ કેન્દ્રની પ્રવૃત્તિ પાકપદ્ધતિના…

વધુ વાંચો >