પોડસોલ : જમીનનો એક પ્રકાર. જે જમીન રંગવિહીન બની હોય (રંગદ્રવ્યનો સ્રાવ થઈ ગયો હોય), જેમાં લોહ અને ચૂનાનું દ્રવ્ય તદ્દન ઓછું હોય (કે ઓછું થઈ ગયું હોય) એવી જમીનને પોડસોલ કહેવાય છે. આ પ્રકારની જમીન ભેજવાળા અને ઠંડી આબોહવાના સંજોગો હેઠળ તૈયાર થતી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા