કન્નડ સાહિત્ય

નાયક, હા. મા.

નાયક, હા. મા. (જ. 1931, હોસામાને, જિ. શિમોગા, કર્ણાટક; અ. 10 નવેમ્બર 2000, મૈસૂર) : કન્નડ ભાષાના વિદ્વાન વિવેચક, નિબંધકાર તથા કટારલેખક. તેમને ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. મહારાજા કૉલેજ, મૈસૂરમાંથી કન્નડમાં તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મૈસૂર યુનિવર્સિટી…

વધુ વાંચો >

પંપ

પંપ (જ. ઈ. સ. 902, વેંગિમંડલ; અ. ઈ. સ. 975) : કન્નડના આદિમહાકવિ. પંપ જૈન ધર્માનુયાયી હોવા છતાં એ વૈદિક ધર્મના પણ અનુરાગી હતા. પંપે કન્નડમાં જૈનસાહિત્યની રચના કરી. ત્યારથી કન્નડ સાહિત્યમાં જૈનયુગ શરૂ થયો એમ કહેવાય છે. પંપયુગનો પર્યાય જૈન સાહિત્યયુગ બની ગયો છે. એમના મહાભારતના કથાનકને આધારે રચેલાં…

વધુ વાંચો >

પાટીલ રાઘવેન્દ્ર

પાટીલ, રાઘવેન્દ્ર (જ. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા…

વધુ વાંચો >

પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત)

પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત) : કન્નડ લેખક. વીરશૈવ સંપ્રદાયના કવિ. એમનો જન્મ કર્ણાટકના ગોદાવરી જિલ્લાના પાલ્લુરિ ગામમાં. પિતાનું નામ બસવેશ. ગુરુનું નામ ગુરુકિંગાર્ય. એમણે શાસ્ત્રાર્થમાં ઘણા પંડિતોને પરાજય આપ્યો હતો. ગણપુરના રાજા જગદેવમલ્લે એમનું સન્માન કર્યું હતું. સોમનાથે તેલુગુ અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેલુગુના પ્રાચીન કવિઓમાં એમનું…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુરંદરદાસ

પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…

વધુ વાંચો >

પ્રસન્ના, કુમાર

પ્રસન્ના કુમાર : કન્નડ રંગભૂમિના જાણીતા દિગ્દર્શક. 1975માં દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં નાટ્યતાલીમ લઈ મુખ્યત્વે કર્ણાટકમાં પલાંઠી વાળીને નાટકો કરતા રહેલા પ્રસન્નાએ અનેક નાટ્યપ્રકારોમાં પ્રયોગો કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પ્રારંભનાં પાંચેક વર્ષ તેમણે શેરીનાટકો કર્યાં, અને એ દરમિયાન જ પારસી થિયેટરની શૈલીએ નવાં કન્નડ નાટકો તૈયાર કર્યાં. એમનું…

વધુ વાંચો >

બસવરાજદેવરા રગાલે

બસવરાજદેવરા રગાલે : મધ્યકાલીન કન્નડ કૃતિ. મધ્યકાલીન કન્નડ સંત કવિ બસવેશ્વરનું કવિ હરિહરને પદ્યમાં લખેલું જીવનચરિત્ર. હરિહરનના સમય વિશે ક્ન્નડ સાહિત્યના ઇતિહાસલેખકોમાં મતભેદ છે; આમ છતાં એટલું નિશ્ચિત છે કે મધ્યકાળમાં બસવેશ્વર વિશે લખનાર હરિહરન પ્રથમ કવિ છે. હરિહરન બસવેશ્વરના સંપર્કમાં આવ્યા નહોતા અને તેથી એમણે બસવેશ્વર વિશેની કિંવદન્તીઓ અને…

વધુ વાંચો >