કન્નડ સાહિત્ય

તિપ્પેરુદ્રસ્વામી, એચ.

તિપ્પેરુદ્રસ્વામી, એચ. (જ. 13 ફેબ્રુઆરી 1928, હોનાલી, જિ. શિમોગા) : કન્નડ લેખક, નવલકથાકાર અને વિવેચક. તેમના પિતા વીરશૈવ સંપ્રદાયના હતા અને તેમણે તેમનું આખું જીવન સાહિત્યસાધનામાં વિતાવેલું. વતનમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તિપ્પેરુદ્રસ્વામી હંમેશા તેમના વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકીના એક રહ્યા અને તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમણે સંખ્યાબંધ ચંદ્રકો અને…

વધુ વાંચો >

તિરુમલાયે

તિરુમલાયે (સત્તરમી શતાબ્દી) : મધ્યકાલીન કન્નડ કાવ્યસાહિત્યમાં વૈષ્ણવ યુગ શરૂ કરનાર કવિ. તિરુમલાયેએ વિષ્ણુ-ભક્તિનાં પદો રચ્યાં, જેમાં ભાવ અને નિરૂપણરીતિનું એટલું વૈવિધ્ય છે કે વૈષ્ણવ ન હોય તે પણ એમનાં પદોથી પ્રભાવિત બની જાય. એમણે રામ તેમજ કૃષ્ણ-ભક્તિનાં ગીતો રચ્યાં છે. તે ભાવવિભોર બનીને ગાતા. એ કાવ્યોથી જ એમણે કર્ણાટકમાં…

વધુ વાંચો >

દાતું

દાતું (1973) : કન્નડ નવલકથા. કન્નડ સાહિત્યમાં સાંપ્રતકાલીન શ્રેષ્ઠ નવલકથાકાર ભૈરપ્પાની આ નવલકથાને સાહિત્ય એકૅડેમી તરફથી કન્નડ સાહિત્યની 1975ના વર્ષની શ્રેષ્ઠકૃતિ તરીકે ઍવૉર્ડ માટે પસંદ કરાઈ હતી. વ્યક્તિના વિકાસને અવરોધતાં ન્યાતજાતનાં બંધનો તોડવા કટિબદ્ધ પિતા–પુત્રીને તેમના અવિરત પ્રયાસો છતાં અંતમાં મળતી સરિયામ નિષ્ફળતાની આ કથા છે. એ નિષ્ફળતા એમનાં પોતાનાં…

વધુ વાંચો >

દેવનૂર, મહાદેવ

દેવનૂર, મહાદેવ (જ. 1948, દેવનૂર, તા. નન્નમગુડ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની ટૂંકી નવલકથા ‘કુસુમબાલે’ને સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં ‘ક્રિએટિવ રાઇટિંગ’ વિશે અભ્યાસ કર્યો. તે પછી મસૂરી ખાતેના ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંડિયન લૅંગ્વેજિઝ’માં થોડો સમય અધ્યાપક રહ્યા. બેન્દ્રે…

વધુ વાંચો >

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા (જ. 22 જુલાઈ 1929, હલિયાલ, જિ. ઉત્તર કન્નડ, કર્ણાટક; અ. 1998) : કન્નડ વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઓમ્ નમો’ બદલ 2૦૦૦ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે હલિયાલ, કર્ણાટક કૉલેજ, ધારવાડ; વિલ્સન કૉલેજ, મુંબઈ અને લીડ્સ યુનિવર્સિટી, યુ.કે.માં શિક્ષણ…

વધુ વાંચો >

દ્યાવાપૃથ્વી (1957)

દ્યાવાપૃથ્વી (1957) : કન્નડ કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘પદ્મશ્રી’ (1961માં) કન્નડ લેખક વિનાયક ગોકાકની આ રચનાને સાહિત્ય એકૅડેમીના 1960ના વર્ષની શ્રેષ્ઠ કન્નડ કૃતિ તરીકે પુરસ્કાર આપવામાં આવેલો. એમના પાંચ કાવ્યસંગ્રહોમાં આ એમનો અંતિમ તથા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. ‘દ્યાવાપૃથ્વી’માં એના નામ પ્રમાણે પૃથ્વી તથા આકાશનાં સૌમ્ય, રૌદ્ર, લઘુ તેમજ વિરાટ સ્વરૂપોમાં…

વધુ વાંચો >

નરસિંહાચાર, ડી. એલ.

નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…

વધુ વાંચો >

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી)

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી) : કન્નડ લેખક. એમણે રામચન્દ્રચરિત પુરાણ લખ્યું છે, જે ‘પંપ રામાયણ’ના તથા ‘મલ્લિનાથ પુરાણ’ના નામથી ઓળખાય છે. આ બંને કૃતિઓ ચંપૂ શૈલીમાં રચાઈ છે. ‘રામચન્દ્રચરિત પુરાણ’ 16 આશ્વાસમાં લખાઈ છે. એમાં 2343 કડીઓ છે, જ્યારે ‘મલ્લિનાથ પુરાણ’માં 14 આશ્વાસ છે અને 1471 કડીઓ છે. એમની કૃતિની શરૂઆતમાં…

વધુ વાંચો >

નાગભૂષણ, ગીતા (શ્રીમતી)

નાગભૂષણ, ગીતા (શ્રીમતી) (જ. 25 માર્ચ 1942, સાવલ્ગી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બદુકુ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ ગુલબર્ગમાં…

વધુ વાંચો >

નાગરાજ, ડી. આર.

નાગરાજ, ડી. આર. (જ. 1954, ડોડ્ડાબેલ્લાપુર, કર્ણાટક; અ. 1998) : કન્નડ સાહિત્યકાર, નિબંધકાર અને વિવેચક. શિક્ષણ બગાલુરુ વિશ્વવિદ્યાલયમાં, જ્યાંથી કન્નડ મુખ્ય વિષય સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. તે જ યુનિવર્સિટીમાં નાટકવિભાગના કૈલાસમપીઠના મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. ત્યારપછી તેમના નિધન સુધી સાહિત્ય અકાદમીના બૅંગાલુરુ કેન્દ્રના નિર્દેશક હતા. શિકાગો યુનિવર્સિટીના સાઉથ…

વધુ વાંચો >