કન્નડ સાહિત્ય

ગંગાધર

ગંગાધર : મહંમદ બેગડાના સમકાલીન કર્ણાટકના કવિ અને નાટ્યકાર. આ લેખકની ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (1449) અને ‘માંડલિક મહાકાવ્ય’ એ બે કૃતિઓ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે. તેમણે ગુજરાતના સુલતાનના દરબારની અને જૂનાગઢના રા’માંડલિકના દરબારની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની તે સૂચક છે. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના…

વધુ વાંચો >

ગુંડપ્પા ડી. વી.

ગુંડપ્પા ડી. વી. (જ. 17 માર્ચ 1889, કુડબાગિલ, કોલાર, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1975, બેંગાલુરુ) : કન્નડ લેખક. કુડબાગિલમાં જ મૅટ્રિક સુધી ભણ્યા. દેવન હલ્લી વેંકટ રામૈયા અને અલામેલમ્માનો પુત્ર. ઉચ્ચ શિક્ષણ લઈ શકેલા નહિ, પણ સ્વપ્રયત્ને કન્નડ, સંસ્કૃત તથા અંગ્રેજીનું સારું જ્ઞાન મેળવી લીધેલું. શરૂઆતમાં ‘સૂર્યોદય પત્રિકા’ સાપ્તાહિકમાં જોડાયા.…

વધુ વાંચો >

ગોકાક, વિનાયક કૃષ્ણ

ગોકાક, વિનાયક કૃષ્ણ (જ. 9 ઑગસ્ટ 1909, સાવનૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 28 એપ્રિલ 1992, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર તથા 1991ના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા લેખક. માધ્યમિક શિક્ષણ ધારવાડમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણે અને ઇંગ્લૅન્ડમાં લીધું. 1931માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સુવર્ણ-ચંદ્રક મેળવ્યો. ત્યારપછી 1938માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી…

વધુ વાંચો >

ચદુરંગા

ચદુરંગા (જ. 1 જાન્યુઆરી 1916, કલ્લાહલ્લી, કર્ણાટક; અ. 19 ઑક્ટોબર 1998, મૈસૂર, કર્ણાટક) : જાણીતા કન્નડ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર તેમજ ફિલ્મ-નિર્માતા અને નિર્દેશક. તેમની નવલકથા ‘વિશાખા’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું મૂળ નામ એમ. સુબ્રહ્મણ્યરાજ ઉર્સ. 1942માં મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી.…

વધુ વાંચો >

ચિત્તાલ, યશંવત વિઠોબા

ચિત્તાલ, યશંવત વિઠોબા (જ. 3 ઑગસ્ટ 1928, હાનેહળ્ળી, કર્ણાટક; અ. 22 માર્ચ 2014, મુંબઇ) : કન્નડ ભાષાના જાણીતા સાહિત્યકાર. કર્ણાટક રાજ્યના ગોકર્ણ તીર્થક્ષેત્રની ઉત્તરે આવેલા હાનેહળ્ળીના વતની. માતૃભાષા કોંકણી. શરૂઆતનું શિક્ષણ ધારવાડ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા અમેરિકામાં ન્યૂ જર્સીની સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે લીધું. વ્યવસાયે કેમિકલ એન્જિનિયર.…

વધુ વાંચો >

ચૌંડરસ

ચૌંડરસ : તેરમી સદીના કન્નડ કવિ. પિતાનું નામ મધુસૂદન અને માતાનું નામ મલ્લવ્વે હતું. તેમનો જન્મ પંઢરપુરમાં થયો હોય અથવા લાંબા સમય સુધી તેમણે ત્યાં વાસ કર્યો હોય એવો સંભવ તેમનાં કાવ્યો પરથી જણાય છે. પંઢરપુરના વિઠ્ઠલ તેમના આરાધ્ય દેવ હતા. તેમની ‘દશકુમારચરિત’ તથા ‘નળચરિત’ આ બંને ચંપૂશૈલીમાં કરેલી કાવ્યરચનાઓ…

વધુ વાંચો >

જગ્ગુ, વકુલભૂષણ

જગ્ગુ, વકુલભૂષણ (જ. 1902, છત્રઘોષ, જિ. માંડય કર્ણાટક; અ. 1992) : સંસ્કૃત અને કન્નડ ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના અઢાર વર્ષની વયે રચેલા ગદ્યકાવ્ય ‘જયન્તિકા’ ગ્રંથ માટે 1993ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું મૂળ નામ જગ્ગુ આલવાર આયંગર હતું. તેમણે ‘જગ્ગુ વકુલભૂષણ’ના નામથી વિવિધ શૈલીઓમાં લગભગ 90…

વધુ વાંચો >

જન્ન (તેરમી સદી)

જન્ન (તેરમી સદી) : બસવ યુગના કન્નડ કવિ. કર્ણાટકના પ્રસિદ્ધ રાજવંશ હોયસલના રાજા વીરબલ્લાળ તથા નરસિંહના શાસનકાળ દરમિયાન તે દરબારી કવિ હતા. તેમના પિતા સુમનોબાણ પણ કવિ હતા. ઉપરાંત, નામવર્મ, મલ્લિકાર્જુન તથા કેશિરાજ જેવા જાણીતા કવિઓ તેમના નજીકના સગા હતા. કવિ હોવા ઉપરાંત વિખ્યાત દાનવીર તરીકે પણ તેમની ગણના થતી.…

વધુ વાંચો >

જી. એસ. શિવરુદ્રપ્પા

જી. એસ. શિવરુદ્રપ્પા (જ. 1926, શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. સાહિત્યિક વિવેચનાના તેમના ગ્રંથ ‘કાવ્યાર્થચિંતન’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1953માં એમ.એ. અને 1960માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ જ યુનિવર્સિટીમાં તેમણે કન્નડ ભાષાના અધ્યાપક તરીકે 1963 સુધી કામગીરી…

વધુ વાંચો >

જૈમિનિ ભારત

જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો…

વધુ વાંચો >