ઇતિહાસ – જગત

સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song)

સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song) (જ. ઈ. સ. 1020, નાન–અન, ફ્યુજિયન પ્રૉવિન્સ, ચીન; અ. ઈ. સ. 1101, કાઇફેન્ગ) : ચીનના સાગ વંશનો મુત્સદ્દી, મહેસૂલને લગતા કાર્યનો વ્યવસ્થાપક, ખગોળશાસ્ત્રી, કાલમાપનવિદ્યાનો જ્ઞાતા (horologist), ઔષધવિદ્યામાં પારંગત, પ્રકૃતિશાસ્ત્રી અને કુશળ શોધક – ઇજનેર. ઈ. સ. 723થી 725ની વચ્ચેના સમયગાળામાં જગતનું પહેલું યાંત્રિક ઘડિયાળ…

વધુ વાંચો >

સુંગ વંશ અને તેનો સમય

સુંગ વંશ અને તેનો સમય : ઈ. સ. 960થી 1279 સુધી ચીનના વિશાળ પ્રદેશ પર શાસન કરનાર રાજવંશ. આ સમયગાળામાં નોંધપાત્ર સાંસ્કૃતિક વિકાસ થયો હતો. આ રાજવંશનો સ્થાપક ચાઓ કુઆંગ-યીન (960-976) ચાઉ વંશનો એક સેનાપતિ હતો. તેણે લશ્કરની મદદથી આકસ્મિક બળવો કરીને સત્તા છીનવી લીધી હતી. તે સુંગ વંશનો પ્રથમ…

વધુ વાંચો >

સૅક્સન સમ્રાટો

સૅક્સન સમ્રાટો : સૅક્સન નામની જાતિના ઇંગ્લૅન્ડના સમ્રાટો. સૅક્સન સમ્રાટોએ ઇંગ્લૅન્ડમાં ઈસુની 9મીથી 11મી સદી સુધી રાજ્ય કર્યું હતું. ઈસુની પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન આંગ્લ, જયૂટ અને સૅક્સન નામની જર્મન જાતિઓ બ્રિટનમાં આવીને વસી હતી. એમાંની સૅક્સન જાતિ ડેનમાર્કના દક્ષિણ ભાગમાં આવેલા સૅક્સની નામના પરગણાની મૂળ વતની હતી. એ સૅક્સની અત્યારે…

વધુ વાંચો >

સેનાચેરિબ

સેનાચેરિબ (રાજ્યકાળ ઈ. પૂ. 704-681) : એસિરિયા(હાલના ઉત્તર ઇરાક)નો રાજા. સારગોન 2જાનો પુત્ર. ગાદીએ આવ્યા બાદ તેનું પ્રથમ કાર્ય તેના પ્રદેશો છીનવી લેનાર બૅબિલોનિયાના રાજા મેરોડાક-બાલાદન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું હતું. સેનાચેરિબે તેને ઈ. પૂ. 703માં હરાવીને બૅબિલોનમાંથી કાઢી મૂક્યો. તેણે બૅબિલોનના રાજા તરીકે બેલ ઈબનીને નીમ્યો. તેને રાજા સારગોને…

વધુ વાંચો >

સેમિટિક પ્રજા

સેમિટિક પ્રજા : અરેબિક અથવા હિબ્રૂ જેવી સેમિટિક ભાષા બોલતા લોકો. તેઓ મુખ્યત્વે ઈથિયોપિયા, ઇરાક, ઇઝરાયલ, જૉર્ડન, લૅબેનોન, સીરિયા, આરબ દ્વીપકલ્પ અને ઉત્તર આફ્રિકામાં રહે છે. પ્રાચીન એસિરિયન, બૅબિલોનિયન, કેનેનાઇટ ઇબ્લેઇટ, હિબ્રૂ અને ફિનિશિયનો પણ સેમાઇટ હતા. સેમિટિક લોકોએ જગતને મૂળાક્ષરો અને એકેશ્વરનો વિચાર આપ્યો. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ –…

વધુ વાંચો >

સેમુરાઈ

સેમુરાઈ : સામંતશાહી યુગના જાપાનની એક લડાયક જાતિ. તેઓ ‘સૂમો’ નામની કુશ્તી, ‘જૂડો’ નામનો ખેલ અને ‘કેન્દો’ નામક કૂદ તેમજ તિરંદાજીના નિષ્ણાત હતા. તેમના જીવનની એ ઓળખ હતી. તેઓ યુદ્ધ માટે સતત તત્પર રહેતા. તેઓ વફાદારી, વીરતા, સાદાઈ અને સખત મહેનતને જરૂરી ગુણ સમજતા હતા. આ યુદ્ધોમાં તલવાર તેમના શરીરના…

વધુ વાંચો >

સેમ્નાઇટ યુદ્ધો

સેમ્નાઇટ યુદ્ધો : રોમનો અને સેમ્નાઇટો વચ્ચે થયેલાં ત્રણ યુદ્ધો. સેમ્નાઇટ નામની લડાયક જાતિના લોકો દક્ષિણ ઇટાલીના પર્વતીય પ્રદેશમાં રહેતા હતા. એ લોકો ઓસ્કન ભાષા બોલતા હતા. સેમ્નાઇટ લોકો હિરપીમ, કૉડિની, કેરેસન્ટ અને પેન્ટ્રી નામના ચાર પ્રાદેશિક વિભાગોમાં રહેતા હતા. આ વિભાગોની સંયુક્ત ધારાસભા ન હતી; પરંતુ યુદ્ધસમયે તેઓ એમનો…

વધુ વાંચો >

સેલુક વંશ

સેલુક વંશ : સિકંદરના સેનાપતિ સેલ્યુકસે સ્થાપેલો વંશ. ગ્રીસના વિજેતા મહાન સિકંદરનું ઈ. પૂ. 323માં બૅબિલોનમાં અવસાન થયા પછી તેના વિશાળ સામ્રાજ્યના ભાગલા પડ્યા હતા. એ ભાગલા પછી એના એશિયાના પ્રદેશોનો સ્વામી સેલ્યુકસ નામનો એનો સેનાપતિ બન્યો હતો, જે ‘સેલુક’ તરીકે અને એનો વંશ ‘સેલુક વંશ’ તરીકે ઓળખાય છે. સેલુકના…

વધુ વાંચો >

સેલ્યુસીડ સામ્રાજ્ય

સેલ્યુસીડ સામ્રાજ્ય (ઈ. પૂ. 312થી ઈ. પૂ. 64) : યુરોપમાં થ્રેસથી ભારતની સરહદ સુધી ફેલાયેલું અને સેલ્યુકસ 1 નિકેટરે સ્થાપેલું સામ્રાજ્ય. મહાન સિકંદરના મેસિડોનિયન સામ્રાજ્યમાંથી તે કાઢેલું હતું. સિકંદરના મરણ પછી લશ્કરી અફસર એન્ટીગોનસ તેનો પ્રબળ હરીફ હતો. તદુપરાંત મિડીયાનો ક્ષત્રપ પીથોન અને ઈરાનનો ક્ષત્રપ પીકેસ્તા પણ તેના માર્ગમાં અંતરાયરૂપ…

વધુ વાંચો >

સોમાલિયા

સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ…

વધુ વાંચો >