ઇતિહાસ – જગત

શાર્લીમૅન

શાર્લીમૅન (જ. 2 એપ્રિલ 742, આચેન, ફ્રાન્કોનિયા; અ. 28 જાન્યુઆરી 814, આચેન) : મધ્યયુગનો યુરોપનો સૌથી વધારે પ્રસિદ્ધ સમ્રાટ. તે ‘ચાર્લ્સ, ધ ગ્રેટ’ પણ કહેવાતો. તેણે રોમન સમ્રાટનો ખિતાબ ધારણ કર્યો હતો. તેના પિતા પેપિન ધ શૉર્ટ ફ્રેન્કિશ રાજ્ય(હાલનું ફ્રાન્સ અને પશ્ચિમ જર્મનીનો થોડો પ્રદેશ)ના શાસક હતા. ઈ. સ. 768માં…

વધુ વાંચો >

શીઆ વંશ

શીઆ વંશ (ઈ. પૂ. 2205થી ઈ. પૂ. 1766) : ચીનનો પૌરાણિક વંશ. તેનો ઉલ્લેખ અનુશ્રુતિઓમાં છે, પરંતુ તેની ઐતિહાસિકતા અનિશ્ચિત છે. અનુશ્રુતિ પ્રમાણે તે વંશનો સ્થાપક યુ હતો. તેણે મહાન રેલનાં પાણીનો નહેરોમાં નિકાલ કર્યો હતો. પાછળથી આ રાજાને ફસલના દેવ તરીકે પૂજવામાં આવતો હતો. તેણે રાજાનું પદ તેના કુટુંબમાં…

વધુ વાંચો >

શી હુઆંગ ટી (Shih huang-Ti)

શી હુઆંગ ટી (Shih huang-Ti) (જ. ઈ. પૂ. 259, ચીન રાજ્ય, વાયવ્ય ચીન; અ. ઈ. પૂ. 210) : ચીન દેશના ચીન વંશનો પ્રતાપી રાજા. તે આપખુદ અને સુધારક હતો. ચીન વંશના મૂળ પુરુષ ચીનનો તે પુત્ર હતો. તેનું મૂળ નામ વાંગ ચીન. સત્તાપ્રાપ્તિ પછી તેણે ‘ચીન શી હુઆંગ ટી’ (‘પ્રથમ…

વધુ વાંચો >

શુઇકો

શુઇકો (જ. ઈ. સ. 554, યામાતો, જાપાન; અ. 15 એપ્રિલ 628, યામાતો) : નોંધાયેલા ઇતિહાસમાં જાપાનની પ્રથમ સમ્રાજ્ઞી; સમ્રાટ બિદાત્સુ(શાસનકાળ 572-585)ની પત્ની અને સમ્રાટ કિમીની પુત્રી. તેનું આખું નામ ‘શુઇકો તેનો’ હતું. બિદાત્સુના અવસાન પછી સમ્રાટ યોમી ગાદીએ બેઠો; પરંતુ થોડા સમય રાજ્ય કર્યા પછી તે મૃત્યુ પામ્યો ત્યારે શક્તિશાળી…

વધુ વાંચો >

શૂન (રાજા)

શૂન (રાજા) : ચીનનો માત્ર દંતકથાઓમાં જાણીતો રાજા. તે ચીનનાં પુરાણોમાં યુ તી શૂન નામથી પ્રસિદ્ધ છે. તે ઈ. પૂ. 23મી સદી દરમિયાન શાસન કરતો હતો. પ્રાચીન કાળમાં તેનો સુવર્ણયુગ હતો. કન્ફ્યૂશિયસે તેને પ્રામાણિકતા તથા તેજસ્વિતાના નમૂનારૂપ ગણાવ્યો છે. તેની અગાઉના, દંતકથામાં જાણીતા રાજા યાઓ સાથે તેનું નામ જોડાયેલું છે.…

વધુ વાંચો >

શેન નંગ

શેન નંગ : ચીનનો બીજો પૌરાણિક રાજા. કહેવાય છે કે તે ઈ.પૂ. 28મી શતાબ્દીમાં થઈ ગયો. તેને માથું બળદનું અને શરીર માણસનું હતું. ગાડું અને હળની શોધ કરીને, બળદને કેળવીને તથા ઘોડા પર ધૂંસરી મૂકીને અને લોકોને અગ્નિ વડે જમીન સાફ કરતાં શીખવીને તેણે ચીનમાં સ્થાયી ખેતી કરતો સમાજ સ્થાપ્યો…

વધુ વાંચો >

શેંગ વંશ

શેંગ વંશ : પુરાતત્વવિદ્યાકીય તથા નોંધાયેલ બંને પુરાવા ધરાવતો ચીનનો પ્રથમ વંશ. તે યીન (Yin) વંશ તરીકે પણ ઓળખાય છે. તે વંશના શાસકો ઈ. પૂ. 1766થી 1122 સુધી શાસન કરતા હતા. તેનો પ્રદેશ ઉત્તર ચીનનાં મેદાનોમાં હતો અને ઉત્તરમાં શાંટુંગ પ્રાંત તથા પશ્ચિમે હોનાન પ્રાંત સુધી તેની સરહદો વિસ્તરેલી હતી.…

વધુ વાંચો >

સત્યાગ્રહ

સત્યાગ્રહ : અહિંસાના સાધન વડે સત્યની સ્થાપના કરવાની ગાંધીજીએ દેખાડેલી રીત. અસત્ય, અન્યાય કે અત્યાચારનો અહિંસાની શક્તિ વડે પ્રતિકાર કરી વ્યક્તિગત કે સામાજિક સંબંધોમાં સત્ય, ન્યાય કે સમત્વ પ્રતિષ્ઠિત કરવા પાછળ સત્ય અને પ્રેમનું તત્ત્વજ્ઞાન તથા અહિંસા અને સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાનાં તંત્ર કે પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. દક્ષિણ…

વધુ વાંચો >

સપ્તવાર્ષિક યુદ્ધ (૧૭૫૬-૧૭૬૩)

સપ્તવાર્ષિક યુદ્ધ (1756-1763) : યુરોપના મુખ્ય તથા શક્તિશાળી દેશો વચ્ચે સાત વર્ષ લડાયેલું યુદ્ધ. તે 7 વર્ષ સુધી ચાલ્યું એટલે ઇતિહાસમાં સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે પ્રસિદ્ધ બન્યું. પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિકે ઑસ્ટ્રિયા પાસેથી સાઇલેશિયા પ્રાંત પડાવી લીધો. ઑસ્ટ્રિયાની રાણી મેરિયા થૅરેસા એ પ્રાંત ફ્રેડરિક પાસેથી પાછો મેળવવા ઇચ્છતી હતી. તેથી તેણે…

વધુ વાંચો >

સાયરસ મહાન

સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો…

વધુ વાંચો >