ઇતિહાસ – જગત

હમ્મુરબી (Hammurabi)

હમ્મુરબી (Hammurabi) (જ. બૅબિલોન; અ. ઈ. પૂ. 1750) : બૅબિલોનની સેમિટિક જાતિના એમોરાઇટ રાજવંશનો છઠ્ઠો શાસક. તેનો શાસનકાળ ઈ. પૂ. 1792થી 1750 સુધીનો હતો. બૅબિલોનિયન લોકોનો તે સૌથી મહાન અને શક્તિશાળી રાજા હતો. એણે 42 વર્ષ રાજ્ય કર્યું. બૅબિલોન શહેર તેનું પાટનગર હતું. એણે શરૂઆતનાં 20 વર્ષ યુદ્ધો કરી રાજ્યવિસ્તાર…

વધુ વાંચો >

હવાઈ ટાપુઓ

હવાઈ ટાપુઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલું યુ.એસ.નું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 19° થી 20° ઉ. અ. અને 155° થી 156° પ. રે.ની આજુબાજુનો આશરે 16,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. યુ.એસ.નું આ એકમાત્ર એવું રાજ્ય છે, જે યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર નથી. તે ઉત્તર પૅસિફિકના મધ્યભાગમાં કુલ…

વધુ વાંચો >

હવાના

હવાના : ક્યુબાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 08´ ઉ. અ. અને 82° 22´ પ. રે. પરનો આશરે 740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ક્યુબાના વાયવ્ય કિનારા પર આવેલું છે. સ્પેનિશ ભાષામાં તેનું નામ લા હબાના છે. વસ્તી : 22,01,610 (2002).…

વધુ વાંચો >

હસ જૉન

હસ, જૉન (જ. 1372, હુસિનેક, બોહેમિયા; અ. 6 જુલાઈ 1415, કૉન્સ્ટન્સ, જર્મની) : 15મી સદીનો મહત્વનો ચેક (Czech) ધર્મ-સુધારક. તેણે 1401માં પાદરીની દીક્ષા લીધા પછી પ્રાગ શહેરમાં પાણીદાર ધાર્મિક પ્રવચનો કર્યાં. તેનાં પ્રવચનોમાં તે પોપ, ધર્માધ્યક્ષ, કાર્ડિનલ વગેરેની તથા ચર્ચના ભ્રષ્ટાચારની કડક શબ્દોમાં આકરી ટીકા કરતો. તેના કેટલાક અનુયાયીઓ પણ…

વધુ વાંચો >

હસન

હસન : કર્ણાટક રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 12° 31´થી 13° 33´ ઉ. અ. અને 75° 33´થી 76° 38´ પૂ. રે. વચ્ચેનો 6,814 ચોકિમી. હસન જિલ્લો જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો 3.55 %…

વધુ વાંચો >

હંગેરી

હંગેરી : મધ્ય યુરોપમાં આવેલો, બધી બાજુએ ભૂમિભાગોથી ઘેરાયેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 20° 00´ પૂ. રે.ની આજુબાજુનો 93,032 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 502 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 311 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વે…

વધુ વાંચો >

હાઇલૅન્ડ રીજન (Highland Region)

હાઇલૅન્ડ રીજન (Highland Region) : ઉત્તર સ્કૉટલૅન્ડમાં આવેલો, ભૂપૃષ્ઠનાં વિવિધ લક્ષણો ધરાવતો વિશાળ વિસ્તાર. તેમાં બેન નેવિસ નામનો બ્રિટનનો ઊંચામાં ઊંચો પર્વત છે તો લૉક મોરાર નામનું ઊંડું સરોવર પણ છે. બ્રિટનની મુખ્ય ભૂમિનો ઉત્તર છેડો ‘ડનેટ હેડ’ તેમજ આદૃનમરકાન (Ardnamurchan) પૉઇન્ટ નામનું છેક પશ્ચિમ છેડાનું સ્થળ પણ આ વિસ્તારમાં…

વધુ વાંચો >

હારગ્રીવ્ઝ જેમ્સ

હારગ્રીવ્ઝ, જેમ્સ (જ. 1722 ? બ્લૅકબર્ન, લૅંકેશાયર; અ. 22 એપ્રિલ 1778, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : સ્પિનિંગ જેનીનો અંગ્રેજ શોધક. તે બ્લૅકબર્ન પાસે સ્ટૅન્ડહિલમાં રહેતો ગરીબ, અભણ, કાંતવા–વણવાનો કારીગર હતો. તેણે 1764માં સ્પિનિંગ જેનીની શોધ કરી. તેનાથી એકસાથે ઘણા વધારે તાર કાંતી શકાતા હતા. જેમ્સે તેનાં કેટલાંક નવાં મશીન બનાવ્યાં અને વેચવા…

વધુ વાંચો >

હારૂન અલ્ રશીદ

હારૂન, અલ્ રશીદ (જ. ફેબ્રુઆરી 766, રે, ઈરાન; અ. 24 માર્ચ 809, તુસ) : અબ્બાસી વંશનો પાંચમો અને નામાંકિત ખલીફા. તે સમયે મુસ્લિમ સામ્રાજ્યમાં ઉત્તર આફ્રિકા, સ્પેનનો કેટલોક પ્રદેશ, મોટા ભાગના મધ્ય-પૂર્વના દેશો અને ભારતના કેટલાક પ્રદેશનો સમાવેશ થતો હતો. હારૂન વિદ્યા, સંગીત તથા કલાઓનો આશ્રયદાતા હતો. તેના અમલ દરમિયાન…

વધુ વાંચો >

હિક્સોસ (પ્રજા)

હિક્સોસ (પ્રજા) : સેમિટિક–એશિયાટિક આક્રમકોનું મિશ્ર જૂથ. તેઓ આશરે ઈ. પૂ. 1674માં ઉત્તર ઇજિપ્તમાં ફેલાઈ ગયા હતા અને ઈ. પૂ. 1674થી ઈ. પૂ. 1567 દરમિયાન ત્યાં શાસન કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર મેનેથોએ વિદેશી શાસકને માટે ‘હિક્સોસ’ શબ્દ વાપર્યો છે. તેને વિદેશી રાજવંશ તરીકે પણ ઓળખાવે છે. તેમણે ઇજિપ્તના સામ્રાજ્ય યુગનો…

વધુ વાંચો >