મીનનગર (ઈરાન) : ઈરાનમાં શકસ્તાનનું પાટનગર. પૂર્વ ઈરાનમાં વસતા શક લોકોએ ઉત્તર ભારતના પશ્ચિમના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા હતા. પ્રથમ સદીની શરૂઆતમાં ઇસીડોર નામના લેખકે ઈરાનમાં શક લોકો વસતા હતા, તેનું નામ શકસ્તાન અને તેના પાટનગરનું નામ મીનનગર જણાવ્યું છે. ભારતમાં પણ આ નામનું નગર હતું.

જયકુમાર ર. શુક્લ