ઇતિહાસ – જગત

તાઇસુંગ

તાઇસુંગ (600 –649) : ચીનમાં તેંગ સામ્રાજ્યનો સ્થાપક અને પ્રતિભાશાળી સમ્રાટ. તેનું  મૂળ નામ બી શીહ-મીન (પિન્યીન તાઇ ઝોંગ) હતું. સુઈ વંશ (581–618)ના છેલ્લા રાજવી હેઠળ લશ્કરી સૂબા તરીકે કામ કરતા અને તેંગ વંશના સ્થાપક લી યુયાન(618–626)નો તે દ્વિતીય પુત્ર હતો. નાની વયે જ તેણે તેના પિતાને નબળા પડતા સુઈ…

વધુ વાંચો >

તાઉત બ્રૂનો

તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં…

વધુ વાંચો >

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >

તાઓ ધર્મ

તાઓ ધર્મ : ચીનમાં લાઓ-ત્ઝે (ઈ. સ. પૂ.  570-517) દ્વારા રજૂ કરવામાં આવેલ તત્વદર્શનને આધારે પાછળથી સ્થપાયેલો ધર્મ. મધ્યચીનમાં હોનાન પ્રાંતમાં જન્મેલા લાઓ-ત્ઝેની ઐતિહાસિકતા અંગે શંકા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ લાઓ-ત્ઝે એ વ્યક્તિવાચક નામ નથી; પરંતુ તેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. તેમનું ખરું નામ લી હતું. ચીનમાં…

વધુ વાંચો >

તા કાઓ દેવળ, કંબોડિયા

તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય…

વધુ વાંચો >

તાજિકિસ્તાન

તાજિકિસ્તાન : ભૂતપૂર્વ સોવિયેત સંઘના વિઘટન પછી અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. લગભગ 1,43,100 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા આ પહાડી દેશનું ભૌગોલિક સ્થાન મધ્ય એશિયાની ઊંચી ગિરિમાળાઓ અને ઉચ્ચપ્રદેશોમાં આશરે 37° ઉ.થી 40° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 67° પૂ.થી 75° પૂ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું છે. તેની ઉત્તરમાં કિંર્ગિઝસ્તાન (કીર્ઘિયા), પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, પૂર્વમાં…

વધુ વાંચો >

તાનાકા, કાકુઈ

તાનાકા, કાકુઈ (જ. 4 મે 1918, કરિવા, જાપાન; અ. 16 ડિસેમ્બર 1993, મિનાટો, જાપાન) : જાપાનના રાજકીય નેતા અને પ્રધાનમંત્રી (1972–74). ઢોરના દલાલના એકમાત્ર પુત્ર. 15 વર્ષની વયે અભ્યાસ છોડ્યો અને ટોકિયો ખાતે સ્થળાંતર કર્યું. 1937 સુધીમાં પોતાની બાંધકામ માટેની પેઢી સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધંધામાં તેમણે સારી એવી સમૃદ્ધિ…

વધુ વાંચો >

તારા (દેવી)

તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…

વધુ વાંચો >

તારાનાથ

તારાનાથ : સત્તરમી સદીમાં થઈ ગયેલ બૌદ્ધ લામા. તે તિબેટના બહુશ્રુત પંડિત તથા ઇતિહાસકાર હતા. તેમનાં લખાણોમાંથી તિબેટની પરંપરાઓમાં જળવાઈ રહેલો, ભારતના પ્રાચીન સમયનો અને વિશેષત: બૌદ્ધ ધર્મનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ઇતિહાસનાં ભારતનાં સાધનોમાંથી અપ્રાપ્ય માહિતી મેળવવા માટે અને ભારતીય લખાણોને પુષ્ટિ આપે તેવા કેટલાક પુરાવા માટે તેમનાં લખાણો…

વધુ વાંચો >

તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત

તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત (જ. 1605, પૅરિસ; અ. 1689, મૉસ્કો) : ફ્રેન્ચ મુસાફર, લેખક અને ઝવેરાતનો વેપારી. તાવર્ન્યેએ સાત વખત દરિયાઈ સફર ખેડેલી, જેમાંથી પાંચ વખત તો તે ભારત આવેલો અને લાંબો  વખત ત્યાં રહેલો. તેણે તેનો પ્રથમ પ્રવાસ 1630થી 32માં કરેલો જેમાં તે કૉન્સ્ટેન્ટિનોપલ થઈ પર્શિયા પહોંચેલો. આ પ્રવાસમાં તે…

વધુ વાંચો >