ઇતિહાસ – જગત

તેંગ, હેશિયો પિંગ

તેંગ, હેશિયો પિંગ (જ. 22 ઑગસ્ટ 1904, ઝીચ્વાન પ્રાંત; અ. 19 ડિસેમ્બર 1999, બેજિંગ) : રશિયા સાથેના વૈચારિક સંઘર્ષમાં આગેવાની લેનાર અને પશ્ચિમ સાથેના ચીનના સંબંધો પુન: સ્થાપવાની હિમાયત કરનાર ચીનનો પ્રભાવક નેતા. ફ્રાન્સમાં અભ્યાસકાળ દરમિયાન (1921–24) અને 1925–26માં રશિયાની મુલાકાત દરમિયાન સામ્યવાદી આંદોલનમાં સક્રિય. તેમણે દક્ષિણ ચીનમાં સામ્યવાદી સેનાના…

વધુ વાંચો >

તોક્વિલ, એલૅક્સી દ

તોક્વિલ, એલૅક્સી દ (જ. 29 જુલાઈ 1805, પૅરિસ; અ. 16 એપ્રિલ 1859, કેન, ફ્રાન્સ) : ફ્રેંચ ઇતિહાસકાર, રાજકીય ચિંતક અને રાજનીતિજ્ઞ. ‘ડેમૉક્રસી ઇન અમેરિકા’(1835–1840)ના ચાર ગ્રંથો માટે તેમને પ્રસિદ્ધિ મળેલી. તેમના ઉદારમતવાદી ઉમરાવ પ્રપિતામહ ફ્રાન્સની ક્રાંતિનો ભોગ બન્યા હતા. તેમના પિતા રાજાશાહી તરફી હતા. તોક્વિલે રાજકીય કારકિર્દી પસંદ કરી. તે…

વધુ વાંચો >

ત્બિલિસિ

ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ.…

વધુ વાંચો >

ત્રિપક્ષી સત્તાજોડાણ

ત્રિપક્ષી સત્તાજોડાણ : યુરોપમાં ફ્રાન્સને અલગ પાડી દઈને મહાસત્તા તરીકે જર્મનીનું સ્થાન મજબૂત બનાવવા અને સત્તાની સમતુલા જર્મનીની તરફેણમાં રાખવાનો બિસ્માર્કનો પ્રયાસ. 1870–71ના ફ્રાંકો-પ્રશિયન યુદ્ધમાં ફ્રાંસની હાર થઈ તેની સાથે પ્રશિયાના ચાન્સેલર બિસ્માર્કના નેતૃત્વ હેઠળ જર્મનીના એકીકરણનું કાર્ય પૂરું થયું. એ રીતે યુરોપની મધ્યમાં નવું સંગઠિત અને શક્તિશાળી જર્મન રાજ્ય…

વધુ વાંચો >

ત્રિપોલી (લિબિયા)

ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 22,20,000 (2011) છે. લિબિયાનું મહત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય…

વધુ વાંચો >

ત્રિંકોમાલી

ત્રિંકોમાલી : શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34’ ઉ. અ. અને 81° 14’ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી. વસ્તી : 99,135 (2012). તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ…

વધુ વાંચો >

થર્મોપિલી

થર્મોપિલી : પ્રાચીન ગ્રીસમાં ઈરાની અને ગ્રીક સૈન્યો વચ્ચે  ઈ. સ. પૂ. 480માં થયેલા ભીષણ યુદ્ધના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલો ઘાટ. તે થેસાલી અને લોક્રિસ વચ્ચે આવેલો છે. થર્મોનો અર્થ ઉષ્ણ થાય છે. ઘાટ નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે તેથી તેનું નામ થર્મોપિલી પડ્યું હોય તેમ જણાય છે. ઍથેન્સથી…

વધુ વાંચો >

થાઇલૅન્ડ

થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…

વધુ વાંચો >

થિયોડૉરિક

થિયોડૉરિક (જ. આશરે ઈ. સ. 454, વિયેના; અ. 30 ઑગસ્ટ 526, રેવેના) : ઑસ્ટ્રોગૉથ લોકોનો રાજા અને ઇટાલીનો વિજેતા. એના બાળપણ દરમિયાન 10 વર્ષ સુધી તેને કૉન્સ્ટન્ટિનોપલમાં બાન તરીકે રાખવામાં આવ્યો હતો અને સમ્રાટ લિયોનાં બાળકો સાથે તેને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. 473માં એ પોતાના વતનમાં પાછો ફર્યો અને…

વધુ વાંચો >

થિયોડોસિયસ

થિયોડોસિયસ (જ. 11 જાન્યુઆરી 347, કાઉક, ગેલેશિયા, સ્પેન; અ. 17 જાન્યુઆરી 395, મેડિયોલેનમ, મિલાન) : પૂર્વ અને પશ્ચિમના રોમન સામ્રાજ્યનો સમ્રાટ. એના લશ્કરી વિજયોને કારણે નહિ પરંતુ એણે ખ્રિસ્તી ધર્મની કરેલી સેવા અને તેના પ્રસારને કારણે એને મહાન ગણવામાં આવ્યો છે. એનો પિતા રોમન સેનાપતિ હતો. ઈ. સ. 368–369 દરમિયાન…

વધુ વાંચો >